રાતરાણીનો છોડ કે જેને Night Jasmine,પારિજાત અને હરસિંગારના નામથી પણ ઓળખવામાં આવે છે. આ છોડ માત્ર જોવામાં જ સુંદર નથી પરંતુ તેનાથી તમારા સ્વાસ્થ્યને પણ અનેક ફાયદા થાય છે. રાતરાણીના છોડમાં એન્ટીઓક્સિડેંટ, એન્ટી ઇંફ્લામેટ્રી અને એન્ટી બેક્ટેરિયલ ગુણ હોય છે.
સાઇટિકાની સમસ્યામાં ખાસ ઉપયોગી : સૌ પહેલાં ત્રણથી ચાર હરસિંગારના છોડના પત્તા લો અને પછી તેને પાણીમાં ઉકાળો. હવે આ પાણીને નીકાળી લો અને તેને ખાલી પેટે દિવસમાં બે વખત સેવન કરતા રહો. જેનાથી તમને સાઇટિકાથી ઘણી રાહત મળશે.
આર્થરાઇટિસ : હરસિંગારના છોડના પત્તા, ફૂલો અને તેની છાલને 200 ML પાણીમાં ઉકાળો. તેને ત્યાં સુધી ઉકાળો કે જ્યાં સુધી તે એક ચોથાઇ એટલે કે, 50 ML સુધી ન થઇ જાય. તેને ગરમ ગરમ પીઓ. હરસિંગારના છોડના પત્તાઓને પાણીમાં ઉકાળો અને દિવસમાં એક વાર આને પીઓ. તેનાથી કોઇ પણ રીતના દુ:ખાવા તેમજ સોજામાં પણ રાહત મળશે.
શરદી, ઉધરસ અને સાઇનસ માટે તેને ચા તરીકે પીવો : આ ઉપરાંત સંધિવાના દુખાવાથી છુટકારો મેળવવા માટે તમે પારિજાતના પાંદડા, છાલ અને ફૂલોનો ઉકાળો બનાવી શકો છો. શરદી, ઉધરસ અને સાઇનસ માટે તેને ચા તરીકે પીવો. એક ગ્લાસ પાણીમાં 2-3 પાંદડા અને 4-5 ફૂલ ઉકાળો, તેમાં 2-3 તુલસીના પાન નાખીને ચાની જેમ પીવો.
તાવમાં પણ મળશે રાહત : તાવમાં પણ તમે 3 ગ્રામ છાલ અને 2 ગ્રામ પાન સાથે તુલસીના 2-3 પાન પાણીમાં ઉકાળીને દિવસમાં તેને બે વખત દિવસમાં પીવો. ઉકાળો બનાવવા માટે તમે તેના પાંદડાને પાણીમાં ઉકાળો અને પછી પીવો.
લેખન સંપાદન : Infogujarat Team : નોંધ:- અમે આ લેખ માત્ર જાણકરી પુરતો આપ સુધી પોહચડીએ છીએ.ભારતીય સંસ્કૃતિના કોઈ પણ ધર્મ કે સમુદાયની લાગણીને ઠેસ પહોચાડવાનો કે અંધશ્રદ્ધા ફેલાવવાનો કોઈ હેતુ નથી..”જય હિન્દ…જય જય ગરવી ગુ જરાત”જો અમારા આ લેખો ગમ્યા હોય તો લાઈક, શેર અને કમેન્ટ જરૂર કરજો!