ખરેખર આગ લાગવાના બનાવ દિવસેને દિવસે ખુબ જ વધવા લાગ્યા છે. રોજ રોજ જુદા જુદા ખૂણેથી આગના બનાવ સામે આવતા હોઈ છે. છેલ્લા ૧ મહિનામાં ગુજરાતમાં ૧૫ કરતા પણ વધારે આગના બનાવ નોંધાઈ ચુક્યા છે. અને હવે એક આગનો બનાવ દિલ્હીમાં સામે આવ્યો છે.
ઉત્તર-પૂર્વ દિલ્હીના ગોકુલપુરી વિસ્તારની ઝૂંપડપટ્ટીમાં શુક્રવારે મોડી રાત્રે લાગેલી આગમાં ઓછામાં ઓછા સાત લોકોના મોત થયા હતા. અધિકારીઓએ શનિવારે સવારે આ જાણકારી આપી. દિલ્હી ફાયર સર્વિસના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે ગોકુલપુરી ગામના થાંભલા નંબર 12 પાસે મોડી રાત્રે 1.03 વાગ્યે આગની માહિતી મળી હતી. તેમણે કહ્યું કે આ પછી આગ પર કાબૂ મેળવવા માટે 13 ફાયર ટેન્કરો મોકલવામાં આવ્યા હતા.
અધિકારીએ જણાવ્યું કે ઘટનાસ્થળેથી સાત મૃતદેહ મળી આવ્યા છે. લગભગ 60 ઝુગ્ગીઓને નુકસાન થયું છે અને 30 ઝુગ્ગીઓ સંપૂર્ણપણે બળી ગયા છે. એડિશનલ ડેપ્યુટી કમિશનર ઓફ પોલીસ (ઉત્તર પૂર્વ) દેવેશ કુમાર માહલાએ જણાવ્યું કે આગની માહિતી રાત્રે લગભગ એક વાગ્યે મળી હતી, ત્યારબાદ પોલીસ અને ફાયર વિભાગના અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચ્યા હતા.
તેમણે કહ્યું કે શનિવારે સવારે લગભગ 4 વાગ્યે આગ પર કાબૂ મેળવી લેવામાં આવ્યો હતો. દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે આ ઘટના પર શોક વ્યક્ત કર્યો છે. તેણે ટ્વીટ કર્યું, ‘સવારે આ દુઃખદ સમાચાર મળ્યા. હું પોતે ત્યાં જઈને પીડિતોને મળીશ. દિલ્હી ફાયર ડિપાર્ટમેન્ટના ડાયરેક્ટર અતુલ ગર્ગે જણાવ્યું હતું કે મૃતકો ઝડપથી ફેલાતી આગમાંથી બચી શક્યા નહોતા કારણ કે તેઓ સૂતા હતા.
ગર્ગને કહ્યું, “સળગેલા મૃતદેહો ઓળખી શકાય તેમ નથી. એવું લાગતું હતું કે આ લોકો સૂતા હતા અને બચી શક્યા ન હતા, કારણ કે આગ ખૂબ જ ઝડપથી ફેલાઈ હતી. 60 ઝૂંપડા સંપૂર્ણપણે બળી ગયા છે. અમે હજુ સુધી આગનું કારણ શોધી શક્યા નથી.
પોલીસે જણાવ્યું કે રોહિણીમાં ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી (FSL)ની ટીમોએ ઘટનાસ્થળની મુલાકાત લીધી. આ મામલે યોગ્ય કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. ખરેખર આ બનાવ બાદ સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામ્યો છે. લોકોમાં ભારે શોકનો મહોલા છવાયેલો છે.
લેખન સંપાદન : Infogujarat Team : નોંધ:- અમે આ લેખ માત્ર જાણકરી પુરતો આપ સુધી પોહચડીએ છીએ.ભારતીય સંસ્કૃતિના કોઈ પણ ધર્મ કે સમુદાયની લાગણીને ઠેસ પહોચાડવાનો કે અંધશ્રદ્ધા ફેલાવવાનો કોઈ હેતુ નથી..”જય હિન્દ…જય જય ગરવી ગુજરાત”જો અમારા આ લેખો ગમ્યા હોય તો લાઈક, શેર અને કમેન્ટ જરૂર કરજો!