આગામી 5 દિવસમાં આ વિસ્તારોમાં અતિ ભારે વરસાદ ખાબકશે, રસ્તા પર નદીઓ વહેવા લાગશે..ખાસ વાંચો..!!

0
160

હાલમાં ચોમાસાની સિઝન સારી ચાલી રહી છે. રાજ્યમાં ચોમાસુ ધીમે ધીમે આગળ વધી રહ્યું છે. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં સારો ભારે વરસાદ વરસી રહ્યો છે. બાકીના જિલ્લાઓમાં હજુ સારો વરસાદ વરસશે. ઉત્તર ગુજરાત અને કચ્છમાં વરસાદની શરૂઆત થઈ ગઈ છે. અમદાવાદ ગાંધીનગરમાં હજી મધ્યમ વરસાદ વરસી રહ્યો છે.

હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યમાં આગામી 5 દિવસ મુશળધાર વરસાદ વરસવાની આગાહી રહી છે. છેલ્લા 24 કલાકમાં 104 તાલુકાઓમાં વરસાદ થયો છે. જેમાં સૌથી વધુ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં રેલમછેલ વરસાદને લીધે થઈ ગયુ છે. રાજ્યમાં દરેક વિસ્તારોમાં વધારે વરસાદ રહશે.

તેને કારણે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના જિલ્લાઓ કરતા અમદાવાદ અને ગાંધીનગરમાં મધ્યમ વરસાદને લઈને વધઘટ જોવા મળી રહી છે પરંતુ જુલાઈ માસની શરૂઆત થતાં જ રાજ્યના દરેક વિસ્તારોમાં ખૂબ જ સારો વરસાદ રહેશે. દક્ષિણ ગુજરાતમાં નર્મદા, તાપી, સુરત, નવસારી, વલસાડ, ડાંગ, દમણ જેવા જિલ્લાઓમાં ખૂબ જ સારો વરસાદ વરસ્યો છે.

સૌરાષ્ટ્રમાં બોટાદ, ભાવનગર, અમરેલી, ગીર-સોમનાથ, જુનાગઢ, પોરબંદર, દ્વારકા જેવા જિલ્લાઓમાં ખૂબ જ સારો વરસાદ વરસ્યો છે. હજુ આગામી સમયમાં આ જિલ્લાઓમાં અતિ ભારે વરસાદ રહેશે. આગામી પાંચ દિવસમાં ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં પણ ભારે વરસાદની આશંકાઓ દેખાઈ રહી છે.

અમદાવાદમાં સારા વરસાદને કારણે અમદાવાદના શહેરીજનોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. હાલમાં અમદાવાદમાં 2 ઇંચ કરતાં વધુ વરસાદ વરસી રહ્યો છે રાજ્યના જળાશયમાં પાણી ભરાવા લાગ્યું છે. નવા જળાશયોમાં પાણી ભરાવાને કારણે જળાશયોની સપાટી ઊંચી આવી ગઈ છે.

દક્ષિણ ગુજરાતમાં નદીઓ અને ડેમોનું પાણી મળીને 42.22% અને સૌરાષ્ટ્રમાં અનેક નદીઓ, તળાવોમાં પાણીનો જથ્થો 24.9% જેટલો સંગ્રહવામાં આવ્યો છે. સારા વરસાદને કારણે ઘણા બધા વિસ્તારોમાં ડેમો છલકાઈ ગયા છે. ડેમો ઓવરફ્રલો થવાને કારણે ગ્રામ્ય વિસ્તારમાં લોકોના ઘરોમાં પાણી ઘૂસી ગયા છે.

ઘણા બધા વિસ્તારોમાં સારા વરસાદને કારણે નદી-તળાવ છલકાઈ ગયા છે. ગામમાં પાણી આવને કારણે પુર જેવી સ્થિતિ સર્જાઈ ગઈ છે. તેને કારણે ગ્રામ્ય વિસ્તારોમાં લોકો સંપર્ક વિહોણા પણ થઈ ગયા છે. વરસાદને કારણે લોકોમાં જેટલી ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. તેટલી જ લોકો પર આફતો પણ આવી ચૂકી છે.

દરિયા કિનારામાં હવામાનની સિસ્ટમ સક્રિય થવાને કારણે માછીમારોને આગામી પાંચ દિવસ સુધી દરિયો ન ખેડવાની ચેતવણી આપવામાં આવી છે. આમ, રાજ્યમાં એકંદરે ખૂબ જ સારું ચોમાસું વરસી રહ્યું છે અને ગયા વર્ષ કરતાં આ વર્ષનું ચોમાસું ખૂબ જ સારું રહેવાની આશંકાઓ દેખાઈ રહી છે.

લેખન સંપાદન : Infogujarat Team : નોંધ:- અમે આ લેખ માત્ર જાણકરી પુરતો આપ સુધી પોહચડીએ છીએ.ભારતીય સંસ્કૃતિના કોઈ પણ ધર્મ કે સમુદાયની લાગણીને ઠેસ પહોચાડવાનો કે અંધશ્રદ્ધા ફેલાવવાનો કોઈ હેતુ નથી..”જય હિન્દ…જય જય ગરવી ગુજરાત”જો અમારા આ લેખો ગમ્યા હોય તો લાઈક, શેર અને કમેન્ટ જરૂર કરજો!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here