સુરત મહાનગરપાલિકામાં પ્રજાલક્ષી કામો કરવા માટે કોર્પોરેશનના અધિકારીઓ કરતા હોય છે અને વહીવટી પ્રક્રિયામાં કામને ફસાવી દેતા હોય છે, જેને કારણે લોકોના કામો લાંબા સમય સુધી ટલ્લે ચઢી જતા હોય છે. આમ આદમી પાર્ટીના કોર્પોરેટર ધર્મેન્દ્ર વાવલીયાએ કાર્યપાલક ઇજનેર અમિત દેસાઈની દાદાગીરી પ્રજા સમક્ષ લાવી દીધી હતી.
રસ્તાના રીપેરીંગમાં અધિકારીઓને રસ નથી : વરાછા ઝોનમાં કાર્યપાલક એન્જિનિયર તરીકે ફરજ બજાવતા અમિત દેસાઈનું વર્તન ગુંડાઓ જેવું માલુમ પડ્યું હતું, જ્યારે આપના કોર્પોરેટર પ્રજાના પ્રશ્નોને લઈને રજૂઆત કરવા ગયા ત્યારે તેમને રીતસરનો ઓફિસમાંથી ભાગવાની ફરજ પડે એ પ્રકારની સ્થિતિ ઊભી કરી દીધી હતી ધર્મેન્દ્ર વાવલીયા દ્વારા તાજેતરમાં જ જે રસ્તાને હેમાલી બોઘાવાલા નામ આપવામાં આવ્યું છે.
તે ક્યારે બનશે તે અંગે રજૂઆત કરવા માટે ગયા હતા. ચાર મહિનાથી આ રોડ અંગે અરજી કરવામાં આવી રહી છે તે પૂર્વે વર્ષોથી સ્થાનિક લોકો દ્વારા પણ આ બાબતે રજૂ કરવામાં આવી હતી પરંતુ તેમના પ્રશ્નનો ઉકેલ આવ્યો ન હતો ચાર મહિના પહેલા આપના કોર્પોરેટર દ્વારા રજૂઆત કરતા તેમણે અરજી કરવા માટે કહેવામાં આવ્યું હતું ત્યારબાદ ફરીથી અધિકારીને મળવા જતા તેમણે આ રસ્તાનું રીપેરીંગ કરવામાં આવશે તેના માટે અરજી કરો એવું કહેતા ફરીથી અરજી કરવામાં આવી હતી .
ત્યારબાદ કામ ન થતા ફરી કોર્પોરેટર દ્વારા રજૂઆત કરવામાં આવી તો કાર્યપાલક ઇજનેર અમિત દેસાઈએ કહ્યું કે આ રિપેર કરી શકાશે નહીં રસ્તા ઉપર માત્ર બે કવર કરવામાં આવશે તપેશ્વર માટે અરજી કરો કોઈ પટેલ દ્વારા ફરી પેચ વર્ક માટે અરજી કરવામાં આવી ત્યારબાદ પણ કામ ન થતાં તેમણે કહ્યું કે આ બાબતે મારે શહેરી વિકાસ અધિકારીને જાણ કરવાની હોય છે ત્યારબાદ આ કામ આગળ ચાલશે.
રાજ્ય સરકાર દ્વારા મંજૂરી મળશે તો જ કામ થશે: અમિત દેસાઈ : અધિકારીઓ પ્રજાને અને નગરસેવકોને કેવી રીતે મૂર્ખ બનાવે છે તે સામે આવી ગયું હતું જ્યારે આપના કોર્પોરેટર શહેરી વિકાસ વિભાગને મળવા ગયા ત્યારે ત્યાંના અધિકારી મનીષ ડોક્ટરે કહ્યું કે, વરાછા ઝોન દ્વારા તમને ખોટી રીતે મારી પાસે મોકલવામાં આવે છે આ બાબતે અભિપ્રાય અગાઉ પણ મોકલી દીધો છે ફરીથી અભિપ્રાય મોકલવાની કોઈ જરૂરિયાત રહેતી નથી છતાં શા માટે તમને અહીં ધક્કા ખવડાવી રહ્યા છે તે મારી સમજની બહાર છે.
