આવતા દિવસોમાં જ મંગળ નું થવા જઈ રહ્યું છે રાશિ પરિવર્તન જાણો કઈ કઈ રાશિઓ પર પડશે તેની સારી કે ખરાબ અસરો

0
117

હાલ જયોતિષવિધા ના તજજ્ઞો અનુસાર મંગળ કન્યા રાશી માંથી સ્થળાંતરીત થઈને તુલા રાશિમાં પ્રવેશવા જઈ રહ્યો છે. આ રાશિમાં તે સ્થિર રહેશે. તુલા રાશિમાં પહેલા થી જ વક્રી બુધ સૂર્યની સાથે સ્થિત થયેલો છે ત્યારે હવે હાલ આવનાર સમય માં તુલા રાશી માં ત્રણ ગ્રહોનો સંયોગ રચાવા જઈ રહ્યો છે. જેના કારણે વિશેષ અસરો જોવા મળશે.

આ રાશિ પરિવર્તન રાશિજાતકો માટે કેવું સાબિત થશે તેના વિશે જાણીએ વિસ્તારથી. લગ્ન કુંડળી મુજબ મંગળ તુલા લગ્ન માટે મારકેશ હોય છે. આ ઉપરાંત સૂર્ય વૃશ્ચિક રાશિમાં પ્રવેશ કરશે અને સાથોસાથ ત્રિગ્રહી યોગ ભંગ પણ થશે. મંગળનો તુલા રાશિમાં પ્રવેશ તથા સૂર્ય અને બુધ સાથેની આ યુતિ નો બારેબાર રાશિઓ પર પ્રભાવ પડશે.

જ્યારે પણ મંગળ અને સૂર્ય એકસાથે મળીને રહે ત્યારે અંગારક યોગ નું સર્જન થાય છે. ફલિત જ્યોતિષ મુજબ મારકેશનું તાત્પર્ય છે મરણતોલ કષ્ટ આપનાર. જેનું ફળ સમાજમાં અરાજકતા ફેલાવો કરે છે તથા તે પ્રાકૃત્તિક આપત્તિઓ ‌અને સમસ્યાઓ ના ચિહ્ન સમાન બની રહે છે. ગ્રહોની અચાનક થતા ફેરફારો અને તેના કારણે થતા માનવી પર ફેરફારો મહત્વના છે.

અંગારક યોગ તથા વક્રી બુધ અને મંગળ અને સૂર્યનો એકસાથે તુલા રાશિમાં પ્રવેશ દેશ તેમજ સમાજ માટે સાવધાની તેમજ સંયમ રાખવાની ચેતાવની આપે છે.  મેષ રાશિ : આ રાશિજાતકો માટે આવનાર સમય વેપારની દૃષ્ટીએ થોડો કષ્ટદાયી સાબિત થશે. શેર બજારમાં રોકાણ કરતા પૂર્વે અનુભવી વ્યક્તિ ની સલાહ અવશ્યપણે લેવી.

વૃષભ રાશી : આવનાર સમય તમારા માટે શુભ સાબિત થશે. મોસાળ પક્ષ તરફ થી અશુભ સમાચાર સાંભળવા મળી શકે. મિથુન રાશિ : આવનાર સમય માં આ રાશી જાતકો ને શિક્ષણ ક્ષેત્રે અભૂતપૂર્વ સફળતા પ્રાપ્ત થશે. સંતાન સંબંધી સમસ્યાઓ માંથી મુક્તિ મળશે. નોકરી ક્ષેત્રે ઉન્નતિ પ્રાપ્ત થશે. નવું મકાન તથા વાહનની ખરીદી ના યોગ સર્જાઈ રહ્યા છે.

કર્ક રાશિ : આ સંયોગ તમને માનસિક પીડા આપનારો બનશે. આવનાર સમય માં તમારી જીદ અને તમારા આવેશ પર નિયંત્રણ રાખવું નહીતર વાદ-વિવાદ નું સર્જન થઈ શકે. સિંહ રાશિ : આ ગ્રહોનો સંયોગ તમારા શૌર્ય તેમજ સાહસમાં વૃદ્ધિ કરશે. આવનાર સમયમાં તમારો તમારા મિત્રો વચ્ચે મતભેદ થઈ શકે. વાદ-વિવાદ ટાળીને સંબંધો સાચવવાના પ્રયાસ કરવા.

કન્યા રાશિ : ધનભાવમાં મંગળ ગ્રહ નો અન્ય ગ્રહોની સાથે સંયોગ થવાના કારણે આર્થિક પક્ષ મજબુત બનશે. અષ્ટમભાવ પર આનો વિશેષ પ્રભાવ તમે નિહાળી શકશો. કોઈપણ વ્યક્તિ પર આંધળો વિશ્વાસ ના કરવો નહિતર તમે ષડયંત્રનો શિકાર બની શકશો. યાત્રા દરમિયાન સ્વાસ્થ્ય અંગે વિશેષ સાવચેતી રાખવી.

તુલા રાશિ : આવનાર સમય તમારા માટે અત્યંત શુભ સાબિત થશે. તમે એક અથવા તો એક કરતા વધુ આવકના સાધનો મેળવશો.  વૃશ્ચિક રાશિ : આવનાર સમય આ રાશિજાતકો માટે થોડો કષ્ટદાયી સાબિત થશે. આવક કરતાં ખર્ચમાં વૃદ્ધિ થશે. કોર્ટ કચેરી ના કાર્યો થી દૂર રહેવું. ઉચ્ચઅધિકારીઓ સાથે ના તમારા સંબંધ મજબૂત બનશે.

ધનુ રાશિ : આ ત્રણ ગ્રહો નો યોગ એકસાથે રચાતો હોવાથી આ રાશિજાતકો ના નસીબ ચમકશે અને સાથોસાથ તેમની કીર્તી અને પ્રતિષ્ઠા માં પણ વૃદ્ધિ થશે. મકર રાશિ : કર્મભાવમાં આ ગ્રહ નો સંયોગ રચાવાના કારણે આ રાશિજાતકો માટે તે શુભ સાબિત થશે. પારિવારિક ઝઘડાઓ નો અંત થશે. મન થોડું અશાંત રહેશે.

કુંભ રાશિ : આ રાશીજાતકો માટે આ સંયોગ પીડાદાયક સાબિત થશે. અત્યંત પરિશ્રમ કરવા છતા પણ યોગ્ય ફળ પ્રાપ્ત થશે નહી. મીન રાશિ : આવનાર સમયે સાવધાન રહેવાની આવશ્યકતા છે. કોર્ટ કચેરીના મામલા અંગે સાવચેતી રાખવી નહીતર વાદ-વિવાદ માં ફંસાઈ જશો. પેટ સાથે સંકળાયેલા વિકારોથી રક્ષણ મેળવવું.

લેખન સંપાદન : Infogujarat Team : નોંધ:- અમે આ લેખ માત્ર જાણકરી પુરતો આપ સુધી પોહચડીએ છીએ.ભારતીય સંસ્કૃતિના કોઈ પણ ધર્મ કે સમુદાયની લાગણીને ઠેસ પહોચાડવાનો કે અંધશ્રદ્ધા ફેલાવવાનો કોઈ હેતુ નથી..”જય હિન્દ…જય જય ગરવી ગુજરાત”જો અમારા આ લેખો ગમ્યા હોય તો લાઈક, શેર અને કમેન્ટ જરૂર કરજો!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here