પ્રસંગ-18 : નાનપણથી જ સ્વામીશ્રીની પ્રકૃતિ શાંત

સન ૧૯૪૭, સ્વામીશ્રી સારંગપુર કોઠારી હતા ત્યારે એકવાર સારંગપુરમાં એક સંતના મહેમાન અમદાવાદથી આવવાના હતા. તે સંદર્ભમાં તેઓ સ્વામીશ્રીને કહી ગયેલા કે “મહેમાન આવવાના છે તો એમને લેવા માટે ગાડું મોકલવાનું છે,
માટે ગાડું તૈયાર કરજો. ગાડામાં પૂળા નાંખજો. સાથે સાથીને તૈયાર રાખજો અને ચાદર પથરાવજો. સ્વામીશ્રીએ તે મુજબ કરવાની બાંહેધરી તે સંતને આપીને આ બાબતે નિશ્ચિંત રહેવા જણાવ્યું. તોયબે-ત્રણ કલાક પછી વળી પાછા તે સંત આવ્યા અને એની એ વાત સ્વામીશ્રીને કરી. સ્વામીશ્રીએ વળી તેઓને ખાતરી આપી.
ત્યાં બીજે દિવસે સવારે વહેલા ઊઠીને તરત તે સંતસ્વામીશ્રી પાસે પહોંચ્યા અને પેલી વાત યાદ કરાવી. સ્વામીશ્રીએ કહ્યું : “મને ખ્યાલ છે.” તોય વળી ફરીથી બે-ત્રણ વખત આવ્યા કે “ગાડું તૈયાર છે કે નહીં એ તમે જોઈ આવો. ગાદલાં નાંખ્યાં છે કે નહીં તે જોઈ આવો.’ ઠેઠ ગાડું તૈયાર થઈને નીકળ્યું નહીં ત્યાં સુધી તેઓ સ્વામીશ્રીને યાદ કરાવતા રહ્યા, પરંતુ સ્વામીશ્રી લેશ અણગમો લાવ્યા સિવાય તેઓને સંતોષતા રહ્યા.
કોઠારીપદે આરૂઢ હોવા છતાં આવી નાની નાનીવિગતોમાં સૌ તેઓને જોડતા, તોય સ્વામીશ્રી સૌને ન્યાય આપતા અને સૌનો ગુણ જ લેતા કે “સૌ ટપલાં મારે તેમાં ઘડાઈ ગયા.” ઉપરોક્ત પ્રસંગના સંદર્ભમાં જ એક વાર સ્વામીશ્રીને એક મુમુક્ષુએ કહેલું કે “આપણે બધું કર્યું હોય તોય વળી પાછા ચકાસણી કરવા જાય. એટલે વધારે ખીજ ચડે.” ત્યારે સ્વામીશ્રીએ જણાવેલું : “ખિજાવાનું નહીં. એમની ચાલ જાણી લીધી કે આ મૂકવાના નથી, પછી આપણે ટેવાઈ જવાનું.” મગજની નસોને લેશ પણ તંગ થવા દીધા સિવાય, સામેની વ્યક્તિને સમજીને તેની સાથે કામ કરવા-લેવાની
આવડતના અધિપતિ હતા સ્વામીશ્રી.
…,67 સ્વામીશ્રી મારિયાસ્ટાર્ડ (સ્વીડન)માં હતા. યુવકોએ પીન્ઝા બનાવ્યા હતા. સ્વામીશ્રી તે જમ્યા નથી તે સૌને ખ્યાલમાં હતું. યુવકોએ સ્વામીશ્રીને હિન્દીમાં ખૂબ આગ્રહ કર્યો: ‘આપને પીન્ઝા નહીં ખાયા.” “ખા લિયા” સ્વામીશ્રીએ પણ યુવકોના હિન્દી વાર્તાલાપને ઝીલી લીધો. “નહિ, બિલકુલ નહીં ખાયા.” કૃષ્ણમૂર્તિએ કહ્યું.
સ્વામીશ્રી કહે, “દેખો, તુમ સબમેં રહકર ખા લિયા!’ એમ કહેતાં જ પોતાના પેટ ઉપરથી ગાતરિયું દૂર કર્યું. કહે, “દેખો, હમારા પેટ દેખો! કિતના ખાયા હૈ !’ યુવકો તો આ નિખાલસતા, આ નિર્દભતા અને આ સરળતા જોતાં આભા બની ગયા. તદ્દન મિત્રવતુ બની વર્તતા આ ગુરુ એક જ પ્રસંગમાં યુવકોના ચિત્તચોર બની જાય તેમાં આશ્ચર્ય પણ શું !
વધુ ધાર્મિક લેખો, લેટેસ્ટ મનોરંજન, News અને Videos માટે પેજ લાઈક કરો
લેખન સંપાદન : Infogujarat Team
તમે આ લેખ Infogujarat.club ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવન માં ઉપયોગી હોઈ તેવી જાણવા જેવી માહિતી ,બોલીવુડની મસાલેદાર ખબરો,ધાર્મિક લેખો , તાજા સમાચારો , સ્વાસ્થ્ય ટીપ્સ , ખેતી , સ્પોર્ટ્સ તથા અન્ય રસપ્રદ માહિતી મેળવવા માટે ગુજરાત નું લોકપ્રિય ફેસબુક પેજ વટ થી ગુજરાતી અને infogujaratofficial લાઈક કરી ને અમારી સાથે જોડાઓ.