3 દિવસ માટે ગુજરાત આવશે અમિત શાહ : કઈક નવા-જૂની થવાની સંભાવનાઓ …. જાણો !

0
158

કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહ ફરી ગુજરાત આવશે. થોડા દિવસ અગાઉ પણ અમિત શાહ ગુજરાત મુલાકાતે આવ્યા હતા જેમાં ત્રણ ઓવરબ્રિજનું લાકાર્પણ અને અનેક વિકાસના કામોને પ્રજા માટે ખુલ્લા મુક્યા હતા ત્યારે તેઓ ફરી ત્રણ દિવસ માટે ગુજરાત આવનાર છે.

કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહ આવશે ફરી ગુજરાત  : કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહ 10 જૂલાઈથી ત્રણ દિવસ ગુજરાત પ્રવાસે છે, આ પ્રવાસ દરમિયાન અમિત શાહ  અનેક વિકાસના કાર્યોનું લાકાર્પણ કરશે  મહત્વનું છે કે 12 જૂલાઈએ અમદાવાદમાં રથયાત્રા યોજાનાર છે ત્યારે 11 જૂલાઈએ સાંજે અમિત શાહ પરિવાર સાથે જગન્નાથ મંદિરમાં દર્શન કરશે તે પછી વહેલી સવારે રથયાત્રા પહેલા મંદિરમાં મંગળા આરતી પણ કરશે.

અમિત શાહ કરશે અનેક વિકાસના કાર્યોનું લોકાર્પણ : કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહનો ત્રણ દિવસનો પ્રવાસ એટલા માટે મહત્વનો બની રહેશે કેમ કે ગુજરાતમાં અનેક વિસકાના કાર્યોનું લોકાર્પણ અમિત શાહના હસ્તે થનાર છે, 11 જૂલાઈએ બોપલ અને વેજલપુરમાં વિકાસના કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત પણ કરશે.

તે સાથે સાબરમતી વિસ્તારમાં નવા વાડજ ખાતે બનેલા પંપીગ સ્ટેશન પણ ખુલ્લો મુકશે. અમિત શાહ ગુજરાતના સાણંદ APMCમાં બનેલા નવ નિર્મિત ભવનનું પણ લોકાર્પણ કરશે. મહત્વનું છે કે સાણંદમાં બાવળા ખાતે 27 કરોડના ખર્ચે થયેલા વિકાસ કામોનું તેમજ 17 કરોડના ખર્ચે નિર્માણ પામનાર 8 કામોનું ખાતમુહૂર્ત કરશે.

પરિવારજનો સાથે કરશે જગન્નાથ મંદિરમાં દર્શન : ઉલ્લેખનિય છે કે રથયાત્રાના દિવસે અમિત શાહ દર વર્ષની જેમ આ વર્ષે પણ પરિવારજનો સાથે મંગળા આરતીમાં ભાગ લેશે અને રથયાત્રાના દિવસે ભગવાન જગન્નાથના દર્શેન કરશે.

લેખન સંપાદન : Infogujarat Team : નોંધ:- અમે આ લેખ માત્ર જાણકરી પુરતો આપ સુધી પોહચડીએ છીએ.ભારતીય સંસ્કૃતિના કોઈ પણ ધર્મ કે સમુદાયની લાગણીને ઠેસ પહોચાડવાનો કે અંધશ્રદ્ધા ફેલાવવાનો કોઈ હેતુ નથી..”જય હિન્દ…જય જય ગરવી ગુજરાત”જો અમારા આ લેખો ગમ્યા હોય તો લાઈક, શેર અને કમેન્ટ જરૂર કરજો!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here