આગામી 5 દિવસમાં રાજ્યના આ વિસ્તારમાં તોફાની પવન સાથે કડાકા-ભડાકાથી ત્રાટકશે વરસાદ, ધમરોળી નાખશે આ વિસ્તારને..!!

0
118

રાજ્યમાં ચોમાસાની સિઝન ખૂબ જ સારી એવી ચાલી રહી છે. ચોમાસાની સિઝન શરૂ થતાની સાથે જ દરેક જિલ્લાઓમાં ખૂબ જ સારો વરસાદ વરસી રહ્યો છે. રાજ્યના ઘણા બધા વિસ્તારોમાં છૂટોછવાયો વરસાદ વરસી રહ્યો છે. જેમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં ભારે વરસાદ સતત પડી રહ્યો છે.

મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં મધ્યમ વરસાદ વરસી રહ્યો છે. આમ, રાજ્યમાં વરસાદ વધ-ઘટ પડી રહ્યો છે. હવામાન શાસ્ત્રીના જણાવ્યા મુજબ આગામી 3 દિવસમાં પવનની દિશા બદલાવને કારણે સારા એવા વરસાદના એંધાણ દેખાઈ રહ્યા છે. 5 દિવસમાં તોફાની વરસાદ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે પવનના સૂસવાટા સાથે વરસશે.

બીજા બધા જિલ્લાઓમાં સામાન્ય વરસાદ રહેશે. પવનની દિશા વધવાને કારણે દરિયામાં તોફાની વાવઝોડાની આશંકાઓ દેખાઈ રહી છે. આમ હવામાન શાસ્ત્રી દ્વારા આગામી ત્રણ દિવસને લઈને આગાહી કરવામાં આવી છે. ઘણા બધા વિસ્તારોમાં સારો વરસાદ વરસ્યો છે. તો ઘણા બધા વિસ્તારોમાં ઓછા વરસાદ વરસ્યો છે.

અમદાવાદમાં ઘણા સમયથી ગરમી અને બફારો લોકો સહન કરી રહ્યા હતા. તે માટે ગરમીથી મેઘરાજએ ધોધમાર વરસીને લોકોને રાહત આપી દીધી હતી. વરસાદને કારણે અમદાવાદમાં રસ્તા ઉપર પાણીની નદીઓ વહેતી કરી દીધી હતી. તેને કારણે શહેરીજનો ખૂબ જ ટ્રાફિકમાં ફસાયા હતા.

તેમજ રસ્તા ઉપર વૃક્ષો ધરાશાયી થવાને કારણે પણ ઘણી અડચણ ઊભી થઈ હતી. સૌરાષ્ટ્રમાં રાજકોટ, ભાવનગર અને જુનાગઢ જેવા વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ વરસી રહ્યો હતો. રાજકોટમાં ગોંડલમાં ધોધમાર વરસાદ વરસી પડયો હતો. ઘણા બધા વિસ્તારોમાં સારા વરસાદને કારણે ખેડૂતો ખૂબ જ ખુશ જોવા મળી રહ્યા હતા.

મધ્ય ગુજરાતમાં સાબરકાંઠા, બનાસકાંઠા, છોટાઉદેપુર, મહેસાણા, ભરૂચ, નર્મદા અને વડોદરામાં વાદળછાયા વાતાવરણને લઈને હવામાનશાસ્ત્રીઓએ જણાવ્યું છે કે, આ વિસ્તારોમાં છૂટોછવાયો ખૂબ જ સારો વરસાદ રહેશે. રાજ્યમાં ત્રણ સિસ્ટમની અસર દેખાઈ રહી છે. તે માટે દરેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ કડાકા-ભડાકા સાથે પડશે.

તે માટે દરિયાકિનારાના વિસ્તારોમાં એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે. દરિયામા તોફાની વાવાઝોડું આવવાની આશંકાઓ દેખાઈ રહી છે. દરિયામાં ખુબ જ ઉંચા મોજા ઉછળશે. ભારે પવનને કારણે દરિયો તોફાની બનશે તે માટે દરિયાના માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના આપી દેવામાં આવી છે.

ઘણા બધા વિસ્તારોમાં છૂટાછવાયા વરસાદને કારણે ચોમાસું એકંદરે સારું એવું રહ્યું છ અને હજુ હવામાન વિભાગની આગાહી પ્રમાણે આગામી પાંચ દિવસમાં ધોધમાર વરસાદની આગાહી કરી છે. ઘણા વિસ્તારોમાં સારા વરસાદને કારણે લોકોમાં ખુશીની લાગણીઓ જોવા મળી છે.

લેખન સંપાદન : Infogujarat Team : નોંધ:- અમે આ લેખ માત્ર જાણકરી પુરતો આપ સુધી પોહચડીએ છીએ.ભારતીય સંસ્કૃતિના કોઈ પણ ધર્મ કે સમુદાયની લાગણીને ઠેસ પહોચાડવાનો કે અંધશ્રદ્ધા ફેલાવવાનો કોઈ હેતુ નથી..”જય હિન્દ…જય જય ગરવી ગુજરાત”જો અમારા આ લેખો ગમ્યા હોય તો લાઈક, શેર અને કમેન્ટ જરૂર કરજો!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here