બહેનના લાડકા ભાઈએ જ બહેનની દુપટ્ટાથી ગળું દબાવીને કરી હત્યા, ભલભલા આ જોઇને હચમચી ગયા..!!

0
102

હાલમાં મારામારી અને હ.ત્યાની ઘટનાઓ ખૂબ જ વધી રહી છે. મારામારી અને ઝઘડાઓ વધવાને કારણે સમાજની પેઢી આજે ખરાબ રસ્તે જઈ રહી છે. એક પરિવારના સભ્યો જ એકબીજા સાથે ઝઘડાઓ કરીને પોતાની દુશ્મનાવટ કાઢી રહ્યા હોય છે. આવી જ એક ઘટના ભાઈ બહેન સાથે બની હતી. ભાઈ બહેન પોતાના બધા સુખ દુઃખમાં સાથ આપતા હોય છે.

એ જ ભાઈએ બહેનની સાથે ખરાબ ઘટના કરી હતી. આ ઘટના સુરેન્દ્રનગર જિલ્લાના લીમડીમાં બની હતી. લીમડીમાં રહેતા પરિવારની દીકરી સાથે આ ઘટના બની હતી. પરિવારમાં પતિ-પત્ની અને તેના દીકરો, દીકરી રહેતા હતા. પત્નીનું નામ અનુબહેન હતું. દીકરીનું નામ નયના હતું. દીકરાનું નામ દિનેશ હતું. પરિવારમાં ચાર સભ્યો રહેતા હતા.

તેઓ ઘણા સમયથી સાણંદ તાલુકાના સચાણા ગામમાં રહેતા હતા. સચાણા ગામમાં દીકરી નયનાને તેના જ કામના એક યુવક સાથે પ્રેમસંબંધ થઈ ગયો હતો. નયનાને રોહિત ઈશ્વર ઠાકોર નામના યુવક સાથે પ્રેમ થઈ ગયો હતો. આ પ્રેમ સંબંધની ઘરના સભ્યોને ખબર પડતા ઘરના સભ્યો સાચાણા ગામેથી લીમડી ગામ રહેવા માટે આવી ગયા હતા.

નયના પણ પરિવાર સાથે લીમડી ગામ આવી ગઈ હતી. ત્યારબાદ બંને વચ્ચે મુલાકાતો થતી ન હતી. પરંતુ નયના અને તેનો પ્રેમી રોહિત અવારનવાર ફોન ઉપર વાતો કરતા હતા. એક દિવસ નયના ઘરેથી નીકળી ગઈ હતી અને 13-14 દિવસ પછી ઘરે પાછી આવી હતી. ત્યારબાદ ઘરના સભ્યોને આ નયનાના પ્રેમ સંબંધની જાણ થતા ઘરના લોકો તેના પર ખૂબ જ નજર રાખી રહ્યા હતા.

એક દિવસ પરિવારને સંબંધીના ઘરે પ્રસંગ હતો. આ પ્રસંગ શૈલેષ સોલંકીના ઘરે હતો. તે માટે આખું પરિવાર આ પ્રસંગમાં ગયા હતા. તે સમયે ભાઈ દિનેશ બહેન નયના પર ખૂબ જ ધ્યાન રાખતો હતો. તે નયના પરથી નજર હટાવી રહ્યો ન હતું. તે સમયે સંબંધીનો પ્રસંગ મૂકીને બહેન નયના છાની માની ઘરે આવતી રહી હતી.

દિનેશ પણ તેની પાછળ પાછળ ઘરે આવ્યો હતો. બહેન નયના ઘરે જઈને કબાટમાં કઈક શોધી રહી હતી. કબાટ વીખી રહી હતી. તે સમયે દિનેશે નયનાને પૂછતા શું શોધી રહી છે? તેમ ત્યારે નયનાએ કહ્યું હતું,’ હું ડોકિયું ગોતુ છું’ ત્યારે દિનેશને લાગ્યું કે નયના ઘરના દાગીના લઈને તેના પ્રેમી સાથે ભાગી જવાની છે. એટલે દિનેશે નયનાને પકડીને બાજુના પલંગ પર ઉંધી પાડી દીધી હતી.

