ભગવાન શ્રી કૃષ્ણનો ઉપદેશ : ભગવાન શ્રી કૃષ્ણએ ભગવત ગીતા દ્વારા દુનિયાને ઘણા બધા ઉપદેશો આપ્યા છે, ભગવાન શ્રી કૃષ્ણએ અર્જુનને કહ્યું હતું કે ભવિષ્યનું બીજું નામ સંઘર્ષ છે, દિલમાં ઘણી બધી ઈચ્છાઓ હોય અને તે પૂર્ણ ના થાય ત્યારે મનુષ્ય ભવિષ્યની યોજના બનાવે છે જેથી ભવિષ્યમાં ઈચ્છા પુરતી થઇ શકે.
એવી કલ્પનાઓ કરતો રહે છે, પરંતુ જીવન ના તો ભવિષ્યમાં છે કે ના ભૂતકાળમાં. જીવન તો એ છે જે આપણે આ ક્ષણે જીવી રહ્યા છીએ. અને જાણીએ છીએ છતાં આપણે આટલું જ્ઞાન મેળવી નથી શકતા.આપણે ભૂતકાળની વાતોને ઘેરીને બેસી રહીએ છીએ અથવા આપને આવનારા સમયની યોજનાઓ બનાવતા રહીએ છીએ, અને જીવન એમજ પસાર થઇ જાય છે.
એક સત્ય જો આપને જીવનમાં ઉતારી લઈએ કે નાતો આપણે ભવિષ્યને જોઈ શકીએ છીએ કે ના નિર્મિત કરી શકીએ. આપણે ફક્ત ધેર્ય અને સાહસ સાથે ભવિષ્યને આલિંગનઆપી શકીએ છીએ, અને ભવિષ્યનું સ્વાગત કરી શકીએ છીએ.
તેથી જ ભગવાન શ્રી કૃષ્ણ આપણને જણાવ્યું છે કે ભવિષ્યની ચિંતા ના કરવી અને ભૂતકાળને યાદ ના રાખવો વર્તમાનમાં જીવવું અને ખુશ રહેવું કારણ કે ભવિષ્ય માં શું થશે અવની આપણને કોઈને ખબર નથી હોતી, ભવિષ્યકાળ અને ભૂતકાળ આપણા હાથમાં નથી હોતા આપણા હાથમાં હોય છે.
ફક્ત વર્તમાન કાળ અને આપનું ચાલી રહેલું જીવન જેને ખુશહાલ બનાવવા અને ખુશ રહેવા માટે આપને કેવી રીતે જીવવું અને કેવું વર્તન કરવું એ આપણી જીવનશૈલી પર આધાર રાખે છે.
ભગવાન શ્રી કૃષ્ણએ ગીતામાં ઘણા ઉપદેશો આપ્યા છે. જેનું નું પાલન કરવામાં આવે તો જીવનમાં ક્યારેય નિષ્ફળ થવાનો વારો આવતો નથી. તેથી મનુષ્યએ હમેંશા ઉપદેશો અને નૈતિક સિદ્ધાંતોના માર્ગ પર જ ચાલવું જોઈએ. ભગવાન શ્રી કૃષ્ણએ ભગવદગીતામાં કહ્યું છે કે , ભવિષ્યનું બીજું નામ જ સંઘર્ષ છે.