આજે જ વાંચો ભગવદ્દગીતાના આ ઉપદેશો વિશે જે તમારા જીવનમાં સફળતા ખેંચીને લાવશે..

0
291

જીવન ના આ કઠીન માર્ગમાં વ્યક્તિ ક્યારેક તો ડગમગી જરૂર જાય છે. મનુષ્ય નું જીવન એટલું સરળ નથી માનવામાં આવતું. મનુષ્ય એમના જીવનમાં ઘણી બધી પરિસ્થિતિઓ માંથી પસાર થાય છે. ક્યારેક વ્યક્તિ નું જીવન સારું પસાર થાય છે તો ક્યારેક જીવન ના માર્ગ માં ખુબ જ બધી પરેશાનીઓ ઉત્પન્ન થવા લાગે છે. એવી સ્થિતિ માં વ્યક્તિ ને કોઈને કોઈ સહારા ની આવશ્યકતા જરૂર હોય છે.

જો આપને શ્રીમદ ભાગવત ગીતા ની વાત કરીએ તો એમાં ભગવાન કૃષ્ણજી એ અર્જુન ને ઉપદેશ આપ્યો હતો, કળિયુગ ના પ્રારંભ થતા પહેલા કુરુક્ષેત્ર ના મેદાન માં ભગવાન કૃષ્ણ જી એ અર્જુન ને જે ઉપદેશ આપ્યો હતો, તે શ્રીમદ્ ભગવદગીતા ના નામ થી પ્રસિદ્ધ છે, શ્રીમદ ભાગવત ગીતા ના ૧૮ અધ્યાય માં થી પહેલા ૬ અધ્યાય માં કર્મ યોગ પછી આગળના ૬ અધ્યાય માં જ્ઞાન અને અંતિમ ૬ અધ્યાય માં ભક્તિ યોગ નો ઉપદેશ આપવામાં આવ્યો છે.

આજે અમે તમને ગીતા માં જણાવવા માં આવેલા એવા અમુક ઉપદેશ વિશે જાણકારી આપવાના છીએ, જે તમને કઠીન સમય માં તમને રસ્તો બતાવશે. આ ઉપદેશને વાંચીને મનુષ્ય ને નવો રસ્તો મળી શકે છે. તો ચાલો જાણી લઈએ ગીતા ના આ ઉપદેશો વિશે.

  • ગીતા માં આ ઉલ્લેખ મળે છે કે વ્યક્તિ એ હંમેશા કર્મ કરતા રહેવું જોઈએ, એમણે એમના દ્વારા કરવામાં આવેલા કર્મો ના ફળની ચિંતા ન કરવી જોઈએ.
  • ગીતા માં આ વાતનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે આત્મા અમર છે. આત્મા ને ન શસ્ત્ર કાપી શકે છે અને ન તો કોઈ સળગાવી શકે છે.
  • ગીતા માં એક ખુબ જ સારી વાત જણાવવા માં આવી છે કે વ્યક્તિ ના કર્મ થી વધીને બીજું કઈ હોતું નથી. જેવું વ્યક્તિ કર્મ કરશે, એની અનુસાર વ્યક્તિ ને ફળ મળશે, એટલા માટે વ્યક્તિ એ હંમેશા એમના જીવન માં સારા કર્મ કરવા જોઈએ.
  • શ્રીમદ ભાગવત ગીતા અનુસાર જયારે મનુષ્ય ની વૃદ્ધિ નો નાશ થાય છે તો તે સ્વયં ને પણ નષ્ટ કરી નાખે છે.
  • ભગવાન શ્રી કૃષ્ણજી એ ગીતા માં ઉપદેશ આપતા કહ્યું છે કે જયારે જયારે અધર્મ વધશે, ત્યારે ત્યારે હું અવતાર લઈશ, ભગવાન કૃષ્ણ જી એ કહ્યું હતું કે ધર્મ ની સ્થાપના માટે હું પ્રત્યેક યુગ માં જન્મ લેતો આવ્યું છુ.
  • જે મનુષ્ય એમની ઇન્દ્રિયો પર સંયમ રાખે છે, તે મનુષ્ય ને શાંતિ ની પ્રાપ્તિ થાય છે.

લેખન સંપાદન : Infogujarat Team : નોંધ:- અમે આ લેખ માત્ર જાણકરી પુરતો આપ સુધી પોહચડીએ છીએ.ભારતીય સંસ્કૃતિના કોઈ પણ ધર્મ કે સમુદાયની લાગણીને ઠેસ પહોચાડવાનો કે અંધશ્રદ્ધા ફેલાવવાનો કોઈ હેતુ નથી..”જય હિન્દ…જય જય ગરવી ગુજરાત”જો અમારા આ લેખો ગમ્યા હોય તો લાઈક, શેર અને કમેન્ટ જરૂર કરજો!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here