આગામી 5 દિવસમાં 4 થી 5 ઇંચ ધોધમાર વરસાદની આગાહી, આ વિસ્તારોમાં આભ ફાટી પડશે..!!

0
126

હવે તો દરેક જિલ્લાઓમાં સારા વરસાદને કારણે લોકોમાં ખુશીની લાગણીઓ જોવા મળી રહી છે. દરેક વિસ્તારોમાં વરસાદનું ખૂબ જ સારું આગમન થઈ ગયું છે. જુલાઈ મહિનાની શરૂઆતમાં જ ઘણા બધા વિસ્તારોમાં ખૂબ જ સારો વરસાદ વરસી રહ્યો છે. હાલમાં આગામી 7 થી 10 જુલાઈ સુધીમાં હળવાથી ભારે વરસાદની આગાહી રહી છે.

આગામી 5 દિવસમાં ચોમાસાની મોસમનો 20 ટકા વરસાદ દરેક જિલ્લાઓમાં વરસવાની શક્યતા રહી છે. ઉત્તર ઓડિશાના લો-પ્રેશરની સિસ્ટમ સક્રિય થતા મધ્યપ્રદેશ, રાજસ્થાન સુધી આ લો-પ્રેશરની સિસ્ટમ પસાર થતી ગુજરાત તરફ આવવાની આશંકાઓ દેખાઈ રહી છે તે માટે આગામી 10 જુલાઈ પછી 5 દિવસમાં ખૂબ જ સારા વરસાદના એંધાણ દેખાઈ રહ્યા છે.

આ લો-પ્રેશર સિસ્ટમ સક્રિય થતા મોન્સૂન ટ્રફ રચાઈ ગયો છે. ગુજરાતમાં હળવાથી ભારે વરસાદ પડવાને કારણે છેલ્લા 24 કલાકમાંથી ભારે વરસાદ આણંદ, નડિયાદ અને આકલાવ તાલુકામાં 5 ઇંચથી વધુ વરસાદ વરસી જશે. ઘણા બધા તાલુકાઓમાં 4 થી 5 ઇંચ વરસાદ થશે. 4 થી 5 ઇંચ વરસાદ થતા ખેડૂતોમાં ખૂબ જ ખુશીની લાગણીઓ જોવા મળી રહેશે.

કારણ કે ખેડૂતોને પોતાની વાવણી માટે પૂરતો વરસાદ મળી રહેશે. ભારે વરસાદ 7 થી 10મી જુલાઈ સુધી મધ્ય હળવો વરસાદ રહેશે પરંતુ આગામી 5 દિવસમાં 20 ટકા વરસાદ એકસાથે વરસતા ગુજરાતમાં ઘણા બધા શહેરોમાં NDRFની ટીમોને મોકલી દેવામાં આવી છે. કારણ કે અચાનક પુર અને ભૂસંકલન જેવી પરિસ્થિતિઓ સર્જાય છે.

લોકોને આફતનો સામનો કરવો પડે નહીં તે માટે એનડીઆરએફની ટીમોની સહાયતા માટે અગાઉ જ મોકલી દેવામાં આવેલી છે. આણંદ, ખેડા જિલ્લામાં અત્યાર સુધીમાં 5,000 થી વધુ હેક્ટરમાં વાવેતર થઈ ગયું છે. આ વિસ્તારોમાં ડાંગર અને વાવેતર થતું હોવાથી સારા વરસાદને કારણે ડાંગરની પાકની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે.

તેમ જ સૌરાષ્ટ્રના ગીર સોમનાથ અને જૂનાગઢ જિલ્લામાં ધોધમાર વરસાદને કારણે ખેડૂતોના ખેતરમાં નદીઓ જેવો માહોલ જોવા મળી રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં સૌરાષ્ટ્રના દરિયા કિનારામાં ભારે તોફાનને કારણે સુત્રાપાડા અને કોડીનારમાં આ ફાટ્યું હોય તેટલો વરસાદ વરસી ગયો હતો. 6 ઇંચ એકસાથે વરસાદ ખાબકતા ખેતર અને લોકોના ઘરમાં પાણી ઘસી ગયા છે.

દક્ષિણ ગુજરાત દરિયા કિનારે આગામી લો પ્રેસરની સિસ્ટમને કારણે પણ ખૂબ જ ભારે તોફાન રહેવાની શક્યતાઓ દેખાઈ રહી છે. આગામી પાંચ દિવસ માછીમારોને પણ દરિયો ન ખેડવાની ચેતવણીઓ આપી દેવામાં આવી છે. રાજ્યમાં સારા ચોમાસાની કારણે લોકોમાં ખુશી જોવા મળી રહી છે.

પરંતુ સાથે સાથે લોકોને આપે તો પણ સહન કરવી પડે છે રાજ્યમાં દરેક વિસ્તારોમાં રસ્તાઓ અને ગ્રામ્ય વિસ્તારોમાં ગામોમાં નદી જેવો માહોલ જોવા મળી રહ્યો છે. કચ્છ અને ઉત્તર ગુજરાતમાં પણ સારો વરસાદ વરસી રહ્યો છે. આમ, રાજયના દરેક જિલ્લાઓમાં ખૂબ વધારો વરસાદ વરસી રહ્યો છે.

લેખન સંપાદન : Infogujarat Team : નોંધ:- અમે આ લેખ માત્ર જાણકરી પુરતો આપ સુધી પોહચડીએ છીએ.ભારતીય સંસ્કૃતિના કોઈ પણ ધર્મ કે સમુદાયની લાગણીને ઠેસ પહોચાડવાનો કે અંધશ્રદ્ધા ફેલાવવાનો કોઈ હેતુ નથી..”જય હિન્દ…જય જય ગરવી ગુજરાત”જો અમારા આ લેખો ગમ્યા હોય તો લાઈક, શેર અને કમેન્ટ જરૂર કરજો!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here