મેષ – સારા લોકોથી મુલાકાત થઈ શકે છે, જે તમારા હિતચિંતક રહેશે. વિચારોમાં સકારાત્મકતા અને આશાજનક પ્રવૃત્તિ રાખવી. કાર્યની ગતિ વધશે. રાશી ફલાદેશ આરોગ્ય અનુકૂળ રહેશે. કુટુંબના સદસ્યો તરફ ખાસ ધ્યાન આપવું. પ્રબળ આત્મવિશ્ચાસ તથા દૃઢ નિશ્ચયથી જટિલ કાર્યનો પણ ઉકેલ થશે.
વૃષભ- સ્ફૂર્તિલો પ્રસન્નતાભર્યો દિવસ રહે. આરોગ્ય સારું રહેતાં સુખ અને આનંદની અનુભૂતિ થાય. સગાંવહાલા કે મિત્રો તરફથી ઉ૫હાર મળે. પ્રવાસ અને સ્વાદિષ્ટ ભોજન આપના દિવસને આહલાદક બનાવશે. આર્થિકલાભની શક્યતા છે. લગ્નજીવનનું શ્રેષ્ઠ સુખ માણી શકશો એમ ગણેશજી કહે છે.
મિથુન- આજે સંયમશીલ અને વિચારપૂર્ણ વર્તન આપને ઘણા બધા અનિષ્ટોમાંથી ઉગારી લેશે. આપના વાણી વર્તનથી ગેરસમજ ઉભી થાય. શારીરિક કષ્ટ, મનને પણ અસ્વસ્થ બનાવશે. કુટુંબમાં કલેશનું વાતાવરણ રહે. આંખમાં પીડા થાય. ખર્ચનું પ્રમાણ વધારે રહે. આધ્યાત્મિક વલણ માનસિક શાંતિ આપી શકશે.
કર્ક- આકસ્મિક ધનપ્રાપ્તિ અને બહુવિધ લાભ આપના આજનો દિવસ મિત્રો, સગાંસ્નેહીઓ તથા પ્રીયજનની સંગે ખૂબ રોમાંચક અને આનંદપ્રદ બની રહેશે. એમ ગણેશજી કહે છે. આવકમાં વૃદ્ઘિ થાય. વેપારીઓને નફાકારક સોદા થાય. પુત્ર અને ૫ત્નીથી લાભ થાય. પ્રવાસ ૫ર્યટન તેમજ લગ્નોત્સુક પાત્રો માટે લગ્નના યોગ છે. ઉત્તમ ભોજન અને સ્ત્રી સુખ મળે.
કન્યા : વ્યાપારમાં ગહન શોધ સંબંધી કાર્ય થશે. કલાત્મક ક્ષેત્રમાં શોધપૂર્ણ કાર્યોનો યોગ. ધાર્મિક ક્ષેત્રે આસ્થા વધશે. ભૂમિ રક્ષા પ્રતિરક્ષા સંબંધી વિવાદિત પ્રકરણોમાં ચિંતનનો યોગ ઉદર વિકારનો યોગ. પદોન્નતિ, ભૂમિ સંબંધી લાભ પ્રાપ્તિનો વિશેષ યોગ.
તુલા : યાત્રા અને મનોવિનોદમાં સમય પસર થશે. સહયોગ અને સારા સંબંધોને કારણે લાભને ઉન્નતિનો માર્ગ મોકળો થશે. પ્રસન્નતાનું વાતાવરણ રહેશે. સંગીતનાં ક્ષેત્રમાં રુચિ વધશે. વેપાર-ધંધો સારો ચાલશે. વિશેષ કાર્ય માટે કરવામાં આવેલી દોડધામ લાભદાયી તથા સાર્થક સિદ્ધ થશે.
વૃશ્ચિક : કર્મક્ષેત્રમાં શોધપૂર્ણ કાર્ય સફળતા પ્રદાન કરશે, ધર્મ આધ્યાત્મ સંબંધી વિશિષ્ટ સંશોધન કાર્ય પૂર્ણ થશે. યાત્રાનો યોગ. સુખ-સુવિધા, પદ-પ્રતિષ્ઠા સંબંધી વિશેષ યોગ. વાહન સુખનો ઉત્તમ યોગ. કર્મક્ષેત્રમાં વિશેષ કલાત્મક કાર્યોનો યોગ. વિશેષ ખર્ચનો યોગ.
ધન : સંતાન તરફથી સુખદ સમાચાર મળશે. ગ્રાહકોથી મધુર સંબંધ બનશે. સુખ-સમૃદ્ધિ વધવાથી અનેક અટકેલા કાર્ય સમય પર પૂર્ણ થઈ શકશે. તમારી વ્યવહાર કુશળતાથી વ્યાપારમાં લાભ મળવાની સંભાવના છે. નવી યોજનાઓ પર કાર્ય આજે થઈ શકશે નહીં. જીવનમાં નિરાશાનો આભાસ થશે.
મકર : આધ્યાત્મિક તેજને કારણે તમારામાં નવી ચેતનાનો સંચાર થશે. નિર્ણય લેવામાં દુવિધા થશે, જેથી કાર્યની ગતિ પ્રભાવિત થશે. મનમાં ઉત્સાહપૂર્ણ વિચારોને કારણે સમય સુખદ પસાર થશે. જવાબદારીનાં કાર્ય સફળતાપૂર્વક પૂર્ણ થવાનો યોગ રહેશે.
કુંભ : નોકરીમાં અધિકારીઓથી વિવાદ થઈ શકે છે. પ્રયત્નોનું ફળ પ્રાપ્ત થશે. સામાજિક ક્ષેત્ર વિકસિત થશે. વ્યવસાયિક યાત્રા લાભપ્રદ રહેશે. માંગલિક કાર્યની રૂપરેખા બનશે. દૈનિક વેપારમાં ભાગીદારી પરિવર્તન સંબંધી કાર્ય થશે. વિવાદમાં ભાગ્યવર્ધક સફળતા પ્રાપ્ત થશે.
મીન : આર્થિક મહત્વનાં વિશેષ કાર્યો પૂર્ણ કરવામાં ભાગ્યવર્ધક સફળતા પ્રાપ્ત થશે. કર્મક્ષેત્રમાં ગહન શોધ સંબંધી વિશેષ યોગ. ધર્મ, ધ્યાન સંબંધિત કાર્યોમાં સમય પસાર થશે. આર્થિક લાભ સંબંધી વિશેષ મહત્વના કાર્યોમાં વિવાદોથી બચવું. નકામા તનાવથી બચવું.
લેખન સંપાદન : Infogujarat Team : નોંધ:- અમે આ લેખ માત્ર જાણકરી પુરતો આપ સુધી પોહચડીએ છીએ.ભારતીય સંસ્કૃતિના કોઈ પણ ધર્મ કે સમુદાયની લાગણીને ઠેસ પહોચાડવાનો કે અંધશ્રદ્ધા ફેલાવવાનો કોઈ હેતુ નથી..”જય હિન્દ…જય જય ગરવી ગુજરાત”જો અમારા આ લેખો ગમ્યા હોય તો લાઈક, શેર અને કમેન્ટ જરૂર કરજો!