પ્રથમ પૂજ્ય શ્રીગણેશને વિશેષ રૂપથી ધરો અર્પિત કરવામાં આવે છે. ધરો એક પ્રકારનું એક ઘાંસ છે. એવું માનવામાં આવે છે કે ગજાનંદને આ ઘાંસ ચઢાવવાથી એની કૃપા પ્રાપ્ત થાય છે અને ઘરમાં રિદ્ધી-સિદ્ધીનો વાસ હોય છે. ગણેશજીને ધરો બધા લોકો અર્પિત કરે છે, પરંતુ એ વાત ખુબ ઓછા લોકો જાણે છે કે ધરો અર્પિત કેમ કરવામાં આવે છે. આ પ્રાચીન પરંપરા છે અને આ સંબંધમાં એક કથા પ્રચલિત છે. અહિયાં જનો ગણેશજીને ધરો ચઢાવવાની પરંપરાથી જોડાયેલું રહસ્ય…
આ છે જુના સમયથી પ્રચલિત કથા… કથાની અનુસાર પ્રાચીન કાળમાં અનલાસુર નામનો એક રાક્ષસ હતો. આ રાક્ષસના આંતકથી સ્વર્ગ અને ધરતી પર હલ્લાબોલ મચાવ્યો હતો. અનલાસુર ઋષિ મુનીઓ અને નાના લોકોને જીવતા ખાઈ જતો હતો.
રાક્ષસથી પરેશાન થઈને દેવરાજ ઇન્દ્ર સહીત બધા દેવી-દેવતા અને પ્રમુખ ઋષિ મુની મહાદેવને પ્રાર્થના કરવા પહોંચ્યા. બધાએ શિવજીની પ્રાર્થના કરી કે તે અનલાસુરના આંતકનો નાશ કરે. શિવજીએ બધા દેવી-દેવતાઓ અને ઋષિ મુનીઓની પ્રાર્થના સાંભળીને કહ્યું કે અનલાસુર નો અંત માત્ર શ્રીગણેશ જ કરી શકે છે.
શિવજીએ કહ્યું કે અનલાસુરનો અંત કરવા માટે એને ગળી જવો પડશે અને એ કામ માત્ર ગણેશજી જ કરી શકશે. ગણેશનું પેટ ઘણું મોટું છે એટલે તે અનલાસુરને આસાનીથી ગળી શકે છે. આ સાંભળીને દેવી-દેવતાઓ ભગવાન ગણેશની પાસે પહોંચી ગયા.
શ્રીગણેશની સ્તુતિ કરી એને પ્રસન્ન કર્યા. પ્રસન્ન થઈને ગણેશજી અનલાસુરને સમાપ્ત કરવા માટે તૈયાર થઇ ગયા. એના પછી શ્રીગણેશ અને અનલાસુરની વચ્ચે ઘોર યુદ્ધ થયું, અંતમાં ગણેશજીએ અસુરને પકડીને ગળી ગયા અને આ પ્રકારથી અનલાસુર ના આંતકનો અંત થયો.
જયારે શ્રીગણેશએ અનલાસુરને ગળી ગયા તો એના પેટમાં ખુબ અગ્નિ થવા લાગી . ઘણા પ્રકારના ઉપાય કર્યા પછી પણ ગણેશજીના પેટની અગ્નિ શાંત થઇ રહી ન હતી. ત્યારે કશ્યપ ઋષિએ ધરોની ૨૧ ગાંઠ બનાવીને ગણેશજીને ખાવા આપી. જયારે ગણેશજીએ ધરો ગ્રહણ કરી તો એના પેટની અગ્નિ શાંત થઇ ગઈ. ત્યારથી શ્રીગણેશ ને ધરો ચઢાવવાની પરંપરા પ્રારંભ થઇ.
લેખન સંપાદન : Infogujarat Team : નોંધ:- અમે આ લેખ માત્ર જાણકરી પુરતો આપ સુધી પોહચડીએ છીએ.ભારતીય સંસ્કૃતિના કોઈ પણ ધર્મ કે સમુદાયની લાગણીને ઠેસ પહોચાડવાનો કે અંધશ્રદ્ધા ફેલાવવાનો કોઈ હેતુ નથી..”જય હિન્દ…જય જય ગરવી ગુજરાત”જો અમારા આ લેખો ગમ્યા હોય તો લાઈક, શેર અને કમેન્ટ જરૂર કરજો!