એક જ પરિવારના 3 સભ્યોના એકસાથે ગેસનો બાટલો ધડાકેદાર ફાટતા મોત થયા, ભલભલા જોઇને ચોંકી ગયા..!!

0
136

આજકાલ અણધારી આ અકસ્માતની ઘટનાઓ ખુબ જ વધી રહી છે. ક્યારે કોની સાથે શું બની જાય તે કોઈ કહી શકતું નથી. સમાજમાં આજકાલ લોકો સાથે આવી અણધારી ઘટના બનવાને કારણે પરિવારના ઘણા બધા સભ્યોના એકસાથે મોત થઈ જાય છે. આપણે આવી ઘટના ઘણી જોઈ રહ્યા છીએ.

પરિવારમાં એક સભ્યનું મૃત્યુ થઈ જતા પરિવારની હાલત કેવી થઈ જાય છે તે આપણે જાણી શકીએ છીએ. આવી જ એક એક જ પરિવારના 3 સભ્યોના એક જ સાથે જીવ ગયાની ઘટના બની હતી. આ ઘટના જોનપુરમાં બની હતી. જોનપુરમાં કેવટલી ગામમાં રહેતા પરિવાર સાથે સળગી ગયાની ઘટના બની હતી.

મહારાજગંજના કેવટલી ગામમાં એક પરિવાર રહેતું હતું. આ પરિવારમાં યુવક અખિલેશ વિશ્વકર્મા તેમની પત્ની અને તેના બંને બાળકો સાથે ખુબ જ ખુશીથી રહેતો હતો. અખિલેશની ઉંમર 30 વર્ષની હતી. તેની પત્ની નીલમબહેનની ઉંમર 28 વર્ષની હતી. અને તેમના બંને બાળકો શિવાંશ અને યુવરાજ હતા.

શિવાંશની ઉંમર 5 વર્ષની હતી. અને યુવરાજની ઉંમર 3 વર્ષની હતી. નિલમબેન તેના ખેસવાળા ઘરમાં સવારના સમયે દૂધ આવ્યું હોવાથી આ દૂધને ખાવા માટે ગરમ કરી રહ્યા હતા. તે સમયે તેણે રસોડામાં જઈને ગેસ સિલિન્ડરની પાઈપમાંથી ગેસ લીકેજ થતો હતો પરંતુ નીલમબેનને આ વાતની જાણ ન હતી.

તેમને ખબર ન પડતા તેણે સિલિન્ડરનું બટન દબાવી ચાલુ કર્યું અને તેણે દૂધ ગરમ કરવા માટે તપેલી મૂકીને માચીસથી ગેસને સળગાવવા માટે જતાં તરત જ અચાનક બ્લાસ્ટ થયો હતો. અને આ બ્લાસ્ટમાં ગેસ સિલિન્ડર ફાટવાને કારણે વિશાળ આગ લાગી ગઈ હતી. ઘરમાં ખાંચામાં સુતા પતિ અને તેમના બંને બાળકો પણ આ આગમાં આવી ગયા હતા.

અચાનક બ્લાસ્ટ થતા નીલમબેન ત્યાંને ત્યાં જ સળગવા લાગ્યાં હતાં. અખિલેશભાઇના મોટાભાઈ સુરેશભાઈ ખાંચામાં રહેતા હતા. અને તેને ભાઈના પરિવારની હાલતની ખબર પડતાં તેઓ પણ બચાવવા માટે આવી ગયા હતા. તેમની ઉંમર 32 વર્ષની હતી. તેણે અખિલેશભાઇના આખા પરિવારને બચાવવાનો ખુબ પ્રયત્ન કર્યો હતો.

તેમાં તે ખૂબ જ દાઝી ગયા હતા. ઘરમાં ખૂબ જ વિશાળ પ્રમાણમાં આગ લાગી જવાને કારણે અને ઘરના બધા જ સભ્યો સળગી ઉઠ્યા હતા. તે માટે ચીસા ચીસો અને બૂમોના અવાજો બાજુના લોકો સાંભળીને ઘરે આવ્યા હતા. ત્યારબાદ ઘરના બધા લોકોને બચાવીને તરત જ પાડોશીના લોકો એમ્બ્યુલન્સને ફોન કરીને ઘરના સભ્યોને હોસ્પિટલમાં દાખલ કર્યા હતા.

ડોકટરે બચવા ઘણા પ્રયાશ કર્યા છતાં પણ સુરેશભાઈ જે બચાવવા આવ્યા હતા તે, નીલમબેન અને તેના પુત્ર શિવાંશનુ મોત થઈ ગયું હતું. ઘર એક જ પરિવારના 5 સભ્યો સાથે આ ઘટનામાં ત્રણ સભ્યોનું ખૂબ જ કરૂણ મોત થઈ ગયું હતું. તેને કારણે પરિવારમાં ખૂબ જ આઘાત છવાઇ ગયો હતો.

અને આ ઘટના જોઈને આસપાસના લોકો પણ હેરાન થઈ ગયા હતા. એક જ પરિવાર સાથે આવા ગેસના સિલિન્ડર બ્લાસ્ટ થવાને કારણે ખૂબ જ કરૂણ ઘટના બની ગઈ હતી. અને ગામમાં પણ શોકનું મોજુ ફરી વળ્યું હતું. ત્યારબાદ આ ઘટનાની જાણ પોલીસને થતાં પોલીસ આ ઘટનાની તપાસ કરી રહી હતી.

લેખન સંપાદન : Infogujarat Team : નોંધ:- અમે આ લેખ માત્ર જાણકરી પુરતો આપ સુધી પોહચડીએ છીએ.ભારતીય સંસ્કૃતિના કોઈ પણ ધર્મ કે સમુદાયની લાગણીને ઠેસ પહોચાડવાનો કે અંધશ્રદ્ધા ફેલાવવાનો કોઈ હેતુ નથી..”જય હિન્દ…જય જય ગરવી ગુજરાત”જો અમારા આ લેખો ગમ્યા હોય તો લાઈક, શેર અને કમેન્ટ જરૂર કરજો!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here