આજે જન્માષ્ટમી ના દિવસે વાંચી લો આ વાત, કરોડો ની કમાણી કરતા થઈ જશો..

0
300

આજના પવિત્ર દિવસે સૌ કોઈ વ્યક્તિઓ ને એવી મનમાં ઇરછા રહેલી જ હોય છે કે હું પણ મારા ધંધા માં કે અન્ય કોઈ કાર્યો માં કય રીતે આગળ વધી શકું ને કય રીતે વધુ ધન કે સંપત્તિ મેળવી શકું આવી એક શુભ ઇરછા અને પ્રાર્થના આજના દિવસે હર-કોઈ વ્યક્તિને થાય જ છે પરંતુ એની માટે થોડી સિદ્ધાંત વાતો અને કર્તવ્યપૂર્ણ કાર્યો કરવા જ રહ્યા.

આજના દિવસે પૂજ્ય જ્ઞાનવત્સલ સ્વામી ની આ ધંધા અને નિષ્ફળતા રૂપે વાતને સમજવાનો પ્રયત્ન કરીશું તમામ અહીં રજૂ કરેલા એક-એક પ્રસંગ જીવનની નવી રાહ ચીંધશે સ્વામી પોતાના પ્રવચન દરમિયાન જણાવે છે કે તમે કદાચ અનીતિ થી થોડું કમાવ છો અને જીવનમાં ખુશ રહો છે એના કરતા તમે ભગવાનને કેમ એક ચાન્સ નથી આપતા ભગવાનને કેમ મજબૂર નથી કરી દેતા.

એક વાત તો માનવી જ રહી તમે વ્યવહાર-ધંધા માં નીતિમત્તા રાખો એટલે હજાર હાથ વાળો મજબુર થાય જ તમને આપવા માટે અને આ સિદ્ધાંત પર ચાલશો તો કોઈ દિવસ જીવનમાં નિરાશા હતાશા ટેન્શન સ્ટ્રેસ ડિપ્રેશન અને આપ -ઘાત જેવા સંકલ્પ પણ નહીં થાય તમે કદાચ કોઈ બે-હાથ વાળા માણસ ને છેતરી ને જરાક મન મેલું કરી તેની પાસેથી 500 રૂપિયા લેવાની વૃત્તિ રાખો છો,

એની કરતા એવો વિચાર કેમ નથી કરતા કે નીતિમત્તા રાખી ને હજાર હાથવાળા ઈશ્વર ને મજબુર કરી દવ અને એકવાર જો ભગવાનને એમ થઈ ગયું ને કે આ નીતિમત્તા થી કામ કરે છે મેહનત કરે છે મારે આને આપવું છે જો સ્વંય ઈશ્વર એ નક્કી કરી લીધું ને આપવાનું તો પછી તમે લેતા થાકી જશો અને કમાણી સામે થી જ તમારા ચરણે આવશે.

અને જીવનમાં ક્યારેય પણ ધંધામાં ડિપ્રેશન સ્ટ્રેસ કે કોઈ ખોટું પગલું ના ભરવું હોય તો આ સિદ્ધાંત વાત હંમેશા યાદ રાખજો કે બે હાથવાળા માણસને છેતરવાનો પ્રયત્ન ન કરવો હજાર હાથવાળા ને મજબુર કરી દેવાનો પ્રયત્ન કરવો એટલે એ આપશે જ ભગવાન તો આપવા જ બેઠા છે રોજ શોધમાં જ હોય છે કે કયો માણસ નીતિમત્તા થી પોતાનું કામ કરે છે લે એને આપું પણ પણ સાંજ પડે ભાગ્યે જ કોઈ મળે છે.

બીજી એક વાત ધંધો અને નિષ્ફળતા બંને પાસા હાથ માં હાથ લઈ ને ચાલે છે કોક વખત નિષ્ફ્ળતા પણ હાથ દબાવશે જ આપણ ને મનમાં હમેંશા રહ્યા કરતું હોય કે મારા ઘરમાં બધાની તબિયત સારી રેવી જોઈએ મારા દુકાન કે ધંધો સરસ જ ચાલવો જોઈએ હું જ્યાં જ્યાં હાથ નાખું ત્યાં સફળતા જ મળવી જોઈએ બસ મારુ બધું જ સારું થાય પણ આવું તો સમગ્ર પૃથ્વી પર કોઈ લખી ને નથી આપતું.

