અંબાલાલ આ બાબતો પરથી કરે છે 100 ટકા વરસાદની આગાહી, જાણી લો તમે પણ!

0
239

આ વર્ષે ગુજરાતમાં વરસાદ ક્યાંક લપાઈને બેસી ગયો છે એવું લાગે છે. હવામાન વિભાગ દ્વારા વરસાદ અંગે કોઈ આગાહી કરવામાં આવી નથી. બીજી બાજુ ઓછા વરસાદને લીધે ખેડુતોના પાકને નુકસાન થય રહ્યું છે.  મોટી નદીઓ અને ડેમોમાં પાણીની આવક ઓછી હોવાથી માત્ર પીવા પુરતું પાણી જ બચ્યું છે તેથી સરકાર પણ ખેડૂતોને સિંચાઈ માટે પાણી પૂરું પાડી શકે તેમ નથી. આવા સંજોગોમાં જગતના તાત માટે માત્ર ને માત્ર વરસાદ એક જ ઉપાય છે.

ગુજરાતના હવામન નિષ્ણાત અંબાલાલ પટેલ ઘણીબધી વાર આગાહીઓ કરતા દેખાઈ છે જેમની ઘણી બધી આગાહીઓ સાચી પડે છે. તેઓ નક્ષત્રો અને આબોહવાના પવન પરથી આગાહીઓનું અનુમાન લગાવે છે જે લગભગ સાચું જ હોય છે. અંબાલાલ પટેલની આગાહી કઈ રીતે સાચી પડે છે? તેઓ કઈ રીતે આગાહીનું અનુમાન કરે છે તે આજે આપડે આ લેખના માધ્યમથી જાણીએ.

અંબાલાલ કેવી રીતે કરે છે આગાહી :  આબોહવાની સાથે કેટલાક કુદરતી સંકેતો પણ હોઈ છે જે જે તે વિસ્તારમાં મેઘરાજાની એન્ટ્રીના એંધાણ આપે છે. તમને પણ ભાગ્યે જ ખબર હશે કે વૃક્ષો પણ ચોમાસાના આગમનના એંધાણ આપે છે. લીમડો, વાંસ અને વડ જેવા નામચીન વૃક્ષો વરસાદણા આગમનના સંકેતો સારી રીતે સુચવી દે છે.

વડની વડવાઈઓ ખુબ જ મોટી હોય છે જે નીચેના ભાગ તરફથી વધતી જતી હોઈ છે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલનું માનવું એવું છે કે જયારે પણ વડની વડવાઈ નીચેના ભાગ તરફથી ફૂટતી દેખાઈ અથવા તેનો સ્પર્શ કરવાથી ભેજનું પ્રમાણ જાણવા મળે તો સમજી જવું કે વરસાદ હવે નજીકના દિવસોમાં જ વરસશે.

જે દિવસે વડની વડવાઈ એક વેંત જેટલી ફૂટીને લાંબી થઈ જાય ત્યારે સમજવું કે હવે વરસાદ ચોક્કસ થશે. જયારે પણ હવામાં કે કોઈપણ વૃક્ષના મૂળમા ભેજનું પ્રમાણ જણાઈ તો સમજી જવું કે હવે મેઘરાજા કઈ દુર નથી. વૃક્ષોના વિકાસ જમીનના ભેજ અને હવાના ભેજ વાળી આબોહવામાં વધારે થાય છે. આ તારણ હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલએ કાઢેલું છે.

હવામાન નિષ્ણાત અંબાલાલના મતે જો આકાશમાં કોરમડીના વાદળો દેખાઈ તો વરસાદ એકંદરે સારો રહે છે. આ વખતે અંગારક યોગ સર્જાયો હોવાથી વરસાદની વહેચણી અસમાન રીતે થાય છે એટલે કે કોઈ વિસ્તારમાં વધારે વરસાદ વરસે તો કોઈ વિસ્તારમાં ઓછો વરસાદ વરસે.

લીમડાની લીંબોળીઓ વૃક્ષ પર જ પાકીને રસદાર થઈ જાય ત્યાર બાદ નીચે પડે તો વરસાદ આવાની સંભાવના વધારે રહેલી છે. આ વર્ષે લીમડાની લીંબોળીઓ વૃક્ષ પર જ પાકીને નીચે ખરી પડી હતી એટલે વરસાદના મંડાણ જરુરુ થશે. હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલ આ એક રીતે પણ વરસાદનું અનુમાન લગાવે છે.

વાંસના ઝાડમાં ચોમાસામા કોટા ફૂટવા એ સામાન્ય વાત છે. પરતું ચોમાસા પેહલા જ્યારે વરસાદ આવાનો હોય એ પહેલા ફૂટે તો સમજી જવું કે આ વર્ષે મેઘરાજા મન મૂકીને વરસાદ વરસાવશે. વાંસના ઝાડમાં કોટા વધારે પડતા ભેજના કારણે ફૂટે છે, તેથી જો હવામન ભેજ વાળું હોય તો જ આ વસ્તુ શક્ય બને. અને હવામન ભેજ વાળું હોય એટલે તે વરસાદને ખેચીતાણીને લાવે છે.

અબોલ પશુ પક્ષીઓને પણ ચોમાસાના મંડાણના એંધાણ આવી જતા હોય છે. તો આજે વાંચીએ કે પશુ પક્ષીઓ દ્વારા અંબાલાલ પટેલ કેવી રીતે મેઘરાજાના આગમનનું અનુમાન લગાવે છે. ટીટોડીના ઈંડા , મોરના ટહુકા , કોયલનો અવાજ આ બધા પક્ષીઓ સવાર સવારમાં આવજા કિલ્લોલ કરી મુકે તો સમજી જવું કે વરસાદ આવશે જ.

આ ઉપરાંત જે પક્ષીઓ માળા બાંધે છે જેમકે ચકલી. તો એ પરથી પણ અનુમાન લગાવી શકાય છે. કારણકે માળા બાંધતા પક્ષીઓ વરસાદ આવતા પહેલા જ પોતાના માળા સુરક્ષિત જગ્યાએ બાંધી દે છે. તેમજ અમુક અમુક પક્ષીઓ ધૂળમાં આળોટવા લાગે છે. કુતરું પણ જયારે પાણીમાં આળોટવા લાગે ત્યારે વરસાદ આવવાની આશંકાઓ વધી જાય છે.

લેખન સંપાદન : Infogujarat Team : નોંધ:- અમે આ લેખ માત્ર જાણકરી પુરતો આપ સુધી પોહચડીએ છીએ.ભારતીય સંસ્કૃતિના કોઈ પણ ધર્મ કે સમુદાયની લાગણીને ઠેસ પહોચાડવાનો કે અંધશ્રદ્ધા ફેલાવવાનો કોઈ હેતુ નથી..”જય હિન્દ…જય જય ગરવી ગુજરાત”જો અમારા આ લેખો ગમ્યા હોય તો લાઈક, શેર અને કમેન્ટ જરૂર કરજો!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here