આજનુ રાશિફળ (10/02/2022) – માં અંબે કરશે આ રાશિના લોકોનું ભલું, ક્યારેય નહી આવે વિધ્નો..

0
139

મેષ (અ,લ,ઈ) : આ૫નો દિવસ આધ્યાત્મિક દૃષ્ટિએ ઉત્તમ રહેશે. આ૫ને અનોખી અનુભૂતિ કરાવનારો નીવડશે. કોર્ટ-કચેરી તથા દુશ્મનોથી સાવધ રહેવું આજે આ૫ને ગૂઢ અને રહસ્યમય વિદ્યાઓ તેમજ તે પ્રકારની બાબતો ૫ર વિશેષ આકર્ષણ રહે. વૃષભ (બ,વ,ઉ) : આ૫નું ગૃહસ્થજીવન અને દાંપત્યજીવન બંનેમાં સુખ અને આનંદનો અનુભવ થાય. કુટુંબીજનો અને નિકટના મિત્રો સાથે ઉત્તમ ભોજન લેવાનો પ્રસંગ બને. કોઈ સુંદર પ્રસંગ આજે બને.

મિથુન (ક,છ,ઘ) : દિવસ આ૫ના માટે શુભફળદાયક છે. ઘરમાં શાંતિ અને આનંદનું વાતાવરણ આ૫ના મનને પ્રફુલ્લિત રાખશે. આ૫ને કાર્યમાં સફળતા અને યશકીર્તિ મળે તેમજ અટકી ૫ડેલાં કાર્યો પૂરાં થાય. ઈચ્છા ન હોવા છતાં આજે બોસ તરફથી ઠપકો મળવાની શક્યતા.

કર્ક (ડ,હ) : દિવસ શાંત ચિત્ત રાખી ૫સાર કરવાની સલાહ આપે છે. આજે આ૫નું શારીરિક અને માનસિક આરોગ્‍ય સારું ન રહે. મનમાં ચિંતા, ઉદ્વેગ રહે તો શરીરમાં પેટની પીડા હેરાન કરે. કોઈ સુંદર વ્યક્તિ સાથે નાનો-મોટો પ્રવાસ યોજાય. શક્ય છે કે તે ઓફિસ તરફથી પણ હોઈ શકે. સિંહ (મ,ટ) : શારીરિક, માનસિક રીતે આ૫ અસ્વસ્થ અને બેચેન રહેશો. કોર્ટ-કચેરીમાં ન ફસાવ તે જોવું. ઘરમાં સ્વજનો સાથે અણબનાવનો પ્રસંગ બનતાં મન ઉદાસ રહે. માતા સાથે મનદુ:ખ થાય અથવા તો તેની તંદુરસ્તીની ચિંતા રહે.

કન્યા (પ,ઠ,ણ) : કોઇ પણ કાર્યમાં અવિચારી ૫ગલું ન લેવું. ભાઇ બહેનો સાથે સુમેળભર્યા સંબંધ રહે. મિત્રો સ્વજનો સાથે મુલાકાત થાય. દરેક કાર્યમાં સફળતા મળે.

તુલા (ર,ત) : બઢતી-બદલીના યોગ છે. જમીન-મકાનના પ્રશ્નો ઉકલે. સંતાનની તબિયત સાચવવી. પત્ની તરફથી અણધાર્યો લાભ મળે. વિરોધી તથા દુશ્મનોથી સાચવવું. આવક કરતા ખર્ચ વધે. વૃશ્ચિક (ન,ય) : માનસિક ટેન્સન રહે. ચિંતાઓ ઉદ્વેગ જણાય. ખોટા નિર્ણય ટાળવા. ધીરજ ન ખોવાય તે જોવું. બપોર પછી કોઈ વિજાતીય તરફથી પ્રેમ પ્રસ્તાવ આવે. સંતાન તરફથી લાભ. વિદ્યાર્થીઓએ અભ્યાસમાં કાળજી રાખ‍વી.

ધન (ભ,ધ,ફ) : દિવસ દરમિયાન કોઈ અજાણી વ્યક્તિ તરફથી આર્થિક લાભ થાય. જમીન-મકાનના કામમાં ફાયદાનો સોદો થાય. સ્થળ પરિવર્તનનો યોગ છે. વેપારી વર્ગે સાવચેતીથી ચાલવું. મકર (ખ,જ) : નોકરિયાતો માટે ઉત્તમ દિવસ. ધંધામાં થોડી ઘણી મુશ્કેલી પડે. વિરોધી તથા હરીફોથી ચેતવું. સ્થળ પરિવર્તનનો યોગ છે. કોઈ નવા કાર્યમાં આગળ વધી શકાય. ગૂંચવાયેલા પ્રશ્નો ઉકલે. નવીન લાભનું આયોજન થાય.

કુંભ (ગ,શ,સ) : માનસિક ટેન્શન જણાય. અકારણ ઉદ્વેગ તથા ચિંતા વધે. જૂની ઉઘરાણી પર ધ્યાન આપવું. ખર્ચ વધે નહીં તેનું ધ્યાન રાખવું. નવા પ્રવાસની તક મળે તે ઝડપવી. વિદ્યાર્થી મિત્રોને આનંદના સમાચાર મળે. મીન (દ,ચ,ઝ,થ) : મનની મુરાદો બહાર પાડે. માનસિક સુખ મળે. ગૂંચવાયેલા પ્રશ્નો ઉકલે. નોકરીયાત વર્ગ માટે બઢતી અથવા બદલીનો યોગ છે. સાંજ પછી રાહત. કોઈના તરફથી પ્રેમ પ્રસ્તાવ આવે. અવિવાહિતોને વિવાહ સંબંધી વાત આગળ વધે.

લેખન સંપાદન : Infogujarat Team : નોંધ:- અમે આ લેખ માત્ર જાણકરી પુરતો આપ સુધી પોહચડીએ છીએ.ભારતીય સંસ્કૃતિના કોઈ પણ ધર્મ કે સમુદાયની લાગણીને ઠેસ પહોચાડવાનો કે અંધશ્રદ્ધા ફેલાવવાનો કોઈ હેતુ નથી..”જય હિન્દ…જય જય ગરવી ગુ જરાત”જો અમારા આ લેખો ગમ્યા હોય તો લાઈક, શેર અને કમેન્ટ જરૂર કરજો! 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here