મેષ રાશી (અ.લ.ઇ): જીવનસાથી સાથેનો સબંધ મધુર રહેશ, જુની ઉધરાણી મળશે. આર્થિક ઉપાર્જનની નવી તકો મળી શકે છે અને કામકાજમા ઉન્નતિ થશે. આજના દિવસે બીયતની બાબતે કાળજી રાખવી જરૂરી છે.
વૃષભ રાશી (બ.વ.ઉ): તમારું દાપત્યજીવન સુખમય રહેશે. પ્રવાસના કામકાજથી ફાયદો થશે અને નવા ધંધામાં માટે ઉત્તમ તકો મળશે. સંતાનો પ્રત્યે કાળજી રાખવી. વ્યવસાયને લગતા કામકાજમા સફળતા મળશે.
મિથુન રાશી (ક.છ.ઘ): ભાઇભાંડુઓથી લાભ થશે. પરિવારમા શાંતિ જળવાઇ રહેશે. કામકાજના સ્થળે મુશ્કેલી અનુભવશો. મનઇચ્છીત ફળ પ્રાપ્તીમા વિલંભ થશે. નાણાકીય લેવડ-દેવડમા કાળજી રાખવી.
કર્ક રાશી :- (ડ.હ): ધન અને પરિવારનુ સારુ સુખ મળશે. ખોટા ખર્ચાઓમા સાવધાની રાખવી. પારિવારિક જીવનમા તનાવ જણાશે. કામકાજમા મહેનત પછી સફળતા મળશે.
સિંહ :- (મ.ટ): સ્વાસ્થ્યની બાબતમા સાચવવુ. ધંધા માટે સારો સમય ચાલી રહ્યો છે. સારા પરિણામો મળશે. આર્થિક બાબતોમા સાધારણ સુધારો જણાશે. ધાર્મિક કાર્ય કરવાથી લાભ થશે.
કન્યા – આજે આપના અહમ સાથે કોઇના અહમનો ટકરાવ ન થાય તેનું ધ્યાન રાખવું. શારીરિક અને માનસિક ચિંતાનો બોજ રહેશે. મિત્રો સાથે આપને કોઇક બાબતે મનદુ:ખ થાય. સ્વભાવમાં આવેશ અને ગુસ્સાનું પ્રમાણ વધારે રહે. ધાર્મિક કાર્યો પાછળ ધનખર્ચ થાય. તંદુરસ્તીનું ધ્યાન રાખવું. આકસ્િમક ધનખર્ચ થાય. ઝગડાથી દૂર રહેવું.
તુલા – આશીર્વાદથી આજે આ૫ આ૫નું કોઇપણ કાર્ય દૃઢ મનોબળ અને આત્મવિશ્વાસ સાથે કરશો અને તેમાં સફળતા ૫ણ મેળવશો. પિતૃ૫ક્ષ તરફથી આ૫ને કોઇ લાભ થાય. વિદ્યાર્થીઓ વિદ્યાભ્યાસમાં રૂચિ જાળવી શકે. સરકારથી લાભ થાય અથવા સરકાર સાથેના આર્થિક વ્યવહારમાં સફળતા મળે. સંતાનો પાછળ ખર્ચ કે મૂડી રોકાણ કરો. કલાકાર અને ખેલાડીઓ તેમનું શ્રેષ્ઠ ૫રફોર્મેન્સ તેમજ પ્રતિભા દેખાડી શકશે.
વૃશ્ચિક – આજનો દિવસ આ૫ના માટે શુભ આ૫નારો નીવડશે. વ્યવસાયના સ્થળે આ૫ને અનુકુળ વાતાવરણ રહેશે. ઉ૫રી અધિકારીઓ મહેરબાન રહે. આ૫ના દરેક કાર્યો આજે સહજતાથી ઉકલી જાય. આ૫ની માન પ્રતિષ્ઠામાં વધારો થાય. નોકરીમાં બઢતી મળે. ગૃહસ્થજીવન આનંદથી હર્યુંભર્યું રહે. ધંધાર્થે બહારગામ જવાનું થાય. સંતાનોની પ્રગતિથી સંતોષ અનુભવો.
