આધુનિક યુગમાં ચોરો પણ આધુનિક બની રહ્યા છે અને આ ચોરી કરી તે સાંભળીને તમે પણ..

0
90

દિવસેને દિવસે ચોરી તેમજ હત્યાના કહેશો ખૂબ જ વધી રહ્યા છે. ખાસ કરીને તો ગદ દિવસમાં રાજ્યમાં ગણી શકાય નથી તેટલી ચોરીઓ થઈ છે. દિવસેને દિવસે ચોરીનું પ્રમાણ તો ખૂબ જ વધી જ રહ્યું છે. પરંતુ તેની સાથે સાથે પોલીસને પોતાની ડ્યુટીમાં પણ ખૂબ જ વધારો થઈ રહ્યો છે.તેમ છતાં આ ચોરો પોતાના આ કામને બંધ નથી કરતા અને હજુ પણ ઘણા બધા એવા બનાવવા બની રહ્યા છે કે જેમાં સાંજના દરમિયાન એક સાથે આખી ટોળકી આવીને ચોરી કરવાના ઇરાદે આવતી હોય છે.

કડી તાલુકા અને શહેરની અંદર તસ્કરો માટે મોકળું મેદાન બની ગયું હોય તેવું જોવા મળી રહ્યું છે. છેલ્લા કેટલાક સમયથી સળંગ કડી પંથકમાં ચોરીઓના બનાવો બની રહ્યા છે અને તસ્કરો ચોરીનો અંજામ આપીને ફરાર થઈ જતાં સમગ્ર વિસ્તારના લોકો હાલ ભયના ઓઠા હેઠળ જીવી રહ્યા છે. ત્યારે કડી રોડ ઉપર આવેલા જિનિંગ ફેક્ટરીઓ અને ઓઇલ મિલોની અંદર એકીસાથે તાળાં તૂટતાં વેપારીઓમાં ફફડાટ મચી જવા પામ્યો હતો.

કડીની કુખ્યાત ચડ્ડી ગેંગ રોકડ રકમ તેમજ હાજર કર્મચારીના પાસેથી 7000 રૂપિયા, સોનાનો દોરો, મોબાઈલ લૂંટી ફરાર થઈ જતાં વ્યાપારીઓમાં ભયનો માહોલ છવાઈ ગયો હતો. જ્યાં કડી પોલીસ દોડી આવી હતી અને આગળની કાર્યવાહી કરી હતી.કડીના રોડ ઉપર આવેલી ભીમાણી ઓઇલ મિલની અંદર નોકરી કરતા કાંતિભાઈ પ્રજાપતિ કે જેઓ રામેશ્વર સોસાયટીમાં રહે છે અને નોકરી કરીને પોતાનું તેમજ પોતાના પરિવારનું ગુજરાન ચલાવી રહ્યાં છે.

જેઓ ભીમાણી ઓઇલ મિલની અંદર હાજર હતા. જે દરમિયાન અચાનક ઓફિસની લાઈટ બંધ થઈ ગઈ જતાં કાંતિભાઈ જાગી ગયા હતા અને જાગતાની સાથે જ જોયું તો સામે ત્રણ ઈસમો ઊભા હતા. માથા ઉપર ટોપી જેવું પહેરેલું હતું અને મોઢા ઉપર રૂમાલ બાંધેલો હતો. જ્યાં કાંતિભાઈ ઉભા થતાં તેઓએ બેસાડી દીધા હતા અને માથા ઉપર ધોકો મારતા તેઓને લોહી નીકળવા લાગ્યું હતું અને તેઓ પડી ગયા.

જ્યાં ફરીથી ઊભા થતાં જ આવેલા તસ્કરોએ તેઓની સાથે ઝપાઝપી કરી હતી અને ગળામાં પહેરેલું સોનાનો દોરો 7000 રૂપિયા લૂંટી લીધા હતા.કડી શહેરના થોળ રોડ ઉપર આવેલી ભીમાણી ઓઇલ મીલ, ઇન્ડસ્ટ્રીઝની અંદર તસ્કરો ત્રાટ્યા હતા અને હાજર કર્મચારીને લૂંટી લીધો હતો. તેઓને મારમારી ઇજાઓ પહોંચાડી હતી. જ્યાં હાજર કર્મચારી બીજા માણસોને બોલાવવા જતાં તસ્કરો રફુચક્કર થઈ ગયા હતા.

જેથી તેઓએ રોડ ઉપર આવીને જોયું તો તેમની સામે આવેલી પ્રગતિ કોટન ઇન્ડસ્ટ્રીઝની અંદર ચહલપહલ થઈ રહી હતી. ત્યાં પણ તસ્કરો ત્રાટક્યા હતા અને હાજર બે કર્મચારીઓને બંધક બનાવી 30,000 રૂપિયા અને મોબાઈલ લુંટી લીધો હતો.

જ્યાં ભીમાણી કોટન ઇન્ડસ્ટ્રીઝમાં નોકરી કરતા કાંતિભાઈને ઇજાઓ પહોંચતા તેઓએ માલિકને ફોન કર્યો હતો. માલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા.અને ભાગ્યોદય હોસ્પિટલમાં કાંતિભાઈને લઈ જઈ તેઓને દાખલ કરવામાં આવ્યા હતા અને તેઓને માથાના ભાગે 10 ટાંકા આવ્યા હતા.કડીના રોડ ઉપર આવેલા 6 જિનીંગ ફેક્ટરીઓમાં તસ્કરોએ તરખાટ મચાવી દીધો હતો.

ભીમાણી ઓઇલ ઇન્ડસ્ટ્રીઝ, જગદીશ કોટન, સુકુન ઇન્ડસ્ટ્રીઝ, પ્રગતિ ઇન્ડસ્ટ્રીઝ, વિપુલ ઇન્ડસ્ટ્રીઝ, કેશવ કોટન ઇન્ડસ્ટ્રીઝ જેવી ઓઇલ મિલોમાં તસ્કરો દીવાલનું બાકોરું પાડીને મિલો તેમજ જિનીંગ ફેક્ટરીઓની અંદર પ્રવેશ્યા હતા. જ્યારે આ ઘટના CCTVમાં કેદ થવા પામી હતી. જેમાં ચડ્ડી ગેંગ ત્રાટકી છે. જ્યાં ઘટનાની જાણ મહેસાણા જિલ્લા પોલીસ વડા અચલ ત્યાગીને થતાં DYSP સહિત પોલીસ કાફલો કડી ખાતે દોડી આવ્યો હતો અને ફરિયાદ નોંધીને આગળની કાર્યવાહી કરી હતી.

લેખન સંપાદન : Infogujarat Team : નોંધ:- અમે આ લેખ માત્ર જાણકરી પુરતો આપ સુધી પોહચડીએ છીએ. ભારતીય સંસ્કૃતિના કોઈ પણ ધર્મ કે સમુદાયની લાગણીને ઠેસ પહોચાડવાનો કે અંધશ્રદ્ધા ફેલાવવાનો કોઈ હેતુ નથી..”જય હિન્દ…જય જય ગરવી ગુજરાત”જો અમારા આ લેખો ગમ્યા હોય તો લાઈક, શેર અને કમેન્ટ જરૂર કરજો!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here