પોરબંદર, અમરેલી અને મહુવા વચ્ચેથી પસાર થશે વાવાઝોડું : કોરોના વાયરસના કહેર વચ્ચે ગુજરાત માથે વાવાઝોડાનું સંકટ આવી પડ્યું છે. દરિયાઈ તોફાન વધુને વધુ મજબૂત બની રહ્યું છે અને હવે હવાની ઝડપ પણ વધારી છે. ગઇકાલે દક્ષિણ ભારતના રાજ્યોમાં દરિયો ગાંડોતૂર બન્યો છે તથા ગોવા સહિતના રાજ્યોમાં ભારે પવન સાથે વરસાદ થયો હતો જે બાદ હવે વાવાઝોડું સીધું ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે.
તૌકતે વાવાઝોડાને લઈને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે કે વાવાઝોડાએ ઝડપમાં વધારો કર્યો છે અને આવતીકાલ સવાર સુધીમાં વાવાઝોડું ગુજરાત પહોંચી શકે છે. હાલમાં આ વાવાઝોડું દક્ષિણ મુંબઈથી 150 કિમી દૂર છે તથા વાવાઝોડાની દિશામાં પણ ફેરફાર ઓજવા મળ્યો છે. તૌકતે વાવાઝોડું હવે ઉત્તર-ઉત્તર પશ્ચિમ દિશામાં ફંટાઈ ગયું છે.
વાવાઝોડાની અસરને પગલે સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી : હાલની પરિસ્થિતિ મુજબ વાવાઝોડું આવતીકાલ સવાર સુધીમાં ગુજરાત પહોંચી શકે છે. વાવાઝોડું પોરબંદર, અમરેલી તથા મહુવા વચ્ચેથી પસાર થઈ શકે છે. વાવાઝોડાની અસરના પહેલ આખા સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ સાથે જ દક્ષિણ ગુજરાતમાં પણ ભારે વરસાદ પડી શેક છે. વાવાઝોડાની અસર સોમવારે સાંજથી દેખાવાની શરૂ થઈ જશે.
ગુજરાતથી 250 થી 300 કિલોમીટર દૂર છે `તૌકતે’ : સોમવાર સવારની પરિસ્થિતિ મુજબ વાવાઝોડું ગુજરાતથી દૂર દરિયામાં 250થી 300 કિમી દૂર છે અને આજે સાંજથી જ ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારે પવનની શરૂઆત થઈ જાય તેવી આશંકા છે અને વહેલી સવારે વાવાઝોડું ગુજરાતના જિલ્લાઓમાં પસાર થશે. જેમાં પોરબંદર, અમરેલી તથા મહુવાથી આ વાવાઝોડું પસાર થતાં ત્યાં સૌથી વધારે અસર જોવા મળી શકે છે.
લેખન સંપાદન : Infogujarat Team : નોંધ:- અમે આ લેખ માત્ર જાણકરી પુરતો આપ સુધી પોહચડીએ છીએ.ભારતીય સંસ્કૃતિના કોઈ પણ ધર્મ કે સમુદાયની લાગણીને ઠેસ પહોચાડવાનો કે અંધશ્રદ્ધા ફેલાવવાનો કોઈ હેતુ નથી..”જય હિન્દ…જય જય ગરવી ગુજરાત”જો અમારા આ લેખો ગમ્યા હોય તો લાઈક, શેર અને કમેન્ટ જરૂર કરજો!