છેલ્લા કેટલાક દિવસથી રાજ્યમાં કાળઝાળ તડકો પડી રહ્યો છે. દર વર્ષે ચોમાસાનો મુખ્ય આધાર ઉનાળા પર હોય છે. અમુક અમુક જિલ્લાઓમાં તાપમાન ખુબ વધુ હોય છે. અને તડકો 41 કે 42 ડિગ્રીથી વધુ પડે છે. એવામાં લોકોનો ઘરની બહાર નીકળવું મુશ્કેલ બની જાય છે. પરંતુ આટલી બધી ગરમીમાં પણ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરને કારણે વરસાદી માવઠુ સર્જાય રહ્યું છે.
આગાહી પ્રમાણે પહેલુ ચોમાસુ જૂન મહિનાથી લઈને સપ્ટેમ્બર મહિના સુધી ચાલશે એવું કહે છે. એટલે કે આ વર્ષનું ચોમાસું એકંદરે લાંબુ ચાલતું રહેશે. પરંતુ સામાન્ય વરસાદ વરસશે. આ સાથે સાથે હવામાન વિભાગે અનુમાન લગાવતા જણાવ્યું છે કે, સમગ્ર દેશમાં વરસાદ સારો થશે. અત્યારે થોડા દિવસમાં જ વાતાવરણ બદલાઈ જશે.
પરંતુ ગુજરાત રાજ્યમાં વરસાદ સામાન્ય કરતા વધારે વર્ષ એટલે કે દર વર્ષ કરતાં વધારે વરસાદ વરસવા લાગશે. જેમાં બનાસકાંઠા, સાબરકાંઠા ,ગાંધીનગર, અમદાવાદ ,વડોદરા, નડિયાદ, આણંદ, ખેડા, ભરૂચ અને સુરતમાં વરસાદની અસર વધારે દેખાશે. અને અત્યારે આગાહી પ્રમાણે ઉનાળાની કાળઝાળ ગરમીથી લોકો કંટાળી ગયા છે.
ચોમાસાના સમાચાર સંભાળીને ખુશ જોવા મળે છે. આ વર્ષે રાજ્યમાં ચોમાસું સામાન્ય શરૂઆતમાં રહેશે. તેવો અંદાજ વ્યક્ત કરવામાં આવ્યો છે. સામાન્ય રીતે ગુજરાતમાં દક્ષિણ ગુજરાતથી ચોમાસાની શરૂઆત થતી હોય છે. દક્ષિણમાં વરસાદ આવે પછી જ બાદમાં ચારથી પાંચ દિવસમાં રાજ્યના અન્ય વિસ્તારોમાં વરસાદ પડે છે.
ભર ઉનાળાની કાળઝાળ ગરમીમાં માવઠાની આગાહી આવતાની સાથે જ સૌ કોઈ લોકો ખુશ થઇને રહેવા લાગ્યા છે.એટલા માટે હવે ક્યારે વરસાદ વરસશે અને ક્યારે કાળઝાળ ગરમી પડે અથવા ત્યારે જ આગળ અને ધુમ્મસ દેખાશે તે નક્કી રહેતું નથી. ખેડૂતોપણ ખુબ ખુશ જોવા મળે છે આ ઉનાળો પૂર્ણ થાય તો હવે એ લોકો નવા પાકો કરી શકે.
આ પાકોમાં તે લોકો નીપજ લઈને વર્ષ સારું બનાવી શકે. કારણ કે છેલ્લા બે વર્ષથી વરસાદ વરસ્યો હતો. એટલા માટે ભૂગર્ભ જળ સપાટી ઉપર આવી હતી. આ વર્ષે પણ વરસાદ સારો થાય તો, આમ ને આમજ ભૂગર્ભ જળ સપાટી જળવાય રહે. અને ખેડૂતો પોતાના પાકને પાણી પૂરું પડી શકે.
તેમજ ખેડૂતોને પણ સરકાર તરફથી સૂચના આપી દેવામાં આવી છે કે ખેતરમાં રહેલો પાક તેમજ માર્કેટ યાર્ડ માં રહેલો પાક કોઈ વ્યવસ્થિત જગ્યા પર ખસેડી દેવામાં આવે. જેથી વરસાદના માવઠાથી કોઈ પણ પ્રકારનું નુકસાન ન થાય. હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે માવઠાની આગાહી આપીને જણાવ્યું છે કે ગુજરાતના મોટા ભાગના જીલ્લાઓમાં કમોસમી વરસાદ વરસવા જઈ રહ્યો છે.
લેખન સંપાદન : Infogujarat Team નોંધ:- અમે આ લેખ માત્ર જાણકરી પુરતો આપ સુધી પોહચડીએ છીએ.ભારતીય સંસ્કૃતિના કોઈ પણ ધર્મ કે સમુદાયની લાગણીને ઠેસ પહોચાડવાનો કે અંધશ્રદ્ધા ફેલાવવાનો કોઈ હેતુ નથી..”જય હિન્દ…જય જય ગરવી ગુજરાત”જો અમારા આ લેખો ગમ્યા હોય તો લાઈક, શેર અને કમેન્ટ જરૂર કરજો!