નાની ઉંમરમાં જોડાયેલ પ્રેમ સંબંધ ખુબ જ મોંઘા સાબિત થતા હોય છે. પરંતુ હાલના મોટાભાગના પ્રેમ સંબંધમાં કોઈને કોઈ કારણોસર એવું બની જતું હોય છે. જેના કારણે પોલીસ સ્ટેશનના ધક્કા ખાવા પડે છે. હાલ અમદાવાદના વસ્ત્રાપુરમાં એક એવો કિસ્સો સામે આવ્યો છે…
વસ્ત્રાપુરમાં રેહતી એક યુવતી રાણીપ વિસ્તારમાં રહેતા પાર્થ ચાંપાનેર નામના યુવકના સંપર્કમાં આવી હતી. તેઓ સોશિયલ મીડિયા પર એકબીજા સાથે વાતો કરતા હતા. તેમજ ધીમે-ધીમે તેઓ એટલા બધા નજીક આવી ગયા હતા કે બંને વચ્ચે પ્રેમ સંબંધ થઈ ગયો હતો. વાતો કરતા કરતા તેઓ એટલી હદ સુધી આગળ પહોંચી ગયા હતા કે તેઓ એકબીજા સાથે અંગત પળો પણ વિતાવા લાગ્યા હતા..
જેના તેઓ ફોટા તેમજ વીડીયો એકબીજાને મોકલતા હતા અને ખૂબ મોજ મજા કરતા હતા. પરંતુ એક દિવસ આ યુવતી અચાનક જ અભ્યાસ માટે ઓસ્ટ્રેલિયા જવા માટે નીકળી ગઈ હતી. ત્યારે રાણીપ વિસ્તારમાં રહેતો પાર્થ આ યુવતી ના જવાથી એકલો થઈ ગયો હતો. આ કારણે તે બંને વચ્ચે નાના-મોટા ઝઘડા ચાલતા હતા.
એક દિવસ યુવતીએ આ ઝઘડાથી કંટાળીને પાર્થને સોશિયલ મીડિયા પર બ્લોક કરી દીધો હતો. એટલા માટે પાર્થ ખુબજ ગુસ્સામાં આવી ગયો હતો. તેમજ તેણે યુવતીને જણાવ્યું હતું કે તું મને અનબ્લોક નહીં કરે અને મારી સાથે વાત નહીં કરે તો હું તારા નગ્ન ફોટો તારા સંબંધીઓ તેમજ તારા મિત્રો અને સૌ કોઈ લોકોને મોકલીને ઇન્સ્ટાગ્રામ પર વાયરલ કરી દઈશ.
પરંતુ યુવતીએ પાર્થની વાત પર ધ્યાન આપ્યું ન હતું. પાર્થ એટલો ચાલાક હતો કે તેણે તેના અંગત પળોના ફોટા અને વિડીયો પોતાના મોબાઈલમાં લઈ લીધા હતા. તેમજ તે ગુસ્સામાં આવી જતાં તેણે આ ફોટો અને વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ કરી દીધા હતા. જેના પગલે યુવતીની બરબાદી થઈ રહી હતી…
એટલા માટે યુવતીએ સાયબર ક્રાઇમમાં ફરિયાદ નોંધાવી હતી. જેથી પોલીસે આરોપી પાર્થને ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. એકબીજાને બ્લેકમેલ કરીને નરાધમ યુવકો ન કરવાના ખેલ કરી બેસે છે. અને અંતે પછતાઈ તેઓને જેલની હવા ખાવાનો વારો આવે છે.
લેખન સંપાદન : Infogujarat Team : નોંધ:- અમે આ લેખ માત્ર જાણકરી પુરતો આપ સુધી પોહચડીએ છીએ.ભારતીય સંસ્કૃતિના કોઈ પણ ધર્મ કે સમુદાયની લાગણીને ઠેસ પહોચાડવાનો કે અંધશ્રદ્ધા ફેલાવવાનો કોઈ હેતુ નથી..”જય હિન્દ…જય જય ગરવી ગુજરાત”જો અમારા આ લેખો ગમ્યા હોય તો લાઈક, શેર અને કમેન્ટ જરૂર કરજો!