અંબાલાલ પટેલની મોટી આગાહી : આ તારીખ સુધી અતિભારે વરસાદ પડશે.. વીજળીના કડાકા સાથે પૂર પણ આવી શકે છે.. વાંચો.!

0
204

હવામાન નિષ્ણાતો અને હવામાન વિભાગે આપેલી આગાહી મુજબ જ રાજ્યમાં ચારે કોર મેઘ મહેર ચાલુ છે. જે વિસ્તારો વરસાદથી ભીંજાયા નોહતા તે વિસ્તારોમાં પણ હવે ઠેર ઠેર પાણી ભરાઈ ગયા હોઈ તેવો વરસાદ ખાબક્યો છે. 2 દિવસ પેહલા ઉત્તર ગુજરાત અને દક્ષીણ ગુજરાતના વિસ્તારોમાં મુશળધાર વરસાદ થયો હતો. તેમજ આજે મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રનો વારો લઈ લીધો છે.

જુનાગઢ, રાજકોટ , જામનગર , અમરેલી , પોરબંદર અને દ્વારકામાં અતિભારે વરસાદની આગાહી આપવામાં આવી છે. તેમજ આ જીલ્લાઓમાં રેડ એલર્ટ પણ જારી કરવામાં આવ્યું છે. નદીકિનારાના વિસ્તારોમાંથી રહેણાક દુર કરવા માટે પણ સુચના આપી દેવામાં આવી છે. તેમજ રાજ્યમાં NDRFની ટીમો પણ તહેનાત કરી દેવામાં આવી છે.

આ સાથે સાથે વલસાડ, વાપી, નવસારી , ડાંગ અને સુરતમાં પણ અતિભારે વરસાદની આગાહીઓ રહેલી છે. આ વિસ્તારોમાં તો છેલ્લા 7 દિવસથી ધોધમાર વરસાદ વરસે છે. ઉકાઈ ડેમના ઉપરવાસમાંથી પણ પાણીની આવક વધી હતા ડેમમાંથી તાપી નદીમાં 53 હજાર કયુસેક પાણી છોડવામાં આવ્યું છે. સુરત શહેરમાં આવેલા કોઝવે ની ઉંચાઈ પર 7 મિટરને પાર કરી દીધી છે.

સુરેન્દ્રનગર, મોરબી, ગીરસોમનાથ અને ભાવનગરમાં પણ હળવો વરસાદ વરસશે તેવી આગાહીઓ હવામાન નિષ્ણાંતો અને હવામાન વિભાગે આપી છે. આમ જોવા જાવ તો સમગ્ર સૌરાષ્ટ્રમાં અતિભારે વરસાદની આગાહી છે પરતું તેમાં ખાસ કરીને રાજકોટ, જામનગર, અમરેલી, જુનાગઢ , દ્વારકા અને પોરબંદરતો રેડ એલર્ટ પર છે. ત્યાં ખુબ જ ભારે વરસાદ વરસશે તેવી આશંકાઓ હવામાન વિભાગ ના ડીરેક્ટર મનોરમા મોહંતીએ જાહેર કરી છે.

ભાવનગર, બોટાદ, સુરેન્દ્રનગર, મોરબી અને ગીર સોમનાથ જેવા જીલ્લાઓમાં ભારેથી હળવો વરસાદ આવશે તેવી આગાહીઓ વ્યક્ત કરવામાં આવી છે. કચ્છમાં પણ હળવોથી ભારે વરસાદ આવશે તેવી સંભાવના છે. કચ્છ જીલ્લો આ વર્ષે વરસાદથી વંચિત રહી ગયેલો જીલ્લો છે પરતું આ આગાહી પરથી એવું લાગે છે કે આ વખતે તો કચ્છને પણ મેઘરાજા પાણી પાણી કરી દેશે.

દક્ષીણ ગુજરાતના દરિયામાં લો પ્રેશર સર્જાયું છે તેથી સમગ્ર ગુજરાતમાં વરસાદ ધમરોળાશે તેવી આશંકાઓ છે. અમદાવાદ શહેરમાં હળવો વરસાદતો અમદાવાદના ગ્રામ્ય વિસ્તારમાં થોડોક ભારે વરસાદ રહેલો છે. આ સાથે જ ઉત્તર ગુજરાતના ગામોમાં પણ મધ્યમથી હળવો વરસાદ નોંધાશે.

ઉતર-પૂર્વ ગુજરાતના ભાગો એટલે કે પંચમહાલ,ગોધરા, વડોદરા, આણંદ, નડીયાદ જીલ્લાઓમાં હળવો હળવો વરસાદ નોંધાશે. આ વિસ્તારોમાં થોડાક દિવસ પેહલા જ ભારે વરસાદ વરસી ચુક્યો છે. તેમ છતાં હજુ પણ વરસાદ વરસશે તેવી આગાહીઓ વ્યક્ત કરવમાં આવી છે.

