ગુજરાતમાં વરસાદ આ વર્ષે અનિયમિત રીતે અને અનિયમિત સમયે વરસ્યો છે. અમુક જગ્યાએ વરસી વરસીને ગામના ગામ ડુબાડી દીધા છે તો અમુક જગ્યાએ કેવા પુરતો પણ આવ્યો નોહ્તો. પરતું છેલ્લા 2 અઠવાડિયાથી ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ નોંધાયો છે. તેમજ સૌરાષ્ટ્ર અને દક્ષીણ ગુજરાતમાં તો ભારેમાં ભારે વરસાદ વરસી ચુક્યો છે.
ગયા અઠવાડિયે સૌરાષ્ટ્રના રાજકોટ, જામનગર, જુનાગઢ અને અમરેલીમાં અતિભારે વરસાદ એટલે કે 25 થી 28 ઇંચ વરસાદ માત્ર 15 કલાકમાં જ ખાબકી જતા મુશ્કેલી વધી ગઈ હતી. લોકોના ઘર ડૂબી ગયા હતા. પુષ્કળ પાણીના વહાવના કારણે જમીનનું ધોવાણ પણ એટલી હદે થયું છે કે કઈ જમીનનો શેઢો ક્યાં છે તે ઓળખવું પણ મુશકેલ બની ગયું છે.
આ વરસાદ સામાન્ય લોકો માટે તો અતિ હાનીકારક હતો જ પરતું ખેડૂતો માટે ખુબ જ હાનીકારક સાબિત થયો છે. તેઓ માંડ માંડ પાકને ઉછેર્યા હોઈ અને આમ અચાનક જ એક વરસાદમાં નજર સામે બઢો જ પાક નસ્ટ થતો જોવો તે જેવા તેવાનું કામ નથી. જોકે સરકાર આ નુકસાનની સામે ખેડૂતોને વળતર આપશે તેવી આશા છે.
આ આફત હજુ પૂરી થઈ જ હતી કે હવે ઓડીશા તરફથી પ્રવેશેલું ગુલાબ વાવાઝોડું કરતુત દેખાડવા સામું આવી રહ્યું છે. ગુલાબ વાવાઝોડાની અસર મુંબઈમાં ચાલુ થઈ ગઈ છે જયારે ગુજરાતમાં પણ અમુક ભાગોમાં ચાલુ થઈ ગઈ છે. જેમ જેમ વાવાઝોડું નજીક આવતું જશે એમ તેમ તેની અસરો વધવા લાગશે.
ગુલાબ વાવાઝોડાના કારણે ગુજરાતમાં ભારેથી અતીભારે વરસાદ પડશે તેવી આગાહી ગુજરાતના હવામાન વિભાગે અને રાજ્યના હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલ અને શિવલાલએ આપી છે. આગામી 27 સપ્ટેમ્બરથી 5 ઓક્ટોબર દરમિયાન ગુજરાતમાં ભારે વરસાદની આગાહી અંબાલાલ પટેલ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે.
રાજ્યના વિવિધ હિસ્સાઓમાં ભારે વરસાદી ઝાપટા પડવાની શક્યતા છે. મહારાષ્ટ્રના દક્ષિણભાગ, મધ્યપ્રદેશ, ગુજરાતના ઉત્તર પૂર્વીય ભાગો અને રાજસ્થાનના કેટલાક હિસ્સાઓમાં સારો વરસાદ પડે તેવી શક્યતા છે. આ ઉપરાંત 12થી 15 ઓક્ટોબર દરમિયાન વાદળછાયુ વાતાવરણ રહેવાની શક્યતા છે. 20-22 ઓક્ટોબર દરમિયાન હવામાનમાં મોટો પલટો આવે તેવી શક્યતા છે.
ગુજરાતમાં રહી રહીને જાણે ચોમાસુ જામી રહ્યું હોય તેવી સ્થિતિ સર્જાઇ છે. આગામી 27 સપ્ટેમ્બરથી 5 ઓક્ટોબર દરમિયાન ગુજરાતમાં ભારે વરસાદની આગાહી અંબાલાલ પટેલ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. રાજ્યના વિવિધ હિસ્સાઓમાં ભારે વરસાદી ઝાપટા પડવાની શક્યતા છે.
મહારાષ્ટ્રના દક્ષિણભાગ, મધ્યપ્રદેશ, ગુજરાતના ઉત્તર પૂર્વીય ભાગો અને રાજસ્થાનના કેટલાક હિસ્સાઓમાં સારો વરસાદ પડે તેવી શક્યતા છે. આ ઉપરાંત 12થી 15 ઓક્ટોબર દરમિયાન વાદળછાયુ વાતાવરણ રહેવાની શક્યતા છે. 20-22 ઓક્ટોબર દરમિયાન હવામાનમાં મોટો પલટો આવે તેવી શક્યતા છે.
દક્ષીણ ગુજરાતમાં તેમજ તાપી નદીના ઉપરવાસમાં ખુબ જ ભારે વરસાદના કારણે ઉકાઈ ડેમમાં પાણીની આવક સતત વધતી જાય છે તેથી ઉકાઈ ડેમ ભયજનક સપાટી પર પહોચી ગયો છે. ઉકાઈ ડેમમાંથી તાપી નદીમાં એક સાથે 1.25 લાખ કયુસેક પાણીને ગઈ રાત્રે છોડવામાં આવ્યું હતું તેથી સુરતના વિયરકમ કોઝવેની સપાટી 8 મિટરને પાર કરી ગઈ છે.
રાજ્યમાં ભારે વરસાદના કારણે ધરોઈ ડેમમાં 1528 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે. આ સિવાય ધરોઈ ડેમમાં રાજસ્થાનમાં ભારે વરસાદથી નવા નીર આવ્યા છે. ડેમની જળ સપાટી હાલ 603.92 ફૂટે પહોંચી છે. આ વિશે જાણવા મળી રહ્યું છે કે રાજસ્થાનના ઉપરવાસમાં ભારે વરસાદ ખાબકી રહ્યો છે.
વરસાદના પગલે ધરોઈ ડેમમાં 1,528 ક્યુસેક પાણીની આવક ચાલું છે. ધરોઈ ડેમ હજુ પણ 19 ફૂટથી વધારે ખાલી હોવાનું જાણવા મળી રહ્યું છે. ગત વર્ષની સરખામણીએ ધરોઈ ડેમ 43 ટકા ભરાયો છે. ધરોઇ જળાશયનું ભયજનક લેવલ 622 ફૂટ છે. સાર્વત્રિક સારા વરસાદને લીધે રાજ્યના મોટા ભાગના જળાશયો પાણીથી છલોછલ થઈ ગયા છે.
લેખન સંપાદન : Infogujarat Team : નોંધ:- અમે આ લેખ માત્ર જાણકરી પુરતો આપ સુધી પોહચડીએ છીએ.ભારતીય સંસ્કૃતિના કોઈ પણ ધર્મ કે સમુદાયની લાગણીને ઠેસ પહોચાડવાનો કે અંધશ્રદ્ધા ફેલાવવાનો કોઈ હેતુ નથી..”જય હિન્દ…જય જય ગરવી ગુજરાત”જો અમારા આ લેખો ગમ્યા હોય તો લાઈક, શેર અને કમેન્ટ જરૂર કરજો! ak