અંધશ્રધ્ધાને લીધે વહુને ડાકણ કહીને એને ઢોર માર માર્યો અને પછી જે થયું એ જોતા રહી જશો ..!!

0
95

આજકાલ સમાજના ઘણા કિસ્સાઓ સાંભળીને આપણને આશ્ચર્ય થાય છે કે હજુ પણ આ સમાજમાં અંધશ્રધ્ધા ચાલી રહી છે ઘણા લોકો અંધશ્રધ્ધામાં હજી માની રહ્યાં છે. એવું આજકાલ હજી જોવા મળે છે. શહેરોમાં હવે વધારે અંધશ્રધ્ધા જોવા મળતી નથી અને લોકો અંધશ્રધ્ધામાં વધુ માનતા હોય એવું જોવા મળતું નથી. પરંતુ ગામડાઓમાં હજી અંધશ્રધ્ધામાં લોકો જીવે છે.

આ અંધશ્રધ્ધાને કારણે જ એક એવી ઘટના જોવા મળી છે. સુરતના બારડોલી જીલ્લાના ઉમરપાડા તાલુકાના ચંદ્રપાડા ગામમાં એક મહિલા પર હુમલો કરાયો હતો. આ મહિલા પરણિત છે અને મહિલાના પતિનું નામ માનસિંગભાઈ નવાભાઇ વસાવા હતું. મહિલા પોતાના પરિવાર સાથે સારી રીતે અને ખુશી-ખુશી રહેતી હતી. મહિલાનો સ્વભાવ શાંત હતો.

મહિલા અને તેનો પરિવાર નિશાળ ફળિયામાં રહેતા હતા. એક દિવસ મહિલાનો પતિ માનસિંગભાઈ સવારે 9 વાગ્યાની આસપાસ ચા-પાણી કરીને બહાર નીકળ્યો સાથે મહિલા પણ ઘરની બહાર અરસામાં મુકેલા બળતણના લાકડા લેવા આવી. ત્યારે એટલામાં જ તેમના જેઠ પુનજીભાઇ વસાવા આવ્યા અને મહિલાને કહ્યું તું ડાકણ છે, તારા લીધે મારો પરિવાર બીમાર રહે છે.

મારા ઘરના બધા સભ્યો બીમાર રહે છે. મહિલા પર ખોટા આરોપો નાખીને મહિલા ઉપર હુમલો કર્યો હતો. એટલામાં જ મહિલાનો પતિ માનસિંગભાઈ આવ્યા અને તેમને કહ્યું મારી પત્ની ડાકણ નથી અને એવું લાગતું હોય તો ભગત સંત પાસે લઇજા. એટલું કહેતાજ પુનજીભાઈ ઉશ્કેરાઈ જતા તેને મહિલા પર બાજુમાં પડેલા લાકડું લઇને મહિલાને માથાના ભાગ ઉપર મારી દીધું.

મહિલાએ બુમાબુમ કરી તો એટલામાં જ તેના પતિનો બીજો ભાઈ નારસિંગ વસાવા આવ્યો. અને મહિલાને તું ડાકણ છે કહીને એ પણ લાકડી લઈને પીઠના ભાગે સપાટા મારી દીધા. અને તેના બંને જેઠે નાલાયક ગાળો આપી હતી. મહિલા ત્યાં ને ત્યાં જ બેહોશ થઇ ગય અને તેના પતિએ તેને સારવાર પતે લઇ ગયો અને સારવાર ચાલુ કરાય.

મહિલાના પતિ માનસિંગભાઈએ તેમના બંને ભાઈઓ સામે ઉમરપાડા પોલીસ પાસે ફરિયાદ નોંધાવી હતી. અને પોલીસને કહ્યું હતું મારી પત્નીને ડાકણ કહે છે અને ડાકણના ખોટા આરોપો મારી પત્ની ઉપર નાખે છે. મારા ભાઈઓએ એની ઉપર આવું કહીને હુમલાઓ કર્યા છે. અને મારી પત્નીને લાકડું લઈને મારી પણ છે.

લેખન સંપાદન : Infogujarat Team નોંધ:- અમે આ લેખ માત્ર જાણકરી પુરતો આપ સુધી પોહચડીએ છીએ.ભારતીય સંસ્કૃતિના કોઈ પણ ધર્મ કે સમુદાયની લાગણીને ઠેસ પહોચાડવાનો કે અંધશ્રદ્ધા ફેલાવવાનો કોઈ હેતુ નથી..”જય હિન્દ…જય જય ગરવી ગુજરાત”જો અમારા આ લેખો ગમ્યા હોય તો લાઈક, શેર અને કમેન્ટ જરૂર કરજો!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here