Aap નો ફડફડાટ જોઈને, રૂપાણી સરકારે તાબડતોબ બોલાવી MLAની મોટી બેઠક, આવા મોટા નિર્ણય લેવાની આશંકાઓ..જાણો..!

0
232

ચૂંટણીની તૈયારીઓને ભાગરૂપે મળશે બેઠક : આગામી વિધાનસભાની ચૂંટણીઓને લઈને તમામ પક્ષોએ તૈયારીઓ શરૂ કરી દીધી છે તો તરફ ભારતીય જનતા પાર્ટીએ પણ તાબડતોડ બેઠકોનો દોર શરૂ કરી દીધો છે મહત્વનું છે કે ભાજપ પ્રદેશ પ્રભારી ગુજરાતની મુલાકાતે આવ્યા હતા.

તેમણે ભાજપના સંગઠનના મોટા નેતાઓ સાથે બેઠકો યોજી હતી તે બાદ ગુજરાતના રાજકારણમાં મોટા ફેરફારો થવાની શક્યાતાએ જોર પકડ્યું હતું સંગઠન નેતાઓથી લઈને રાજ્યમાં કેબીનેટ મંત્રીઓમાં પણ ફેરફારો થવાના એંધાણ વર્તાઈ રહ્યા હતા પરતું ત્રણ દિવસ ચાલનારી આ બેઠકમાં બીજા દિવસે દિલ્લીથી તેડું ગયું હતું જેને લઈને અનેક ચર્ચાઓ અને અટકળો વહેતી થઈ હતી.

ગાંધીનગર ખાતે મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં બેઠક : આવતી કાલે ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી વિજય રૂપાણીની અધ્યક્ષતામાં બેઠક મળનારી છે જેમાં ભાજપના ધારાસભ્યો તમામ ધારાસભ્યોને હાજર રહેવાનું ફરમાન કર્યું છે આ બેઠકમાં ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ પણ ઉપસ્થિત રહેવાના છે, 2022ની તૈયારીઓના ભાગ રૂપે આ બેઠક મહત્વનું માનવામાં આવે છે કોરોનાની બીજી લહેરમાં લોકોમા સરકાર પ્રત્યે રોષ જોવા મળ્યો હતો જેને લઈ સરકારની છબી ખરડાઈ હતી.

મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં મળનાર બેઠકમાં સરકારની અને ભાજપની છબી સુધારવા લોકો સામે કેવા મુદ્દાઓ લઈને જઈ શકાય તે વિશેની ચર્ચાઓ કરવામાં આવનાર છે. ધારાસભ્યોને કયા ક્યા મુદ્દાઓ સાથે લોકો સમક્ષ જવું તેમજ સરકારી યોજનાઓનો પ્રસાર પ્રસાર કેવી રીતે કરવો, સરકાર અને સંગઠન મળીને સાથે કામ કરવા સંબધિત વિવિધ મુદ્દાઓની ચર્ચા કરવામાં આવનાર છે.

મુખ્યમંત્રી પત્રકાર પરિષદ સંબોધિત કરશે : બીજી તરફ આજે મુખ્યમંત્રી રૂપાણી ત્રણ વાગ્યે પત્રકાર પરિષદને સંબોધન કરવાના છે જેમાં કોરોના સંભવિત ત્રીજી લહેરને પહોંચી વળવા સરકારે કેવા પ્રકારની તૈયારીઓ કરી છે અને આગામી સમયમાં કેવા પ્રકારનું આયોજન કરવામાં આવનાર છે.

તે મુદ્દે મુખ્યમંત્રી વિજય રૂપાણી જનતા સમક્ષ પત્રકાર પરિષદના માધ્યથી સરકાર આરોગ્યની સુવિધાઓને લઈને મહત્વની જાહેરાત કરી શકે તેવું મનાઈ રહ્યું છે.રાજ્યમાં ઓક્સિનજન, બેડ, વેન્ટિલેટર જેવી સુધાઓ વધારવા મુદ્દે પણ ચર્ચા થઈ શકે છે. ત્રણ વાગ્ય યોજાનાર આ પત્રકાર પરિષદમાં મુખ્યમંત્રી વિજય રૂપાણી, નાયર મુખ્યમંત્રી નીતિન પટેલ તેમજ રાજ્યના મુખ્ય સચિવ અનિલ મુકિમ પણ હાજર રહેશે તેવું મનાઈ રહ્યું છે.

15મી જૂને ભાજપના ધારાસભ્યોને બેઠક મળનાર છે જેમાં સરકારી યોજનાઓનો પ્રસાર પ્રસાર કેવી રીતે કરવો, સરકાર અને સંગઠન મળીને સાથે કામ કરવા સંબધિત વિવિધ મુદ્દાઓની ચર્ચા કરવામાં આવનાર છે

મિશન-2022 અંતર્ગત આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ ગુજરાતની મુલાકાતે ત્યારે ભાજપની ચિંતામાં પણ હવે વધારો થયો છે જેને લઈ ભાજપ પક્ષે પણ બેઠકોનો દોર શરૂ કરી દીધો છે 15મી જૂને ભાજપના ધારાસભ્યોને બેઠક મળનાર છે.

લેખન સંપાદન : Infogujarat Team : નોંધ:- અમે આ લેખ માત્ર જાણકરી પુરતો આપ સુધી પોહચડીએ છીએ.ભારતીય સંસ્કૃતિના કોઈ પણ ધર્મ કે સમુદાયની લાગણીને ઠેસ પહોચાડવાનો કે અંધશ્રદ્ધા ફેલાવવાનો કોઈ હેતુ નથી..”જય હિન્દ…જય જય ગરવી ગુજરાત”જો અમારા આ લેખો ગમ્યા હોય તો લાઈક, શેર અને કમેન્ટ જરૂર કરજો!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here