આવા ડોકટર પાસે દવા લેતા પહેલા ચેતજો, નહીતો કરવો પડશે મોતનો સામનો..ખાસ વાંચો..!!

0
157

હાલમાં ઘણી બધી ગેરકાનૂની પ્રવૃત્તિઓ રાજ્યમાં ચાલી રહી છે. લોકો ગેરકાનૂની પ્રવૃત્તિઓ કરીને આજકાલ લાખો રૂપિયા કમાઈ રહ્યા છે. બીજા વ્યક્તિઓ સાથે છેતરપિંડી કરીને પોતાના સ્વાર્થ માટે પૈસા કમાઈ રહ્યા છે. લોકો સાથે આજકાલ છેતરપિંડી થવાને કારણે વ્યક્તિઓને બીજા વ્યક્તિઓ પર વિશ્વાસ કરવો ખૂબ જ અઘરો બની ગયો છે.

હાલના સમયમાં બીજા વ્યક્તિ પર વિશ્વાસ રહ્યો નથી. આવી જ એક લોકોના સ્વાસ્થ્ય સાથે રમત રમતા ડોક્ટરની છેતરપિંડીની ઘટના સામે આવી છે. આ છેતરપિંડીની ઘટના રાજકોટ શહેરમાં બની હતી. રાજકોટ શહેરમાં આજીડેમ ચોકડી પાસે આ ઘટના બની હતી. આજી ડેમ ચોકડી પાસે આવેલી કિસાન ગૌશાળાવાળો રોડ આવેલો છે.

આ રોડ પર આવેલા શ્રીરામ પાર્ક નંબર-3 માં એક પરિવાર રહેતું હતું. આ પરિવાર દેવરામ કૃપા નામના મકાનમાં રહીને એક વ્યક્તિ દવાખાનું ચલાવી રહ્યો હતો. આ યુવકનું નામ શૈલેષભાઈ વસંતભાઈ નિમાવત હતું. શૈલેષભાઈ પોતાના મકાનમાં દવાખાનુ ખોલીને વ્યક્તિઓની સારવાર કરતો હતો. ઘણા સમયથી શૈલેષભાઈ પોતાનું દવાખાનું ખોલીને તબીબોની સારવાર કરતો હતો.

પરંતુ આ શૈલેષભાઈ કોઈપણ જાતની ડિગ્રી વગર પોતાનું દવાખાનું ચલાવી રહ્યો હતો. તેણે ડોક્ટરનો અભ્યાસ કર્યા વગર દવાખાનું ખોલ્યું હતું. અને વ્યક્તિઓની બીમારીની દવા આપી રહ્યો હતો. ઘણા સમયથી લોકોની બીમારીની દવાઓ આપીને લોકોને સ્વાસ્થ્ય સાથે ચેડા કરી રહ્યો હતો. લોકો સાથે મોટી છેતરપિંડી કરીને લોકો પાસેથી વધારે પૈસા લૂંટી રહ્યો હતો.

એક દિવસ એક તબીબને સારવાર દરમિયાન તેની બીમારીની ઉંધી દવા આપી દીધી હતી. તેને કારણે તબીબની તબિયત વધારે બગડી ગઈ હતી. તેને કારણે આ તબીબે જાણ તપાસ કર્યા બાદ તેને જાણવા મળ્યું હતું કે આ એક ડિગ્રી વગરનો ડોક્ટર છે. ત્યારે પોલીસને આ ઘટનાની જાણ કરવામાં આવી હતી અને ડોક્ટર સામે ફરિયાદ નોંધવામાં આવી હતી.

ત્યારબાદ પોલીસે દવાખાને જઈને શૈલેષભાઈ પાસે એલોપેથી તબીબી પ્રેક્ટિસ માટેનું સર્ટિફિકેટ અને મેડિકલ કાઉન્સિલ રજિસ્ટ્રેશન સર્ટિફિકેટ માંગ્યું હતું. તે સમયે શૈલેષભાઈ પાસે કોઈ જવાબ ન હતો.  તેઓ એક બોગસ ડોક્ટર હતા. તેને કારણે પોલીસે શૈલેષભાઈની ધરપકડ કરી હતી. શૈલેષભાઈએ ઘણા સમયથી આ દવાખાનું ચલાવી રહ્યા હતા.

તેઓ ડોક્ટરના નામે બીજા વ્યક્તિઓ સાથે છેતરપિંડી કરી રહ્યા હતા. તે દવાખાનામાં એલોપેથીની સારવાર કરી રહ્યા હતા. ઘણા સમયથી આવું નકલી ડોક્ટર બનીને લોકોના સ્વાસ્થ્ય સાથે રમત રમી રહ્યા હતા. તે માટે પોલીસે આ શૈલેષભાઈની પૂછપરછ કરતા સમયે શૈલેષભાઈએ પોતાના મેડિકલનું સર્ટિફિકેટ બતાવ્યું હતું પરંતુ આ સર્ટિફિકેટ એક મહિના પહેલાનું હતું.

તે માટે પોલીસે પણ તેને નકારી દીધું હતું. નકલી સર્ટિફિકેટ બનાવવા માટે પણ તેના પર આરોપો લગાવ્યા હતા. ત્યારબાદ પોલીસે દવાખાનામાં રહેલી એલોપેથિક દવાઓ, ઇન્સ્ટ્રુમેન્ટ, સાહિત્ય, ઇન્જેક્શન બધું જ જપ્ત કરી લીધું હતું. કુલ 9597 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરી લીધો હતો. શૈલેષભાઈને બોગસ ડોક્ટર તરીકેની ફરજ બજાવતા હતા. તે માટે પોલીસની પૂછપરછ કરી રહી હતી.

લેખન સંપાદન : Infogujarat Team : નોંધ:- અમે આ લેખ માત્ર જાણકરી પુરતો આપ સુધી પોહચડીએ છીએ.ભારતીય સંસ્કૃતિના કોઈ પણ ધર્મ કે સમુદાયની લાગણીને ઠેસ પહોચાડવાનો કે અંધશ્રદ્ધા ફેલાવવાનો કોઈ હેતુ નથી..”જય હિન્દ…જય જય ગરવી ગુજરાત”જો અમારા આ લેખો ગમ્યા હોય તો લાઈક, શેર અને કમેન્ટ જરૂર કરજો!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here