ઉત્તર પ્રદેશના મેરઠમાં બુધવારે એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. અહીં ATM મશીનમાંથી નોટો ઉપાડતી વખતે વીજ કરંટ લાગવાથી એક યુવકનું મોત થયું હતું. હા! ATM મશીનમાંથી પૈસા ઉપાડવા ગયેલો 25 વર્ષીય યુવક હંમેશ માટે સૂઈ ગયો.
યુવકના મોતથી વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી, ત્યારબાદ લોકોએ હોબાળો મચાવીને પોતાનો રોષ વ્યક્ત કર્યો હતો. આ ઘટના મેરઠ પોલીસ સ્ટેશનના લિસાડી ગેટ વિસ્તારની છે, જ્યાં 25 વર્ષીય દાનિશ પોતાની કોઈ જરૂરિયાત માટે એટીએમમાંથી પૈસા ઉપાડવા આવ્યો હતો.
ઈન્ડિયા વન એટીએમ મશીનમાંથી પૈસા ઉપાડતી વખતે તેને અચાનક હાઈ વોલ્ટેજ કરંટ લાગ્યો, જેના કારણે દાનિશનું ઘટનાસ્થળે જ કરૂણ મોત થયું. એટીએમ ચેમ્બરમાં યુવકને તડપતો જોઈને વિસ્તારના લોકો ચોંકી ગયા હતા, ત્યારબાદ તેને માંડ માંડ એટીએમ ચેમ્બરમાંથી બહાર કાઢ્યો હતો અને પછી તેને હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો..
જ્યાં ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યો હતો. એટીએમ મશીનમાં વીજ કરંટની ઘટનાને લઈને વિસ્તારના લોકોએ રોષ વ્યક્ત કર્યો હતો. લોકોએ હોબાળો મચાવ્યો હતો અને એટીએમ કંપની સામે કાર્યવાહી અને મૃતકના પરિવારને વળતરની માંગ કરી હતી.
સાથે જ પોલીસે મૃતદેહનો કબજો મેળવીને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો છે. હાલ એટીએમ મશીનમાં આટલો હાઇવોલ્ટેજ કરંટ કેવી રીતે આવ્યો તેની તપાસ કરવામાં આવી રહી છે. હકીકતમાં આ પ્રકારનો બનાવ અ પ્રથમ વાર બન્યો છે..
આ બનાવ સામે આવતા જ લોકોએ આ ATMને બંધ કરવાની માંગ કરી છે. કારણ કે ખુબ મોટા વીજ શોકને કારણે આ ATM જીવ માટે ખુબ જ જોખમી સાબિત થતું હોઈ છે. આ યુવકના પરિવારજનોને જ્યારે જાણ થશે કે તેમના કુળદીપકનું આવી રીતે મોત થયું છે ત્યારે તેઓ માનસિક રીતે ખુબ જ ભાંગી પડશે..
લેખન સંપાદન : Infogujarat Team નોંધ:- અમે આ લેખ માત્ર જાણકરી પુરતો આપ સુધી પોહચડીએ છીએ.ભારતીય સંસ્કૃતિના કોઈ પણ ધર્મ કે સમુદાયની લાગણીને ઠેસ પહોચાડવાનો કે અંધશ્રદ્ધા ફેલાવવાનો કોઈ હેતુ નથી..”જય હિન્દ…જય જય ગરવી ગુજરાત”જો અમારા આ લેખો ગમ્યા હોય તો લાઈક, શેર અને કમેન્ટ જરૂર કરજો!