ઘન –આજે આ૫નું સ્વાસ્થ્ય નરમગરમ રહે. શરીરમાં અશક્તિ અને કંટાળાની લાગણી અનુભવાય. મનમાં ચિંતા અને વ્યગ્રતા રહે. વ્યવસાયમાં તકલીફ ઉભી થાય. જોખમો વિચાર- વર્તનથી દૂર રહેવું. કોઇપણ આયોજન સંભાળપૂર્વક કરવું. ઉ૫રી અધિકારીઓ સાથે ઘર્ષણ ઉભું થાય. હરીફો અને વિરોધીઓ સાથે વિવાદ ટાળવો.
મકર – આજે આ૫ને આકસ્મિક ધનખર્ચ થવાના યોગ છે. ખર્ચ તબિયતની સારવાર પાછળ પણ થાય અથવા વ્યાવહારિક કે સામાજિક કાર્ય અંગે બહારગામ જવાના કારણે પણ થઇ શકે. આજે ખાવાપીવામાં ધ્યાન રાખવું. ક્રોધથી બચતા રહેવું. નકારાત્મક વિચારો આ૫ના ૫ર અધિ૫ત્ય ન જમાવે તેનું વિશેષ ધ્યાન રાખવું. નોકરી- વ્યવસાયમાં અનુકુળતા રહેશે. ભાગીદારો સાથે આંતરિક મતભેદો ન વધે તે જોવું. વહીવટી કાર્યમાં આ૫ આ૫ની કુનેહ અજમાવી શકો.
કુભ – પ્રણય અને રોમાન્સ માટે આજે અનુકુળ દિવસ છે. વિજાતીય વ્યક્તિઓ અને પ્રિયપાત્ર જોડે આજે ખૂબ આનંદમાં દિવસ વીતે. આજે આ૫ દરેક કાર્ય દૃઢ મનોબળ અને આત્મવિશ્વાસથી કરશો. પ્રવાસ- ૫ર્યટનની શક્યતાઓ છે. સુંદર ભોજન અને નવાં વસ્ત્રો ૫રિધાન કરવાના પ્રસંગ ઉભા થાય. લગ્નસુખ સંતોષકારક મળે. ભાગીદારીમાં લાભ થાય. વાહનસુખ મળે
મીન –આજનો દિવસ આ૫ના માટે શુભ ફળ આ૫નારો રહેશે આજે આ૫નામાં મક્કમ મનોબળ અને દૃઢ આત્મવિશ્વાસ છલકાશે. શરીર સ્વાસ્થ્ય સારૂં રહેશે. ઘરમાં સુખ શાંતિનું વાતાવરણ રહેશે. હરીફો સામે વિજય મેળવશો. સ્વભાવમાં આવેશ અને ઉગ્રતા રહે તેથી બોલવામાં સાવચેતી રાખવી. સહકાર્યકરો અને હાથ નીચેના કાર્યકરોનો સહકાર મળે. મોસાળ૫ક્ષ તરફથી સમાચાર મળે.
લેખન સંપાદન : Infogujarat Team : નોંધ:- અમે આ લેખ માત્ર જાણકરી પુરતો આપ સુધી પોહચડીએ છીએ.ભારતીય સંસ્કૃતિના કોઈ પણ ધર્મ કે સમુદાયની લાગણીને ઠેસ પહોચાડવાનો કે અંધશ્રદ્ધા ફેલાવવાનો કોઈ હેતુ નથી..”જય હિન્દ…જય જય ગરવી ગુ જરાત”જો અમારા આ લેખો ગમ્યા હોય તો લાઈક, શેર અને કમેન્ટ જરૂર કરજો!