ભગવાને તમામ ને પોતાના કર્મો ને આધારે દરેક વ્યક્તિ ને સુખ અને દુઃખ તો આપ્યા જ છે એટલે દુઃખો તો આવશે જ એટલે આ વાત જાણવી જ રહી કે જીવનમાં એકવાર મિનિમમ અને કદાચ બે ત્રણ વાર પણ ધંધામાં નિષ્ફળ થવાની શક્યતા છે આ વાત તો સ્વીકારી ને જ ચાલવી તમે નહીં જ સ્વીકારી શકો પણ રહી એ પણ હકીકત છે કે નહીં સ્વીકારો તો પણ જીવનમાં આ ક્રમ તો છે જ.

આ વાત ને એક પ્રસંગ થકી સમજવાનો પ્રયત્ન કરીયે કે ડોનાલ્ડ ટ્રમ અમેરિકા ના પૂર્વ રાષ્ટ્રપતિ એમને પોતાના પુસ્તકમાં ખુબ સ્પષ્ટ પણે ઉલ્લેખ કરેલો છે 6 વખત પોતના જીવનમાં એ રોડપતિ થયા અને 6 વખત અબજોપતિ પણ થયા તો આપણે એક વાર માં રડવાની જરૂર જ નથી એકવાર કોઈ ધંધા માં નિષ્ફળતા આવી તો એનો સ્વીકાર કરીને આગળ વધવું જ રહ્યું.

હેમંશા થોડી ધીરજ રાખતા શીખવું થોડી સ્વીકાર ની ભાવના રાખવી અને જીવનમાં ઉતાર-ચડાવ તો સાહજિક છે વિચારી વિચારી આગળ વધતું જવાનું જીવનનો ભાગ છે એમ માની આગળ વધતું જવું દુનિયા ના મોટા મોટા લોકો ને પણ એનો સામનો કરવો જ પડ્યો છે રતનટાટા ને પણ દુઃખ આવ્યું છે ને અમેરિકા ના સૌથી સફળ રાષ્ટ્રપતિઓ માં જેમની ગણતરી કરવામાં આવે છે,

એવા અબ્રાહમ લિંકન જીવનમાં કેટલાય ઉતાર-ચડાવ આવ્યા 21 વર્ષની ઉંમરે પેહલી વાર ઇલેક્શન લડ્યા એના પછી તો કેટલાય ઇલેક્શન હાર્યા 26 વર્ષની ઉંમરએ જેની સાથે લગ્ન કરવાના હતા એ એમની પત્નીએ આપ -ધાત કર્યો પાછું 28 વર્ષની ઉંમરે નવો ધંધો ચાલુ કર્યો તો એમ પણ દેવું થઈ ગયું એમ કરતા કરતા તેઓ 16 વખત ચૂંટણીઓ હાર્યા.

પણ જેટલી વાર હાર્યા ને એટલી વાર ડબલ હિંમત થી ઉભા થયા આ વાત શીખી લેવા જેવી છે જેટલા જોરદાર પડીયે ને એની ડબલ તાકાત થી ઉભા થવું એન એ મનુષ્ય નું કર્તવ્ય છે એનાથી આગળ મનુષ્ય નું ગૌરવ છે અંતે તેઓ અમેરિકાના રાષ્ટ્રપતિ બન્યા અને એવા બન્યા કે અત્યારે છે વાઇટહાઉસ છે જ્યાં રાષ્ટ્રપતિ બેસે છે એની પાછળ એક જ ફોટો પ્રેરણારૂપે રાખે એ અબ્રાહમ લિંકન.

લેખન સંપાદન : Infogujarat Team : નોંધ:- અમે આ લેખ માત્ર જાણકરી પુરતો આપ સુધી પોહચડીએ છીએ.ભારતીય સંસ્કૃતિના કોઈ પણ ધર્મ કે સમુદાયની લાગણીને ઠેસ પહોચાડવાનો કે અંધશ્રદ્ધા ફેલાવવાનો કોઈ હેતુ નથી..”જય હિન્દ…જય જય ગરવી ગુજરાત”જો અમારા આ લેખો ગમ્યા હોય તો લાઈક, શેર અને કમેન્ટ જરૂર કરજો!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here