હરિયાણાના હંસીમાં બબીતા જી એટલે કે ટીવી શો ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ ના મુનમુન દત્તા સામે એફઆઈઆર (FIR) નોંધવામાં આવી છે. હાલમાં જ કોઈ ખાસ જાતિ વિશેના વીડિયો માં મુનમુન દત્તા દ્વારા કરવામાં આવેલી ટિપ્પણીઓને કારણે આ એફઆઈઆર દાખલ કરવામાં આવી છે.
નેશનલ એલાયન્સ ફોર દલિત હ્યુમન રાઇટ્સના કન્વીનર રજત કલ્સને કહ્યું હતું કે આ ઘટનાને ખુબ જ શરમજનક બનાવવાનો પ્રયાસ કર્યો હતો , તેણે કહ્યું કે “અભિનેત્રીના લાખો અનુયાયીઓ છે અને તે અમને નીચે બતાવવા માટે જ કહેવામાં આવ્યુ છે.” નોંધનીય છે કે મુનમુન વિરુધ્ધ તમામ કલમો બિનજામીનપાત્ર છે અને આ કલમોમાં આગોતરા જામીન માટેની જોગવાઈ પણ નથી.
શું છે આખો મામલો? : થોડા સમય પહેલા મુનમૂને એક વિડીયોમાં કોઈ ખાસ જાતિ વિશે એક ટિપ્પણી કરી હતી. તે પછી તેનો વીડિયો સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થયો હતો અને ઘણા સોશ્યલ મીડિયા યુઝર્સે અભિનેત્રી સામે ગુસ્સો વ્યક્ત કર્યો હતો અને તેની ધરપકડની માંગ કરી હતી.
અભિનેત્રીએ માફી માંગી : કેસ થતાંની સાથે જ મુનમુને સોશ્યલ મીડિયા પર માફી માંગી. મુનમુને એક નોંધમાં લખ્યું, ‘આ ગઈકાલે મેં પોસ્ટ કરેલા એક વીડિયોના સંદર્ભમાં છે. જ્યાં મેં ઉપયોગ કરેલા કોઈ શબ્દનો ખોટો અર્થ કાઢવામાં આવ્યો છે. તે ક્યારેય કોઈની લાગણીને ઠેસ પહોંચાડવા, ધમકાવવા અથવા ઈજા પહોંચાડવાનો ન હતો.
મર્યાદિત ભાષાના જ્ જ્ઞાને કારણે, હું તે શબ્દના અર્થ વિશે ખોટી માહિતી આપી હતી. ‘ તેમની પોસ્ટમાં મુનમુને વધુમાં લખ્યું કે, ‘એકવાર મને તેના અર્થ વિશે જાગૃત કરવામાં આવ્યા પછી, મેં તરત જ તે ભાગને દૂર કરી દીધો. મારે દરેક જાતિ અથવા જાતિના દરેક વ્યક્તિ માટે ખૂબ આદર છે અને હું આપણા સમાજ અથવા રાષ્ટ્રમાં તેમના પુષ્કળ યોગદાનને સ્વીકારું છું. હું શબ્દની મદદથી અજાણતાં દુ:ખ પહોંચ્યું હોય દરેક વ્યક્તિની નિષ્ઠાપૂર્વક માફી માંગવા માંગુ છું અને તેના માટે મને દિલગીર છે. ‘
તારક મહેતા કા ઉલ્ટા ચશ્માની બબીતાાનું પાત્ર ભજવતી અભિનેત્રી મુનમુન દત્તા વિવાદમાં આવી છે અભિનેત્રીએ 9 મે ના રોજ કરેલા નિવેદનને લઈને અનુસુચિત જાતિ ની વાલ્મિકી સમાજ ને ગેર બંધારણીય અને અસંવૈધાનિક શબ્દોનો ઉપયોગ કર્યાનો આક્ષેપ લગાવ્યો છે.
ત્યારે જામનગરમાં દલિત અને વાલ્મિકી સમાજ દ્વારા તારક મહેતા કા ઉલ્ટા ચશ્માની બબીતાનું કિરદાર નિભાવતી મુનમુન દત્તા દ્વારા જે શબ્દોનો પ્રયોગ કરાયો છે. જેને લઇને હળાહળ અપમાન થયા હોવાની લાગણી સાથે જિલ્લાાા કલેકટર કચેરીએ આ અભિનેત્રી સામે કાયદાકીય કાર્યવાહી કરી એટ્રોસિટી એક્ટ મુજબ એફઆઈઆર દાખલ કરવા માગણી કરવામાં આવી છે.
આવેદનપત્ર આપતી વેળાએ દલિત અને વાલ્મિકી સમાજના અગ્રણી દ્વારા જણાવવામાં આવ્યું છે કે ત્રણ દિવસમા આ અંગે કાર્યવાહી નહી કરવામાં આવે તો આવનારા દિવસોમાં ધરણા પ્રદર્શન કરી રસ્તા ઉપર આવી આંદોલન કરવાની ચીમકી આપવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે, સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વીડિયોમાં મુનમુને જાતિ વિશે ટિપ્પણી કરી હતી. ત્યારબાદ સોશિયલ મીડિયા પર તેમનો વીડિયો વાયરલ થયો હતો અને કેટલાક યુઝર્સે અભિનેત્રી વિરૂદ્ધ રોષ ઠાલવતા તેમની ધરપકડની માગણી કરી હતી.
મામલો સામે આવ્યો કે તરત જ મુનમુને સોશિયલ મીડિયા પર માફી માંગી. મુનમુને એક નોંધમાં લખ્યું, ‘આ ગઈકાલે મેં પોસ્ટ કરેલા એક વીડિયોના સંદર્ભમાં છે. જ્યાં મેં વપરાયેલા કોઈ શબ્દનો ખોટો અર્થ કાઢવામાં આવ્યો છે. તે ક્યારેય કોઈની લાગણીને ઠેસ પહોંચાડવા, ધમકાવવા અથવા ઈજા પહોંચાડવાનો નહતો. મર્યાદિત ભાષાના જાણકારીને કારણે, હું તે શબ્દના અર્થ વિશે ખોટી માહિતી આપી હતી.’
લેખન સંપાદન : Infogujarat Team : નોંધ:- અમે આ લેખ માત્ર જાણકરી પુરતો આપ સુધી પોહચડીએ છીએ.ભારતીય સંસ્કૃતિના કોઈ પણ ધર્મ કે સમુદાયની લાગણીને ઠેસ પહોચાડવાનો કે અંધશ્રદ્ધા ફેલાવવાનો કોઈ હેતુ નથી..”જય હિન્દ…જય જય ગરવી ગુજરાત”જો અમારા આ લેખો ગમ્યા હોય તો લાઈક, શેર અને કમેન્ટ જરૂર કરજો!