મેષ : મનમાં ઉત્સાહપૂર્ણ વિચારોને કારણે સમય સુખદ પસાર થશે. જવાબદારીનાં કાર્ય સફળતાપૂર્વક પૂર્ણ થવાનો યોગ રહેશે. મિત્રોનો સહયોગ અને આશ્ચાસન મળશે. સ્વયંની આર્થિક સ્થિતિમાં બચત અને સારા વિનિયોજનની તક આવશે. કાર્ય યોજના પર અમલ કરવો જરૂરી છે.
વૃષભ : યાત્રા અને મનોવિનોદમાં સમય પસર થશે. સહયોગ અને સારા સંબંધોને કારણે લાભને ઉન્નતિનો માર્ગ મોકળો થશે. પ્રસન્નતાનું વાતાવરણ રહેશે. સંગીતનાં ક્ષેત્રમાં રુચિ વધશે. વેપાર-ધંધો સારો ચાલશે. વિશેષ કાર્ય માટે કરવામાં આવેલી દોડધામ લાભદાયી તથા સાર્થક સિદ્ધ થશે.
મિથુન : સંતાન તરફથી સુખદ સમાચાર મળશે. ગ્રાહકોથી મધુર સંબંધ બનશે. સુખ-સમૃદ્ધિ વધવાથી અનેક અટકેલા કાર્ય સમય પર પૂર્ણ થઈ શકશે. નવા સંબંધ બનશે. સત્સંગ થશે. માનસિક શાંતિ જાળવી રાખવી. ઘરમાં મહેમાન આવશે. વ્યાપાર-વ્યવસાય મધ્યમ રહેશે.
કર્ક : યાત્રા થઈ શકે છે. ગુસ્સા અને આવેશ પર સંયમ રાખવો. સગા-સંબંધીઓથી મુલાકાત થશે. દામ્પત્ય સુખમાં કમી આવશે. નવા સંબંધ બની શકશે. સામાજિક ક્ષેત્રોથી લાભ મળી શકશે. ગૂઢ કાર્યોમાં સફળતા પ્રાપ્તિનો યોગ છે. સામાજિક ક્ષેત્રોમાં ધાર્મિક કાર્યો વગેરેનો યોગ છે.
સિંહ : સામાજિક ક્ષેત્રોમાં સફળતાનો યોગ છે. ભવન નિર્માણ સંબંધી કાર્યો થશે. ખર્ચ, પ્રવાસ વગેરેના યોગ છે. નવા સંબંધ બની શકે છે. સામાજિક ક્ષેત્રમાં પ્રતિષ્ઠા વૃદ્ધિનો યોગ. આર્થિક સ્ત્રોતોમાં વૃદ્ધિના કાર્ય થશે. રોગ નિવારણાર્થ કાર્યો માટે યાત્રાનો યોગ.
કન્યા (પ,ઠ,ણ) : તબિયત સાચવવી, માનસિક તાણ વધે. ટેન્શન મગજ ઉપર ચડવા દેવું નહીં. ઉપરી અધિકારી સાથેના સંબંધ સુધરે તેવી શક્યતા. અટકેલા લાભ પરત મળે. સાંજ પછી આનંદના સમાચાર મળે. આવક વૈદ્ય પણ સામે ખર્ચ પણ થાય. કોઈ શુભ પ્રસંગનું આયોજન થાય. કુટુંબના િવાહના પ્રશ્ન હોય તો ઉકલે.
તુલા (ર,ત) : અકારણ ગુસ્સો આવે. અને અશાંતિ અનુભવો. આખો દીવસ અથડાવા, કુટાવાનું થાય. ધારેલાં કામ ન થતાં હતાશા વ્યાપે. તબિયત બગડવાના ચાન્સ રહે. સાંજ પછી થોડું મન બળવું થાય. વૃશ્ચિક (ન,ય) : કોઈ નવી તક ઉભી થાય. બગડેલાં કામ સુધરે. નોકરીમાં બઢતી મળે તેવી શક્યતા. હાલના બેજાર જીવનમાં કોઈ સુંદરીનો સાથ પ્રાપ્ત થાય. કોઈના તરફથી પ્રેમ પ્રસ્તાવ, આવે. સ્ત્રી વર્ગને શાંતિ. વિદ્યાર્થીઓએ સાચવીને, શાંતિથી અભ્યાસ કરવો.
ધન (ભ,ધ,ફ) : સાવધાન રહેવું. કોઈ તરફથી અકસ્માત થવાની શક્યતા. દિવસ બેકાર અને બોજલ લાગે. કોઈની રાહ જોતા હો તો તેના તરફથી દગો મળે. વિદ્યાર્થી મિત્રો માટે સારો દિવસ છે. મકર (ખ,જ) : આપનો આ દિવસ નાના, મોટા પ્રવાસથી ભરચક રહેશે. કોઈ મનગમતી વ્યક્તિ સાથે સફર થાય. પત્ની, બાળકો સાથે આનંદ મળે તેવું આયોજન થાય. અકસ્માતથી સાચવવું. અવિવાહિતના વિવાહ થવાની શક્યતા.
કુંભ (ગ,શ,સ) : બપોરે પછી તબિયત, બગડવાની શક્યતા. શરદી-ખાંસીની બિમારી આજે સતાવી શકે છે. સ્નાયુની બિમારીથી વિશેષ સાવદાની રાખવી. નેત્રપીડા પણ સતાવે… કુલ મળી આજે આરોગ્યની વિશેષ દરકાર કરજો. મીન (દ,ચ,ઝ,થ) : ઉત્તમ દિવસ. ન ધારેલાં કામ પૂર્ણ થાય કોઈ નવી તક ઊભી થાય. દિવસ દરમિયાન સારા વિચાર આવે. સારાં કામ થાય. કોઈ શુભ પ્રસંગ બને. કોઈ સુંદર સ્ત્રી મિત્ર પ્રાપ્ત થાય. જીવનના દ્વારે નવી તક આવે તે વધાવી લેવી.
લેખન સંપાદન : Infogujarat Team : નોંધ:- અમે આ લેખ માત્ર જાણકરી પુરતો આપ સુધી પોહચડીએ છીએ.ભારતીય સંસ્કૃતિના કોઈ પણ ધર્મ કે સમુદાયની લાગણીને ઠેસ પહોચાડવાનો કે અંધશ્રદ્ધા ફેલાવવાનો કોઈ હેતુ નથી..”જય હિન્દ…જય જય ગરવી ગુ જરાત”જો અમારા આ લેખો ગમ્યા હોય તો લાઈક, શેર અને કમેન્ટ જરૂર કરજો!