મનીષ ડોક્ટરને મળ્યા બાદ આપના કોર્પોરેટર અમિત દેસાઈ પાસે ગયા ત્યારે આખી વાત સામે આવી ગઈ અને પછી અમિત દેસાઈ પોતાનો બચાવ કરતા રાજ્ય સરકાર દ્વારા મંજૂરી મળશે તો જ કામ થશે પ્રકારની ખોટી વાતો કરવાનું શરૂ કરી દીધું હતું મહત્વની બાબત એ છે કે જો રાજ્ય સરકાર દ્વારા કામ કરવામાં આવનાર હોય તો શા માટે વારંવાર અરજીઓ કરાવવામાં આવે તે પણ નગરસેવકને તો સામાન્ય માણસને આ લોકો કેવી રીતે બનાવતા હશે તે સમજી શકાય છે.
કોર્પોરેશનના અધિકારીઓના ખરાબ વર્તન પર સવાલ : આમ આદમી પાર્ટીના કોર્પોરેટર દ્વારા રજૂઆત કરતાં સ્થિતિ ઉગ્ર બની હતી અને અમિત દેસાઈ સહિતના વરાછા ઝોનના અધિકારીઓ આપના કોર્પોરેટરને ઘેરી વળીને ધક્કે ચઢાવી દીધો હતો જે ખરેખર અયોગ્ય બાબત છે.
પ્રજાના પ્રતિનિધિઓ સાથે આ પ્રકારનો વ્યવહાર અધિકારીઓના જ કરી શકે કારણ કે જે પ્રશ્નોની રજૂઆત હતી તે પ્રજાલક્ષી હતી અને અમિત દેસાઈએ ખોટી રીતે કામને ટલ્લે ચડાવીને ખવડાવવાનું કામ કર્યું હતું. કોર્પોરેશનમાં આ રીતે અધિકારીઓનું વર્તન એ આમ આદમી પાર્ટીના નેતાઓને દબાવવા માટે કરતા હોય તેવું લાગી રહ્યું છે.
અધિકારીઓ પ્રજાને હેરાન કરવામાં કોઇ કસર નથી છોડતા : જોકે સમગ્ર ઘટનાક્રમમાં એક વાત સ્પષ્ટ થઇ જાય છે કે જે કામ ન થવાનો હોય તેને માટે પણ અધિકારીઓ રજૂઆત કરનાર આવતી પ્રજાને ખોટી રીતે પ્રક્રિયામાં ગૂંચવી નાખતા હોય છે અને પ્રજા નો સમય વેડફતા હોય છે. આખરે જ્યારે વારંવાર રજૂઆત કર્યા બાદ તેઓ કોઈ એવો પ્રશ્ન મૂકી દે છે.
જેથી સ્પષ્ટ થઇ જાય છે કે આ કામ થઈ શકે એમ નથી. કોર્પોરેશનના અધિકારીઓની નફ્ફટાઈ જગજાહેર છે અને પ્રજાને હેરાન કરવામાં તેઓ કોઇ કસર છોડતા નથી પરંતુ મહત્વની બાબત એ છે કે શાસક પક્ષ દ્વારા આવા અધિકારીઓને નિયંત્રણમાં રાખવા માટે સખ્તાઈપૂર્વક ના પગલા લેવા જરૂરી બની જાય છે.
લેખન સંપાદન : Infogujarat Team : નોંધ:- અમે આ લેખ માત્ર જાણકરી પુરતો આપ સુધી પોહચડીએ છીએ.ભારતીય સંસ્કૃતિના કોઈ પણ ધર્મ કે સમુદાયની લાગણીને ઠેસ પહોચાડવાનો કે અંધશ્રદ્ધા ફેલાવવાનો કોઈ હેતુ નથી..”જય હિન્દ…જય જય ગરવી ગુજરાત”જો અમારા આ લેખો ગમ્યા હોય તો લાઈક, શેર અને કમેન્ટ જરૂર કરજો!