ઉનાળાની સીઝન ચાલુ થતાની સાથે જ કેરી બજારમાં ક્યારે આવે તે લોકો રાહ જોઇને બેઠા હોય છે. આજકાલ બજારમાં ખૂબ મોટા પ્રમાણમાં કેરી આવવાની શરૂઆત થઈ ગઈ છે. કેરીના ભાવ પણ ખૂબ જ ઓછા થઈ ગયા છે. તે માટે કેરીના રસિયાઓ ખૂબ જ મોટા પ્રમાણમાં કેવી ખરીદી રહ્યા છે. કેરીના વેપારીઓ કેરીના ભાવોમાં ઘટાડો કરવા લાગ્યા હતા.
કારણ કે ચોમાસાની સિઝન ચાલુ થઈ જવાને કારણે બજારમાં લોકો કેરી કરવાનું બંધ કરી દે છે. તેને કારણે વેપારીઓને કેરીનો જથ્થો પતવા માટે સસ્તા ભાવમાં કેરીઓ વહેંચી દે છે અને હાલમાં ચોમાસાની સિઝન ચાલુ થઈ જવાને કારણે ઘણા બધા લોકો કેરીઓ ખાવાનું બંધ કરી દે છે. જેમાં ઘણા બધા સમાજના લોકો ચુસ્ત ધર્મ અપનાવતા હોય છે.
ચુસ્ત ધર્મના લોકો કેરીઓ ખાવાનું આંદ્ર નક્ષત્ર શરૂ થતાની સાથે જ બંધ કરી દે છે. તેમાં જૈન સમાજના લોકો કેરીનો ત્યાગ કરવા લાગ્યા છે કારણકે આંદ્ર નક્ષત્ર ચાલુ થતાં સૂર્યદેવ આંદ્રમાં પ્રવેશ કરે છે અને તે સમયગાળા દરમિયાન કેરીમાં જીવાત પડી જતી હોય છે. તેને કારણે હિંસા ન કરવામાં જૈન સમાજના લોકો માની રહ્યા છે. તે માટે કેરીનો ત્યાગ કરી દે છે.
ચોમાસુ ચાલુ થતા વરસાદને કારણે કેરીઓમાં સડો જોવા મળી રહે છે. સડાવાળી કેરી લોકો ખરીદવાનું પસંદ કરતા નથી. તેને કારણે વેપારીઓને ખૂબ જ નુકસાન થતું હોય છે. લોકો ગામડાઓમાં કેરીઓ ખાવાનું પણ બંધ કરી દે છે. ચોમાસામાં વરસાદ પડતાની સાથે જ કેરીઓમાં વરસાદના છાંટા પડતા કેરી પલળે પછી કેરીમાં સડો બેસી જાય છે.
કેરી સરખી પાકે તે પહેલા તેમાં જોવા મળે છે. ઘણી બધી જીવ-જંતુ જોવા મળે છે. તેને કારણે લોકો બીમાર પડતા હોય છે. એમપણ ચોમાસાની સિઝન દરમિયાન કમળો, ઝાડા-ઊલટી થતાં રોગો લોકોને જોવા મળે છે. તે માટે ઘણા બધા લોકો આંદ્ર નક્ષત્ર ચાલુ થતાની સાથે જ કેરીનો ત્યાગ કરતા હોય છે. અને ઘણા બધા લોકોનું કહેવું છે કે…
આંદ્ર નક્ષત્ર શરૂ થતાં જ કેરીમાં જીવાત પડતી હોય છે. તેને કારણે ચોમાસાની ઋતુ ચાલુ થતાં જ કેરી છોડી દેવી જોઈએ. અને તે માટે આંદ્ર નક્ષત્ર શરૂ થતું હોવાથી સુરેન્દ્રનગર, થાન, ચોટીલા, લીંબડી, વઢવાણ સહિતના નાના-મોટા ગામડામાં લોકો કેરીનો ત્યાગ કરે છે. કેરી જેવા બીજા રસદાર ફળોમાં પણ ચોમાસાને કારણે જીવત પડતી હોય છે.
આવી જીવાતવાળી વસ્તુઓ ખાઈને સ્વાસ્થ્ય બગાડયું ન જોઈએ. તે માટે લોકો આ નક્ષત્રમાં કેરીનો ત્યાગ કરે છે. કેરીના રસિયાઓ માટે આ ખૂબ જ ખરાબ સમાચાર મળી રહ્યા છે. મોટેભાગે જૈન ધર્મના લોકો વૈજ્ઞાન નિયમો અને આરોગ્ય સાથે કોઈપણ જાનહાની થાય તેવા કાર્યો કરતા નથી. તે માટે ચોમાસામાં નક્ષત્ર બેસતાની સાથે જ કેરીનો ત્યાગ કરે છે.
લેખન સંપાદન : Infogujarat Team : નોંધ:- અમે આ લેખ માત્ર જાણકરી પુરતો આપ સુધી પોહચડીએ છીએ.ભારતીય સંસ્કૃતિના કોઈ પણ ધર્મ કે સમુદાયની લાગણીને ઠેસ પહોચાડવાનો કે અંધશ્રદ્ધા ફેલાવવાનો કોઈ હેતુ નથી..”જય હિન્દ…જય જય ગરવી ગુજરાત”જો અમારા આ લેખો ગમ્યા હોય તો લાઈક, શેર અને કમેન્ટ જરૂર કરજો!