આજ ના દિવસે ગ્રહોના સેનાપતિ મંગળ કરશે મીન રાશિમાં પ્રવેશ, ખાસ આ 5 રાશિઓ એ સાચવવું

0
158

મેષ, વૃષભ, સિંહ, કન્યા અને મીન રાશિના લોકો માટે સમય સારો રહેશે. હવે આ મહિનામાં 5 ગ્રહોની ચાલમાં ફેરફાર થવાથી આ 5 રાશિના લોકોને ધનલાભ, ઉન્નતિ અને બિઝનેસમાં ફાયદો મળી શકે છે. કર્ક, વૃશ્ચિક, મકર અને કુંભ રાશિના લોકો માટે સમય સામાન્ય રહેશે.

મહેનત વધારે થશે અને તેનો ફાયદો મળી શકશે નહીં. તણાવ, નુકસાન અને વિવાદ થવાની સંભાવના છે. સ્વાસ્થ્ય સંબંધિત પરેશાની પણ થઇ શકે છે. મંગળ ગ્રહ આજે રાત્રીના 8 કલાક 13 મિનિટે મીન રાશિમાં પ્રવેશ કરશે. આ રાશિમાં મંગળ 16 ઓગસ્ટની સાંજે 06 કલાક અને 29 મિનિટ સુધી રહેશે.

મંગળનું આ રાશિ પરિવર્તન પાંચ રાશિઓ માટે ભારે રહેશે આથી આ રાશિના જાતકોએ જરા સંભાળીને રહેવુ. આ દરમિયાન મેષ, વૃષભ, મિથુન અને ધન રાશિના જાતકો માટે કષ્ટદાયક રહેશે. આજે ગ્રહોના સેનાપતિ ગણાતા મંગળનું રાશિ પરિવર્તન થઈ રહ્યુ છે. મંગળ મીન રાશિમાં પ્રવેશ કરશે. આજે દિવસે બુધ પણ મિથુન રાશિમાં વક્રી થવાનો છે.

પછી 20 જૂને બુધ અસ્ત પણ થઇ જશે. જૂનના છેલ્લાં સપ્તાહમાં શુક્ર પોતાની જ રાશિમાં માર્ગી થઇ જશે. આ મહિનામાં 29 જૂને બૃહસ્પતિ વક્રી થઇને પોતાની જ રાશિ ધનમાં આવી જશે. ગ્રહોની ચાલ નિરંતર બદલાયા કરે છે અને બદલતી ગ્રહો ની ચાલના કારણે દરેક વ્યક્તિના જીવનમાં ઘણા ઉતાર ચડાવ આવે છે.

જ્યોતિષ શાસ્ત્ર અનુસાર ગ્રહોની સ્થિતિમાં પરિવર્તન થવાથી તેની અસર ૧૨ રાશીઓ પર પડે છે. દરેક લોકોના જીવનમાં ખુશીઓ ની સાથે સાથે ખરાબ સમય પણ આવે છે. એવા કોઈ વ્યક્તિ નથી હોતા જેમનું જીવન એક સામાન પસાર થાય. દરેક લોકોના જીવનમાં સુખ દુખ આવ્યા કરે છે અને એ બધું ગ્રહોની ચાલ પર આધારિત હોય છે.

સિંહ રાશિ : મંગળનું આ રાશિ પરિવર્તન પારિવારિક તકરાર અને માનસિક અશાંતિ વધારી શકે છે. માતા-પિતાના સ્વાસ્થ્યનું ધ્યાન રાખો, પ્રવાસ કાળજીપૂર્વક કરો. મિત્રો અથવા સંબંધીઓ સાથેના સંબંધો બગડે નહીં તે જો જો. વિવાદોથી દૂર રહો. કાર્યક્ષેત્રમાં તકરારથી બચજો.

ધન રાશિ : મંગળનું આ રાશિ પરિવર્તન તમારે તમારા કાર્યક્ષેત્રમાં સમજી વિચારીને પગલું ભરવાની જરૂર રહેશે.જો આપણે કોર્ટના કેસો બહાર હલ કરીએ તો તે સારું રહેશે. કાર્યસ્થળમાં કાવતરાનો પણ ભોગ બનશો. કોર્ટ કચેરીથી દૂર જ રહેજો પૈસાની લેતી દેતી વખતે વધુ સાવચેત રહો, કારણ કે આપેલા નાણાં પરત નહી મળે.આકસ્મિક નાણાંની પ્રાપ્તિનો યોગ બનશે.

મેષ રાશિ : મંગળનું આ રાશિ પરિવર્તન તમારા માટે આવકના સ્ત્રોતમાં વધારો કરશે, ભાઈઓ સાથે મતભેદ થાય. મહેનત વધારે કરાવશે.વૃષભ રાશિમંગળનું આ રાશિ પરિવર્તન તમારા માટે ખૂબ ખર્ચાળ રહેશે. તે તમને ભાગ દોડ કરાવશે. આ સમયગાળા દરમિયાન, કાળજીપૂર્વક મુસાફરી કરવી અને વાહનના અકસ્માતને ટાળવુ.

મિથુન રાશિ : મંગળનું આ રાશિ પરિવર્તન તમારા માટે ખૂબ સારું કહી શકાય નહીં. મંગળનું રાશિ પરિવર્તન મહિલા વર્ગ માટે ખૂબ સારું કહી શકાય નહીં પરંતુ તે પુરુષો માટે ખૂબ ફાયદાકારક રહેશે. રોજગાર તરફના તમામ પ્રયત્નો સાર્થક રહેશે. આરોગ્યની સંભાળ રાખો, વાહન કાળજીપૂર્વક ચલાવો. ઘર અથવા વાહનની ખરીદીનો યોગ.

લેખન સંપાદન : Infogujarat Team : નોંધ:- અમે આ લેખ માત્ર જાણકરી પુરતો આપ સુધી પોહચડીએ છીએ.ભારતીય સંસ્કૃતિના કોઈ પણ ધર્મ કે સમુદાયની લાગણીને ઠેસ પહોચાડવાનો કે અંધશ્રદ્ધા ફેલાવવાનો કોઈ હેતુ નથી..”જય હિન્દ…જય જય ગરવી ગુજરાત”જો અમારા આ લેખો ગમ્યા હોય તો લાઈક, શેર અને કમેન્ટ જરૂર કરજો!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here