એમ્સના ચીફે એક ન્યૂઝ ચેનલ સાથે વાતચીત દરમિયાન નિવેદન આપ્યુ છે. તેમણે કહ્યુ કે આપણે અનલોકની પ્રક્રિયા શરુ કરી દીધી છે અને ફરીથી કોરોનાના નિયમોના પાલન કરવામાં બેદરકારી દેખાઈ રહી છે. એવું લાગે છે કે પહેલી અને બીજી લહેરમાં જે કંઈ થયું તેનાથી આપણે કંઈ ન શીખ્યા.
ભીડ ભેગી થઈ રહી છે. લોકો ભેગા થઈ રહ્યા છે. રાષ્ટ્રીય સ્તર પર કોરોના સંક્રમણના આંકડા વધવામાં સમય લાગશે. પરંતુ આવનારા 6થી 8 અઠવાડિયામાં કેસ વધવા લાગશે અથવા થોડા સમય પછી. આ બધું નિર્ભર કરે છે આપણે કેવી રીતે નિયમોનું પાલન કરી રહ્યા છીએ અને ભીડ ભેગી થતા રોકી રહ્યા છીએ.
દુનિયામાં અત્યાર સુધી 40 લાખથી વધારે લોકોના જીવ ગયા : ઉલ્લેખનીય છે કે કોરોના સંક્રમણે દુનિયામાં અત્યાર સુધી 40 લાખથી વધારે લોકોના જીવ લીધા છે. જેમાં 50 ટકા ભાગીદારી ભારત, અમેરિકા, બ્રાઝિલ, રશિયા અને મેક્સિકો સામેલ છે. ત્યારે ભારતમાં ગત 24 કલાકની અંદર કોરોના વાયરસના 60 હજાર 753 નવા મામલા નોંધાયા છે. આ બાદ હવે દેશમાં એક્ટિવ મામલા ઘટીને 7 લાખ 60 હજારની પાસે પહોંચી ગયા છે.
2 મહિનામાં ત્રીજી લહેર ભારતમાં એન્ટ્રી કરી શકે : જૂન મહિનામાં ભારતમાં કોરોનાની બીજી લહેરમાં થોડી રાહત મળી છે. પરંતુ આ સંપૂર્ણ ધીમી નથી પડી. આ દરમિયાન ભારતમાં કોરોનાની ત્રીજી લહેરને લઈને આશંકા વ્યક્ત કરવામાં આવી છે અને હવે એમ્સના ચીફ રણદીપ ગુલેરિયાએ નિવેદન આપ્યુ છે કે આવનાર 6થી 8 અઠવાડિયામાં એટલે કે 2 મહિનામાં ત્રીજી લહેર ભારતમાં એન્ટ્રી કરી શકે છે.
દેશમાં રસીના 27.23 કરોડ ડોઝ લગાવવામાં આવ્યા : ત્યારે 16 જાન્યુઆરીથી શરુ થયેલા રસીકરણમાં અભિયાન અંતર્ગત હતું સુધી રસીના 27.23 કરોડ ડોઝ લગાવવામાં આવ્યા છે. દેશમાં મહામારીની શરુઆતથી અત્યાર સુધી કુલ 38 કરોડ 92 લાખ 7 હજાર 637 સેમ્પલોની તપાસ કરવામાં આવી છે.
લેખન સંપાદન : Infogujarat Team : નોંધ:- અમે આ લેખ માત્ર જાણકરી પુરતો આપ સુધી પોહચડીએ છીએ.ભારતીય સંસ્કૃતિના કોઈ પણ ધર્મ કે સમુદાયની લાગણીને ઠેસ પહોચાડવાનો કે અંધશ્રદ્ધા ફેલાવવાનો કોઈ હેતુ નથી..”જય હિન્દ…જય જય ગરવી ગુજરાત”જો અમારા આ લેખો ગમ્યા હોય તો લાઈક, શેર અને કમેન્ટ જરૂર કરજો!