શ્રીમદ ભાગવત ગીતામાં ઘણી પૌરાણિક કથાઓ છે જે જીવનમાં ગહી નીતિઓ અને રીતિઓ પણ બતાવે છે. ઘણી જગ્યા પર ભગવાન કૃષ્ણ અને ઋષિઓએ આ નીતિઓને બતાવી છે. ભગવાન કૃષ્ણએ તેના ઉપદેશમાં એક એવી જ નીતિ બતાવી છે. ભગવાન શ્રી કૃષ્ણએ 6 લોકોને લઈને જણાવ્યું છે જેનેલઈને ખરાબ વિચારવા પર મનુષ્યને ઘણું નુકસાન થાય છે.
આ 6 લોકોનું અપમાન કરવાથી મનુષ્યને ખુદને જ ખરાબ પરિણામ ભોગવવા માટે તૈયારી રાખવીપડે છે.
ભગવાન કૃષ્ણના અનુસાર માણસે કયારે પણ દેવી-દેવતા, વેદ, ગાય, સાધુ, ધર્મ અને બ્રાહ્મણનું અપમાન ના કરવું જોઈએ. જો કોઈ પણ માણસ ખરાબ વિચારે છે તો તેને ખરાબ પરિણામ ભોગવવું જ પડે છે
1.દેવી દેવતા: રાવણ બધા જ દેવી-દેવતાને તેના દુશ્મન માનતો હતો. રાવણ એક બાદ એક દેવી-દેવતાને હેરાન કરતો હતો. રાવણનું આ જ વ્યવહારનું કારણ તેના વિનાશનું કારણ બન્યું હતું. રાવણને તેના કરેલા કામની સજા આપવા માટે બધા દેવતાઓએ ભેગા મળીને ભગવાન વિષ્ણુને શ્રીરામના રૂપમાં અવતાર લેવાની પ્રાર્થના કરી હતી.
બાદમાં શ્રીરામે રાવણને તેના ખરાબ કામના ફળ સ્વરૂપે તેનો વધ કરી નાખ્યો હતો.તેથી કહેવામાં આવે છે કે, કયારે પણ દેવતાઓ પ્રત્યે ખરાબ લાગણી ના રાખવી જોઈએ. કોઈ પણ પરિસ્થતિમાં હંમેશા ભગવાન પર વિશ્વાસ રાખવો જોઈએ
2.ગાય: હિન્દૂ ધર્મમાં ગાયને પવિત્ર માનવામાં આવે છે. ભગવાન શ્રી કૃષ્ણને પ્રિય હતી. કૃષ્ણની બાળપણની તસ્વીરમાં તેને હંમેશા ગાયો સાથે જ રમતો જોવા મળે છે. બલાસુર નામના અસુરે દેવતાઓની બધી ગાયોનું અપહરણ કરી લઇ તેને ઇજા પહોંચાડી હતી. જયારે દેવરાજ ઇન્દ્રને ખબર પડી ત્યારે તેને બલાસુરનો વધ કરી બધી ગાયોને બંધનમાંથી મુક્ત કર્યા હતા.
આ રીતે જે લોકો ગાયોનું સન્માન નથી કરતા તેને પીડા આપે છે તે લોકોને રાક્ષસ માનવામાં આવે છે. હિન્દૂ ધર્મ અનુસાર, જે માણસ સવારે ઉઠીને ગાયને ભોજન અને ચારો આપે છે અને તેની પૂજા કરે છે. તેને ધનસંપત્તિની સાથે-સાથે માન-સન્માન પણ મળે છે
3.વેદ: આપણા વેદો દ્વારા જ ધર્મથી જોડાયેલી જાણકારી મળે છે. અસુર હંમેશા દેવતાઓને શત્રુ માને છે. તે હંમેશા કંઈને કંઈ કરીને દેવતાઓને પરેશાન કરવાનું જ વિચારતા હોય છે. ઘણા અસુરોએ વેદને નષ્ટ કરવાનો પ્રયાસ કરતો હતો. જે લોકોએ વેદને નષ્ટ કરવાનો પ્રયાસ કર્યો હતો તેને ભગવાન દંડ ફટકાર્યો છે. ભગવાન શ્રી કૃષ્ણના જણાવ્યા અનુસાર, માણસે હંમેશા વેદોનું સન્માન કરવું જોઈએ. જો કોઈ વ્યક્તિ વેદોનું સન્માન નથી કરતા તેને સજા ભોગવી જ પપડે છે.
4.ધર્મ: કોઈ પણ માણસની પહેચાન તેના ધર્મ પર આધારિત હોય છે. દુનિયામાં ઘણા ધર્મ છે. ભગવાન શ્રી કૃષ્ણના અનુસાર, જે લોકો ધર્મનું અપમાન કરાવે છે અથવા કોઈ ધર્મની નિંદા કરે છે તેને ભગવાન કયારે પણ માફ નથી કરતા. માણસે હંમેશા બધા ધર્મનું સન્માન કરવું જોઈએ.
5.બ્રાહ્મણ: આપણા વેદમાં બ્રાહ્મણોને ઉચ્ચ સ્થાન આપવામાં આવ્યું છે. બ્રાહ્મણોની સેવા કરવાથી માણસના ખરાબ કર્મમાંથી મુક્તિ મળી જાય છે. જે લોકો બ્રાહ્મણોનું અપમાન કરે છે તેને દુઃખ ભોગવવાનો વારો આવે છે. પૌરાણિક કાળમાં વાતાપિ અને આતાપિ રાક્ષસ હતા. વાતાપિ આએં તેનો ભાઈ બ્રાહ્મણોને ભોજન પર બોલાવીને તેનો વધ કરી નાખતા હતા. અગત્સ્ય ઋષિને આ વાત ખબર પડી ત્યારે તે વાતાપિના ઘરે ભોજન માટે ગયો હતો. અગત્સ્ય ઋષિએ જમીને પચાવી લઈને તેના ભાઈનો વધ કરી નાખ્યો હતો.
6.સાધુ: સાધુઓનું અપમાન કરવું અથવા તેને ખરું-ખોટું સંભળાવવાથી ઘણી બધી તકલીફોનો સામનો કરવો પડે છે. જે લોકોએ સાધુનું અપમાન કર્યું છે તેનું જીવન હંમેશા કષ્ટ ભર્યું રહ્યું છે. એક વાર ધુતરાષ્ટ્ર અને તેના પુત્રોએ સાધુઓની આગતા સ્વાગતા કરી હતી.
સાધુઓએ દુર્યોધનને ખરાબ ભાવના છોડીને ધર્મને સાથ આપવાની અને પાંડવો સાથે દુશ્મની છોડી મિત્રતા કરવાં અંતે કહ્યું હતું. દુર્યોધન તેના પર હસવા લાગ્યો હતો. ઋષિએ તેના અપમાનથી ક્રોધિત થઈને તેને યુદ્ધમાં મારી જવાનો શ્રાપ આપ્યો હતો.