બહેનના દુપટ્ટા વડે ગળું દબાવીને દુપટ્ટો ખેંચ્યો હતો. નયનાને ઉંધી નાખીને તેના ઉપર બેસી ગયો હતો. ખૂબ જ દબાણપૂર્વક દુપટ્ટાથી ગળું દબાવી રહ્યો હતો. જ્યાં સુધી નયનાનું શરીર હલન ચલણ કરતું બંધ ન થયું. ત્યાં સુધી દિનેશ તેના પર બેસી રહ્યો હતો. અને નયનાની હ.ત્યા કરી નાખી હતી. ત્યારબાદ દિનેશે નયનાની લાશને પ્લાસ્ટિકની કોથળીમાં ભરી દીધી હતી.

પ્લાસ્ટિકની કોથળીને ઘરના પાછળના ભાગે મૂકી આવ્યો હતો. ઘરના પાછળના ભાગે સંતાડી દીધી હતી. નયનાનું મોઢું પ્લાસ્ટિકની કોથળીથી બાંધી દીધું હતું અને હાથ-પગ દોરીથી અને દુપટ્ટાથી બાંધી દીધા હતા. ત્યારબાદ કોથળીને પાછળના ભાગે મૂકી આવ્યો હતો જેથી કોઈને શંકા જોતી ન હતી. ઘરે આવીને ટીવી જોવા લાગ્યો હતો. અને કંઈ જ થયું નથી તેમ કરી રહ્યો હતો.

તે સમયે માતાનો ફોન આવતા તેણે જણાવ્યું હતું. પ્રસંગમાં નયના દેખાતી નથી ત્યારે દિનેશએ પણ નથી જોઈ તેમ કહીને પાછો તે પ્રસંગમાં જતો રહ્યો હતો. મોકો મળતા તેણે નયનાની લાશને કુવામાં ફેંકી દીધી હતી. કોથળી સાથે રેતી ભરેલી એક થેલીને બાંધી દીધી હતી. જેથી કુવામાં નયનાની લાશ ઉપર આવી નહીં. ત્યારબાદ લીમડી ગામના ખેડૂતને પોતાના કૂવામાંથી નયનાની લાશ મળી હતી.

ખેડૂતે પોલીસને આ ઘટનાની જાણ કરી હતી. પોલીસ ઘટના સ્થળે આવીને નયનાના પરિવારને આ ઘટનાની જાણ કરી હતી પરતુ નયનાના પરિવારને નયના ભાગી ગઈ છે તેમ હતું તે માટે તેણે નયનાને શોધવાનો પ્રયાસ કર્યો ન હતો. નયનાની લાશને પરિવારના સભ્યો ઓળખી શક્યા નહીં અને દિનેશ કંઈ બોલ્યો ન હતો.

ત્યારબાદ રોહિતના સંપર્ક કરીને તેના પ્રેમી રોહિતને આ ઘટના સ્થળે બોલાવવામાં આવ્યો હતો. અને રોહિતે નયનાના ત્રણ સ્ટાર ટેટુ પરથી નયનાની લાશને ઓળખી બતાવી હતી. ત્યારબાદ પોલીસ નયનાના હ.ત્યારાની તપાસ કરી રહી હતી. નયનાનું ખુબ ગંભીર મોત થયું હતું.

લેખન સંપાદન : Infogujarat Team : નોંધ:- અમે આ લેખ માત્ર જાણકરી પુરતો આપ સુધી પોહચડીએ છીએ.ભારતીય સંસ્કૃતિના કોઈ પણ ધર્મ કે સમુદાયની લાગણીને ઠેસ પહોચાડવાનો કે અંધશ્રદ્ધા ફેલાવવાનો કોઈ હેતુ નથી..”જય હિન્દ…જય જય ગરવી ગુજરાત”જો અમારા આ લેખો ગમ્યા હોય તો લાઈક, શેર અને કમેન્ટ જરૂર કરજો!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here