હવામાન ખાતાએ તેમજ રાજ્યના હવામાન નિષ્ણાતોની આગાહી મુજબ સોમવારે રાજકોટ,જામનગર, જુનાગઢ, પોરબંદર અને અમરેલીમાં જળબંબાકાર વરસાદ વરસશે. ચારેય તરફ પાણી જ પાણી થઈ જશે. ડેમો પણ ઓવરફલો થવા લાગશે. મંગળવારે દ્વારકા, સોમનાથ, અમરેલી, ઉના, રાજકોટ, જામનગર અને જુનાગઢમાં અતીભારે વરસાદ વરસશે.

બુધવારે સુરેન્દ્રનગર, મોરબી,ભાવનગર, બોટાદ તેમજ બનાસકાઠા અને સાબરકાંઠાના વિસ્તારોમાં વરસાદ વરસશે. તેમજ દક્ષીણ ગુજરાતમાં નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી તેમજ સુરતમાં અને મધ્ય ગુજરાતમાં અરવલ્લી, આણંદ, પંચમહાલ, દાહોદ, મહિસાગર, વડોદરામાં ભારે વરસાદ આવશે.

કઈ કઈ જગ્યાએ મુશળધાર વરસાદ વરસી ચુક્યો છે? : રાજકોટ શહેરમાં 11 ઇંચ , જામનગરના કાલાવડમાં 9 ઇંચ, ગોંડલમાં 9 ઇંચ , જુનાગઢના વિસાવદરમાં 8 ઇંચ , ધ્રોલમાં 6.5 ઇંચ, વડોદરાના પાદરામાં 4 ઇંચ, સુરત અને ડાંગ સહીતના વિસ્તારોમાં આશરે 6 ઇંચ, ઉપલેટામાં 5 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો હતો.

રાજ્યના જળાશયોની શું સ્થિતિ : રાજ્યમાં સારો વરસાદ થતા સુકાઈ રહેલા જળાશયો પાછા ભરાવા લાગ્યા છે. ઉકાઈ ડેમની સપાટી રૂપ લેવલને પહોચવા આવી છે. ડેમ ઓવરફલો ન થાય તે માટે તેમથી પાણી છોડવામાં આવી રહ્યું છે. તાપી નદી કાંઠાના તેમજ નીચાણવાળા વિસ્તારોમાં પણ અલર્ટ કરી દેવામાં આવ્યા છે. સરદાર સરોવરમાં પણ પાણી આવક દિવસેને દિવસે વધતી જાય છે. હાલ જોવા જઈએ તો રાજકોટ શહેરમાં પણ 6 જળાશયો ઓવરફલો થય ગયા છે.

અત્યાર સુધીમાં રાજ્યમાં કેટલો વરસાદ નોંધાયો છે? : મહત્વપૂર્ણ છે કે અત્યાર સુધી સિઝનનો 64.44 ટકા વરસાદ થયો છે. ઝોન પ્રમાણેની સ્થિતિ જોઈએ તો, કચ્છમાં 66.13 ટકા, ઉત્તર ગુજરાતમાં 54.45 ટકા, મધ્ય ગુજરાતમાં 55.92 ટકા અને સૌરાષ્ટ્રમાં 68.74 ટકા વરસાદ થયો છે. જ્યારે દક્ષિણ ગુજરાતમાં સૌથી વધુ 64.44 ટકા વરસાદ નોંધાયો છે.

સિક્યુરીટીની ખાસ વ્યવસ્થાઓ કરી દેવામાં આવી છે : હવામાન વિભાગની આગાહીના પગલે NDRF અને SDRFની ટીમોને પણ એલર્ટ રહેવા સૂચના આપી દેવામાં આવી છે. સૌરાષ્ટ્રમાં NDRFની 9 ટીમ તૈનાત કરવામાં આવી છે, એટલું જ નહીં, NDRFની વધુ 5 ટીમો સૌરાષ્ટ્ર મોકલાશે. રાજકોટ અને જામનગરમાં 5 ટીમ મોકલવાના સમાચાર સામે આવી રહ્યા છે. આ સિવાય જામનગરમાં 2, જૂનાગઢમાં 1 ટીમ તૈનાત રાજકોટ, અમરેલી, બોટાદમાં 1-1 ટીમ અને ગીર સોમનાથ, પોરબંદરમાં 1-1 ટીમ અને ભાવનગરમાં NDRFની 1 ટીમ તૈનાત કરવામાં આવી છે.

લેખન સંપાદન : Infogujarat Team : નોંધ:- અમે આ લેખ માત્ર જાણકરી પુરતો આપ સુધી પોહચડીએ છીએ.ભારતીય સંસ્કૃતિના કોઈ પણ ધર્મ કે સમુદાયની લાગણીને ઠેસ પહોચાડવાનો કે અંધશ્રદ્ધા ફેલાવવાનો કોઈ હેતુ નથી..”જય હિન્દ…જય જય ગરવી ગુજરાત”જો અમારા આ લેખો ગમ્યા હોય તો લાઈક, શેર અને કમેન્ટ જરૂર કરજો!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here