હાલમાં લોકો યાત્રા કરવા માટે ખૂબ જ જઈ રહ્યા છે. હજારો, લાખો શ્રદ્ધાળુ યાત્રાઓ કરી રહ્યા છે. જેમાં અમરનાથ, બદ્રીનાથ, કેદારનાથ જેવી ચારધામની યાત્રાઓ કરીને લોકો પોતાના જીવનને પાવન કરી રહ્યા છે. આ સમય અમરનાથની યાત્રાનો સમય ચાલી રહ્યો છે. તે માટે લાખો શ્રદ્ધાળુ યાત્રા કરવા માટે જઈ રહ્યા છે.
અમરનાથ યાત્રાનો માર્ગ ખૂબ જ ભયજનક છે. માર્ગ કંટાળો છે તેને કારણે લાખો યાત્રીઓને ઘણી બધી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. છતાં પણ લોકો ભગવાનના દર્શન માટે પડાપડી કરી રહ્યા છે. રસ્તાઓ સાંકડા હોય છે. ઘણા બધા રસ્તાઓ ઉપર બરફ થઇ ગયા છે. તેને કારણે લોકોને ઘણી બધી મુશ્કેલીઓ પડી રહી છે.
સાંકડા રસ્તાઓની સાથે-સાથે એક બાજુ ઊંડી ખીણ પણ જોવા મળી રહી છે. અમરનાથની ગુફા આખા વર્ષમાં ત્રણ મહિના જ ખુલે છે. જે માટે લોકો આ સમયે દર્શન કરવા માટે ખૂબ જ મોટી સંખ્યામાં જઈ રહ્યા હોય છે પરંતુ ઘણી બધી વખત લોકો સાથે આકસ્મિક ઘટનાઓ બની રહી છે. અમરનાથની ગુફા ખૂબ જ ઊંચાઈ હોવાને કારણે ત્યાં હાલમાં ખૂબ જ સારો વરસાદ વરસી રહ્યો છે.
ઠંડુ વાતાવરણને કારણે વાદળો પણ નજીક જોવા મળી રહ્યા છે. વાદળો ફાટવાની ઘટના અમરનાથની ગુફા પર ઘણીવાર બની રહી છે. આ સમયે અમરનાથની ગુફાએ 10 થી 15 હજાર શ્રદ્ધાળુ દર્શન કરવા માટે પહોંચ્યા હતા. તે સમયે અચાનક જ ગુફાની બાજુમાંથી અચાનક વરસાદ તૂટી પડતા વાદળ ફાટ્યું હોય તેવી ઘટના સર્જાય ગઈ હતી.
અમરનાથની ગુફા ઊંચાઈ હોવાને કારણે સીધો વરસાદ પડી રહ્યો હોય છે. તેને કારણે વાદળ ફાટવાના કારણે પવિત્ર ગુફાના 2 કિલોમીટર સુધી ખૂબ જ ફોર્સથી પાણી વહી ગયું હતું અને આ પાણીમાં શ્રદ્ધાળુઓના 25 ટેંટ અને ત્રણ લંગર રહી ગયા હતા. પાણીના ખેંચાણને કારણે આ પાણીમાં ત્રણ મહિલા અને 15 શ્રદ્ધાળુઓ તણાઈ ગયા હતા.
45 શ્રદ્ધાળુઓ કોઈ પથ્થર અથવા તો અમુક ઝાડ ઝાખરી પકડી રાખવાને કારણે ફસાયા હતા. આમ NDRF, CRPF, SDRFની ટીમોએ તરત જ લોકોને બચાવવાનું કામ હાથ ધર્યું હતું. અમરનાથની ગુફા નજીક વાદળ ફાટવાની કારણે ઘણા બધા લોકોના મોત થઈ ગયા હતા. 15 વ્યક્તિઓના એકસાથે મોત થઈ જવાને કારણે યાત્રાળુઓ ડરી ગયા હતા.
યાત્રાળુઓના જીવો અધ્ધર થઈ ગયા હતા. નુનવાન કેમ્પથી ચંદનવાડી 16 કિમી દૂર છે. જે આ કેમ્પના લોકો અમરનાથની ગુફા સુધી આવી રહ્યા હતા. તેને અટકાવી દેવામાં આવ્યા હતા. આમ અમરનાથની યાત્રામાં અથવા તો બીજી કોઈ યાત્રામાં આવી રીતે આ બનતી આકસ્મિક ઘટનાઓને કારણે ઘણા બધા લોકોના મૃત્યુ થવા લાગ્યા છે.
પરંતુ આજકાલ એકસાથે 15 શ્રદ્ધાળુઓના મૃત્યુ થઈ જવાને કારણે લોકોમાં હાહાકાર મચી ગયો હતો અને તરત જ ફસાયેલા લોકોને સૈનિકો અને NDRF, CRPF, SDRFની ટીમો બચાવવા માટે ઘણા પ્રયત્નો કરી રહ્યા હતા. અને ઘણા બધા શ્રદ્ધાળુ હજુ પણ ગુમ થયા છે. જેનો શોધવા માટેના પ્રયાસો કરવામાં આવ્યા છે.
લેખન સંપાદન : Infogujarat Team : નોંધ:- અમે આ લેખ માત્ર જાણકરી પુરતો આપ સુધી પોહચડીએ છીએ.ભારતીય સંસ્કૃતિના કોઈ પણ ધર્મ કે સમુદાયની લાગણીને ઠેસ પહોચાડવાનો કે અંધશ્રદ્ધા ફેલાવવાનો કોઈ હેતુ નથી..”જય હિન્દ…જય જય ગરવી ગુજરાત”જો અમારા આ લેખો ગમ્યા હોય તો લાઈક, શેર અને કમેન્ટ જરૂર કરજો!