અંબાલાલે આપેલી આગામી વર્ષની આગાહી સાચી પડી, એક જ દિવસમાં થઈ ગયા લાશોના ઢગલા, ખાસ વાંચો..!

0
153

ગુજરાતના જાણીતા હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ અવારનવાર આગાહીઓ આપતા હોય છે. તેઓની મોટાભાગની આગાહી સત્ય સાબિત થતી હોય છે. કારણ કે તેઓને હવામાન ક્ષેત્રે ખૂબ લાંબો અનુભવ રહેલો છે. તેઓએ જણાવ્યું હતું કે આવનારા બે ત્રણ દિવસની અંદર અંદર ભારતના પૂર્વ છેડા પર વાવાઝોડાની શક્યતાઓ રહેલી છે..

અને હાલ ભારતના હવામાન વિભાગે પણ માહિતી આપતા જણાવ્યું છે કે, ભારતના પૂર્વ વિભાગ પર વાવાઝોડું ત્રાટકવા જઈ રહ્યું છે. એટલે કે તેઓએ કરેલી આગાહી સાચી પડી છે. આ ઉપરાંત અંબાલાલ પટેલ હોળીના તહેવાર ઉપર હોળીની અગ્નિ દિશા જોઈને આગાહી આપતા જણાવ્યું હતું કે આવતા વરસ દરેક લોકો માટે ખૂબ જ મુશ્કેલી ભર્યું રહેશે..

કારણકે ગ્રહોમાં અનોખા સંયોગ રચાવાને કારણે આવનારા વર્ષમાં મોટા મોટા તોફાનો સહન કરવાનો વારો આવશે. હોળીની અગ્નિની જ્વાળા જોઇને તેઓએ આવતા વર્ષની આગાહી આપી હતી એ મુજબ તેઓએ જણાવ્યું હતું કે આ વર્ષે હોળીની આગ કોઈ એક દિશામાં દેખાઈ રહી નથી..

એટલા માટે પરિસ્થિતિ ખૂબ જ મુશ્કેલ છે. અણબનાવો પણ બનશે અને હકીકતમાં તેઓની આગાહી હોળીના તહેવાર પર જ સાચી પડી છે. ગુજરાતમાં તહેવાર દરમિયાન સૌ કોઈ લોકો ફરવા જતા હોય છે. તેમજ મન મૂકીને પરિવાર અને મિત્રો સાથે મોજ મજા કરતા હોય છે. એવામાં સમગ્ર રાજ્યમાં કુલ 16 થી 17 લોકોના મૃત્યુ ના સમાચાર સામે આવ્યા છે..

એમાંથી મોટા ભાગના લોકોના મોત ડૂબી જવાને કારણે થયા છે. જેમાં દ્વારકાના ત્રિવેણી નદીમાં ડુબવાને કારણે પાંચ લોકોના મૃત્યુ થયા છે. તો ઝારોલ તળાવ પાસે નાવા માટે પડેલ 2 સગા ભાઇઓના મૃત્યુ થયા છે. તેમજ મહીસાગરના વણાકબોરી ડેમ પાસે પણ ચાર લોકોના ડૂબી જવાથી મોત થયા છે..

આ સાથે સાથે આણંદના ઉમરેઠમાં પણ એક વ્યક્તિનું મોત થયું છે. તો ઉભરાટ બીચમાં પણ ત્રણ યુવાનો ડૂબી ગયા છે. આમ કુલ મળીને કુલ ૧૬ થી ૧૭ લોકોનાં મૃત્યુ થવાની સાથે-સાથે લાશોના ઢગલા થઈ ગયા છે. અંબાલાલ પટેલે જણાવેલ ની આગાહી અનુસાર આવનારા વર્ષમાં તડકો પાછળના તમામ રેકોર્ડ તોડી નાખે એવો પડશે…

તેમજ વરસાદ પણ ખૂબ મોટા પ્રમાણમાં પડવા જઈ રહ્યો છે. આ સાથે સાથે ગુજરાતના લોકોને માવઠા અને વાવાઝોડાનો પણ સામનો કરવો પડશે. તેમજ રોજ બનતા હત્યા અને આત્મહત્યાના બનાવો પણ વધશે તેવું જણાવ્યું છે. નવસારી જિલ્લામાં તો ધૂળેટીના તહેવાર પર રંગોથી રમવાને બદલે લોહીથી રમવાની બાબતો બની હતી…

એટલે કે બે પરિવારો વચ્ચે હોળી રમવાની બાબતને લઇને ખૂબ મોટી માથાકૂટ બની ગઈ હતી. જેમાં રમખાણો સર્જાતા ની સાથેજ એક વ્યક્તિનું મોત થયું છે. જ્યારે અન્ય ત્રણ થી ચાર લોકોને ખૂબ ગંભીર ઈજાઓ પહોંચી છે. પરિણામે તહેવાર લોહીયાળ બન્યો છે. જુદા જુદા બનાવને પગલે સ્થાનિક પોલીસ તાત્કાલિક ધોરણે ઘટનાસ્થળે પહોંચીને આગળની કાર્યવાહી હાથ ધરે છે..

અમદાવાદના ગોમતીપુર વિસ્તારમાં પણ બે જૂથો વચ્ચે અથડામણ થઈ ગઈ હતી. ધુળેટી રમતા રમતા પાણીના છાંટા ઉડવાને કારણે અથડામણ થઇ ગઇ હતી. જેમાં જોતજોતામાં પથ્થરમારો પણ થવા લાગ્યો હતો. અને જેના કારણે તેમાં એક યુવાનનું મૃત્યુ પણ થયું છે

લેખન સંપાદન : Infogujarat Team : નોંધ:- અમે આ લેખ માત્ર જાણકરી પુરતો આપ સુધી પોહચડીએ છીએ.ભારતીય સંસ્કૃતિના કોઈ પણ ધર્મ કે સમુદાયની લાગણીને ઠેસ પહોચાડવાનો કે અંધશ્રદ્ધા ફેલાવવાનો કોઈ હેતુ નથી..”જય હિન્દ…જય જય ગરવી ગુ જરાત”જો અમારા આ લેખો ગમ્યા હોય તો લાઈક, શેર અને કમેન્ટ જરૂર કરજો! 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here