આજનુ રાશિફળ (29/11/2021) – શનિ મહારાજના આ ઉપાય દૂર કરી દેશે જીવનની બધી સમસ્યાઓ અને આર્થિક તંગી

0
154

મેષ (અ,લ,ઈ) : આ૫નો દિવસ આધ્યાત્મિક દૃષ્ટિએ ઉત્તમ રહેશે. આ૫ને અનોખી અનુભૂતિ કરાવનારો નીવડશે. કોર્ટ-કચેરી તથા દુશ્મનોથી સાવધ રહેવું આજે આ૫ને ગૂઢ અને રહસ્યમય વિદ્યાઓ તેમજ તે પ્રકારની બાબતો ૫ર વિશેષ આકર્ષણ રહે.

વૃષભ (બ,વ,ઉ) : આ૫નું ગૃહસ્થજીવન અને દાંપત્યજીવન બંનેમાં સુખ અને આનંદનો અનુભવ થાય. કુટુંબીજનો અને નિકટના મિત્રો સાથે ઉત્તમ ભોજન લેવાનો પ્રસંગ બને. કોઈ સુંદર પ્રસંગ આજે બને.

મિથુન (ક,છ,ઘ) : દિવસ આ૫ના માટે શુભફળદાયક છે. ઘરમાં શાંતિ અને આનંદનું વાતાવરણ આ૫ના મનને પ્રફુલ્લિત રાખશે. આ૫ને કાર્યમાં સફળતા અને યશકીર્તિ મળે તેમજ અટકી ૫ડેલાં કાર્યો પૂરાં થાય. ઈચ્છા ન હોવા છતાં આજે બોસ તરફથી ઠપકો મળવાની શક્યતા.

કર્ક (ડ,હ) : દિવસ શાંત ચિત્ત રાખી ૫સાર કરવાની સલાહ આપે છે. આજે આ૫નું શારીરિક અને માનસિક આરોગ્‍ય સારું ન રહે. મનમાં ચિંતા, ઉદ્વેગ રહે તો શરીરમાં પેટની પીડા હેરાન કરે. કોઈ સુંદર વ્યક્તિ સાથે નાનો-મોટો પ્રવાસ યોજાય. શક્ય છે કે તે ઓફિસ તરફથી પણ હોઈ શકે.

સિંહ (મ,ટ) : શારીરિક, માનસિક રીતે આ૫ અસ્વસ્થ અને બેચેન રહેશો. કોર્ટ-કચેરીમાં ન ફસાવ તે જોવું. ઘરમાં સ્વજનો સાથે અણબનાવનો પ્રસંગ બનતાં મન ઉદાસ રહે. માતા સાથે મનદુ:ખ થાય અથવા તો તેની તંદુરસ્તીની ચિંતા રહે.

કન્યા (પ,ઠ,ણ) : કોઇ પણ કાર્યમાં અવિચારી ૫ગલું ન લેવું. ભાઇ બહેનો સાથે સુમેળભર્યા સંબંધ રહે. મિત્રો સ્વજનો સાથે મુલાકાત થાય. દરેક કાર્યમાં સફળતા મળે.

તુલા :- (ર.ત): બીજાની વાતોથી ભ્રમીત ના બનશો. તમારા કામમા જ વિશ્વાસ રાખવો. ધંધામા અને પરિવારમા તનાવ રહેશે. રાજકાજમા વિજયી બનશે. જમીન મકાનને લગતા કાર્યોમા લાભ થશે.

વૃશ્ચિક :- (ન.ય): નાના ભાઇઓ, હાથ નિચે કામ કરતા સહયોગીઓથી લાભ થશે. કરેલો પરિશ્રમ ફળદાઇ બનશે. ધંધા વેપારમા આર્થિક લાભ થશે. સામાજીક કાર્યોમા સફળતા મળશે. સંતાનના અભ્યાસમા સુધારો જણાશે.

ધન :- (ભ.ધ.ફ.ઢ): જમીનને લગતા કામથી લાભ થશે. ભાગીદારો અને જીવનસાથીનો સહકાર મળશે. નોકરીની નવી તકો અથવા ઓફર મળે. કારણવગરની માથાકુટ કરવાથી નુકશાન થશે. ભાગ્યોદય માટે ઉત્તમ સમય છે.

મકર :- (ખ.જ): આજે આપના ધીરજની કસોટી થશે. જે કામ કરી શકાય તેવા કામ જ હાથમા લેવા. વ્યવસાયના કામમા ધ્યાન આપી શકશો. નોકરીયાતને ઉત્તમ તક મળે.

કુંભ :- (ગ.શ.સ.ષ): પરિવારમા શુભ સમાચારથી ખુશીઓ વધશે. જીવનસાથીના વિચારો સાથે મૈત્રી કરો. ધંધાકિય કાર્યમાં સફળતા મળશે. ધંધાને લગતા વિષયોમાં સમજી વિચારીને નિર્ણય કરવો. નોકરીયાતને કામમા મહેનત વધશે.

મીન :- (દ.ચ.ઝ.થ): નોકરીયોત ખોટા કારણોમા સંડોવાય નહિ તેનુ ધ્યાન રાખવુ. આર્થિક સ્થિતિ મજબૂત બનશે. વાદ વિવાદથી નુકશાન થશે માટે સાચવવુ. ખોટુ સાહસ અને ઉતાવળ કરવી નહિ આજનો દિવસ ઉતાર ચઢાવવાળો રહેશે.

લેખન સંપાદન : Infogujarat Team : નોંધ:- અમે આ લેખ માત્ર જાણકરી પુરતો આપ સુધી પોહચડીએ છીએ.ભારતીય સંસ્કૃતિના કોઈ પણ ધર્મ કે સમુદાયની લાગણીને ઠેસ પહોચાડવાનો કે અંધશ્રદ્ધા ફેલાવવાનો કોઈ હેતુ નથી..”જય હિન્દ…જય જય ગરવી ગુજરાત”જો અમારા આ લેખો ગમ્યા હોય તો લાઈક, શેર અને કમેન્ટ જરૂર કરજો!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here