અંબાલાલે આપી આદ્રા નક્ષત્રમાં ગાજવીજ વરસાદની મોટી આગાહી, આ તારીખો વચ્ચે મેઘરાજા મન મુકીને વરસશે…!!

0
145

રાજ્યમાં આ વર્ષે ચોમાસું સારું રહેવાના એંધાણ દેખાઈ રહ્યા છે. ત્યારે હવામાન શાસ્ત્રીઓના જણાવ્યા મુજબ આગામી 5 દિવસમાં ખૂબ જ સારો વરસાદ રાજ્યના ઘણા વિસ્તારોમાં પડી રહ્યો છે. અને ગુજરાતના સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ખૂબ જ સારો એવો વરસાદ આગાહીના પગલે પડી રહ્યો છે. સારા વરસાદને કારણે ખેડૂતોમાં ખુશીનો માહોલ દેખાઈ રહ્યો છે.

હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલના જણાવ્યા મુજબ 24 થી 30 જૂન સુધીમાં સમગ્ર રાજ્યમાં મેઘરાજાની સાર્વત્રિક વરસાદ રહેવાની આગાહી વ્યક્ત કરી છે. રાજ્યના સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના તાલુકાઓમાં ખૂબ જ ભારે અને તોફાની વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. જ્યારે બાકીના તાલુકાઓમાં સામાન્ય વરસાદ રહેવાની આશંકાઓ થઈ છે.

આવતીકાલથી આદ્રા નક્ષત્ર ચાલુ થવાથી ખેડૂતોને વાવણી કરવાની સલાહ આપવામાં આવી છે. જૂનથી જુલાઈ અને ઓગસ્ટના પહેલા અઠવાડિયા સુધી સારો વરસાદ પડશે તેવું આગાહી શાસ્ત્રીએ જણાવ્યું છે. અને સપ્ટેમ્બર મહિનાના છેલ્લા અઠવાડિયામાં વરસાદનું આગમન ઓછું થશે. 24 થી 30 જુન સુધી રાજ્યમાં અમુક વિસ્તારોમાં ભારે વરસાદ પડશે.

દક્ષિણ ગુજરાતના અમરેલી, ગીર-સોમનાથ, જૂનાગઢ, ભાવનગર જેવા તાલુકાઓમાં અતિભારે વરસાદ પડશે. અને ઉત્તર ગુજરાતના અને કચ્છના વિસ્તારોમાં આ નક્ષત્રમાં વરસાદ સારો પડશે. આ દરમિયાન વાવણી ખેડૂતોએ કરવી ખૂબ જ સફળ પૂર્વક રહેશે. અને ખેડૂતો માટે આ ચોમાસુ સારુ રહેશે. હાલમાં રાજ્યના અત્યાર સુધીમાં તાલુકાઓમાં ખૂબ જ સારો વરસાદ વરસી ચૂક્યો છે.

ઉમરગામમાં સૌથી વધુ વરસાદ વરસ્યાનું નોંધાઈ રહ્યું છે. ઉમરગામમાં 9 ઇંચ જેટલો વરસાદ વરસી ગયો છે અને સૌથી વધુ વરસાદ રાજ્યના દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં નોંધાયો છે. લોકોને ગરમીથી રાહતને કારણે લોકો વરસાદ થવાથી ખૂબ જ ખુશ થઈ ગયા છે પરંતુ વરસાદની આફતો પણ લોકોને સહન કરવી પડી રહી છે.

લોકો ગાજવીજ અને વીજળીના કડાકા સાથે વરસાદને સહન કરી રહ્યા છે. ઘણા બધા વિસ્તારોમાં વીજળીના કડાકાને કારણે એક જ પરિવારના ઘણાં બધા લોકોના મૃત્યુ પણ થઇ ગયા છે. આમ ચોમાસુ આ વર્ષે સારું રહ્યું છે. શહેરીજનોમાં વરસાદ વરસવાને કારણે લોકો રસ્તા ઉપર નાહવા માટે ગરમીથી રાહત મેળવવા આનંદ લઇ રહ્યા છે.

વાતાવરણમાં ઠંડક પ્રસરતાને કારણે લોકો શાંતિનો અનુભવ કરી રહ્યા છે. અને ગ્રામ્ય વિસ્તારમાં લોકો પોતાની ખેતી સારી થવાને કારણે ચોમાસાથી ખૂબ જ ખુશ જોવા મળી રહ્યા છે. રાજ્યના દરેક વિસ્તારના લોકોમાં ખુશીની લાગણી છવાઈ ગઈ છે. ચોમાસું સારું રહેવાની આ વર્ષે સારી આશંકાઓ દેખાઈ રહી છે.

લેખન સંપાદન : Infogujarat Team : નોંધ:- અમે આ લેખ માત્ર જાણકરી પુરતો આપ સુધી પોહચડીએ છીએ.ભારતીય સંસ્કૃતિના કોઈ પણ ધર્મ કે સમુદાયની લાગણીને ઠેસ પહોચાડવાનો કે અંધશ્રદ્ધા ફેલાવવાનો કોઈ હેતુ નથી..”જય હિન્દ…જય જય ગરવી ગુજરાત”જો અમારા આ લેખો ગમ્યા હોય તો લાઈક, શેર અને કમેન્ટ જરૂર કરજો!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here