અચાનક 4 માળના શોપિંગમાં સર્વર રૂમમાં આગ લગતા 13 નવજાત જન્મેલા બાળકોસાથે થયું એવું કે..સૌના હદય પીગળી ગયા..!!

0
98

દિવસેને દિવસે આકસ્મિક ઘટનાઓ વધવાને કારણે ઘણા બધા લોકોના જીવ જવા લાગ્યા છે. આજકાલ અકસ્માતની આગ લાગ્યાની અથવા તો મારામારીની અને .હ.ત્યાની ઘટનાને કારણે સમાજમાં ખૂબ જ ખરાબ અસરો પડી રહી છે. અને આકસ્મિક ઘટના અકસ્માત અને આગ લાગવાથી ઘણા બધા લોકોના મોત થવા લાગ્યા છે.

આવી જ એક આગ લાગવાની ઘટના અમદાવાદ શહેરમાં હાલમાં સામે આવી છે. અમદાવાદ શહેરમાં પરિમલ ગાર્ડન પાસે આવેલી એક બિલ્ડીંગમાં આગ લાગી હતી. બિલ્ડીંગ ત્રણથી ચાર માળની આવેલી છે. તેનું નામ દેવ કોમ્પલેક્ષ છે. અને તેમાં ત્રીજા માળે આગ લાગી હતી. દેવ કોમ્પલેક્સમાં ત્રીજા માળે ચિલ્ડ્રન હોસ્પિટલ આવેલી છે.

એક કંપનીના સર્વર રૂમમાં અચાનક જ આકસ્મિક રીતે આગ લાગી હતી. તેને કારણે આખા શો રૂમમાં આગ લાગી ગઈ હતી. તેને કારણે લોકોમાં હાહાકાર મચી ગયો હતો. કંપનીના સર્વર રૂમમાં આગ લાગવાને કારણે કોમ્પલેક્ષમાં આવેલી ઓફિસો અને દુકાનોમાં પણ ખૂબ જ આગે વેગ પકડી લીધો હતો.

કોમ્પલેક્ષમાં આવેલી ત્રીજા માળ ઉપર ચિલ્ડ્રન હોસ્પિટલમાં 13 જેટલા નવજાત જન્મેલા બાળકો અને તેની માતા અને ડૉક્ટર , નર્સઓ સહિત 60 જેટલા લોકોને બચાવવામાં આવ્યા હતા. લોકોને આગ લાગવાની ખબર પડતાં હાહાકાર મચી ગયો હતો. બે લિફ્ટ પણ ઉપયોગ કરવામાં આવ્યો હતો.

તરત જ આગ લાગવાની સાથે ફાયરબ્રિગેડને જાણ કરતાં 10 જેટલી ફાયર બ્રિગેટ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. 500  મીટર સુધીનો રોડ બંધ કરી દેવામાં આવ્યો હતો. લોકો પોતાના બચાવ માટે બપોરનો સમય હોવાથી ધાબા ઉપર ભાગવા લાગ્યા હતા. આગ ખરેખર બીજા માળે લાગી હતી પરંતુ તેનો ધુમાડો ત્રીજા માળે અને ચોથા માટે જવાને કારણે લોકો ખૂબ જ ગભરાઈ ગયા હતા.

ધાબા ઉપર લોકો દોડવા લાગ્યા હતા. ઘણા લોકો નીચે પોતાનો જીવ બચાવવા માટે ભાગી રહ્યા હતા. તે તે સમયે નાના બાળકોની હોસ્પિટલમાં નાના બાળકોને ફટાફટ બહાર કાઢવામાં આવ્યા હતા. તેમાં ત્રણ બાળકોને આગમાંથી બચાવવામાં આવ્યા હતા. આ હોસ્પિટલમાં બાળકોને બચાવીને સારવાર માટે તેને બીજી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા.

નવજાત જન્મેલા બાળકોને તરત જ બીજી હોસ્પિટલમાં બચાવીને દાખલ કરી દેવામાં આવ્યા હતા. દેવ કોમ્પલેક્સમાં ત્રીજા માળે એપલ નામની મલ્ટી સ્પેશ્યાલિટી હોસ્પિટલ આવેલી છે. આ હોસ્પિટલ બાળકોની હોસ્પિટલ છે. તેમાં અચાનક જ આ આગ લાગવાને કારણે આગે ખૂબ જ વેગ પકડી લીધો હતો.

ઘણી બધી દુકાનો અને ઓફિસમાં આગ લાગવાને કારણે સોફા અથવા તો વસ્તુઓ ઝડપથી આગ પકડી લેવાને કારણે આગ ભયંકર બની ગઈ હતી. તરત જ લોકોને પોતાના જીવથી બચાવીને બહાર કાઢવામાં આવ્યા હતા. આગમા ફસાયેલા ત્રણ બાળકોને પણ જીવથી બચાવી લેવામાં આવ્યા હતા.

આમ અચાનક લાગતી આગને કારણે લોકો ખૂબ જ ડરવા લાગ્યા છે. પોતાના જીવને બચાવવા માટે આમથી આમ દોડવા લાગે છે. ઘણા બધા લોકો પોતાના જીવને બચાવવા માટે ધાબા ઉપર ચડી ગયા હતા. તો ઘણા બધા લોકો નીચે તરફ દોડવા લાગ્યા હતા. આમ, અચાનક આગ લાગવાથી ઘણા બધા જીવ બચાવી લેવામાં આવ્યા હતા. અચાનક આગ લાગવાને કારણે ત્યારે ઘણા બધા લોકો જીવ પણ ગુમાવી રહ્યા હોય છે.

લેખન સંપાદન : Infogujarat Team : નોંધ:- અમે આ લેખ માત્ર જાણકરી પુરતો આપ સુધી પોહચડીએ છીએ.ભારતીય સંસ્કૃતિના કોઈ પણ ધર્મ કે સમુદાયની લાગણીને ઠેસ પહોચાડવાનો કે અંધશ્રદ્ધા ફેલાવવાનો કોઈ હેતુ નથી..”જય હિન્દ…જય જય ગરવી ગુજરાત”જો અમારા આ લેખો ગમ્યા હોય તો લાઈક, શેર અને કમેન્ટ જરૂર કરજો!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here