બાળકોને સ્કૂલ બસમાં લઈને સ્કૂલે જઈ રહેલ બસના ડ્રાઇવરને હાર્ટએટેક આવ્યો અને ત્યારબાદ..

0
83

ઘણી બધી વખત તેવા બનાવવા બનતા હોય છે કે તેમાં એક સાથે ઘણા બધા વ્યક્તિઓના જીવ જતા રહે છે,અથવા તો એક સાથે ઘણા બધા વ્યક્તિઓને ઈજા પહોંચતી હોય છે. તો ઘણી બધી વખત એવા બનાવવા બનતા હોય છે કે મોટા વાહનોના ડ્રાઇવરને અચાનક જ કંઈક બીમારીના કારણોસર તેને પોતાની ગાડી પરથી કાબુ ગુમાવી અને અકસ્માત સર્જાતો હોય છે. ત્યારે આવું જ બનાવ ફરી એક વખત રાજકોટમાં બન્યો છે.

આ અકસ્માત ખૂબ મોટો થઈ શકે પરંતુ સહેજમાં ટળી ગયો છે. તેમ છતાં ઘણા બધા વ્યક્તિઓને ખૂબ જ ઈજા પણ પહોંચી છે.રાજકોટ શહેરના ગોંડલ રોડ પર સત્ય વિજય આઈસ્ક્રીમ પાસે ભરાડ સ્કૂલની બસનો અકસ્માત સર્જાયો હતો. જેમાં બસ ચાલકને હાર્ટએટેક આવતા સ્ટયરિંગ પરથી કાબુ ગુમાવ્યો હતો અને બે વાહનને અડફેટે લીધા હતા. જોકે બસમાં અંદર એક વિદ્યાર્થિનીએ સ્ટિયરિંગ ફેરવી દેતા રસ્તાની બાજુમાં વીજપોલ સાથે બસ અથડાઇ હતી.

વિદ્યાર્થિનીની સમય સુચકતાના કારણે મોટી દુર્ઘટના થતા સહેજમાં અટકી હતી.પ્રાપ્ત વિગત મુજબ રાજકોટની ભરાડ સ્કૂલ બસ આજે ગોંડલ રોડ પરથી પસાર થઇ રહી હતી. ત્યારે બસચાલક હારૂનભાઇ (ઉં.વ. 56)ને હાર્ટ એટેક આવતા તેમણે સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવ્યો હતો. આ દરમિયાન તેમણે બે જેટલા વાહનને અડફેટે લીધા હતા.

જોકે બસ ચાલકને એટેક આવ્યો આ સમયે બસમાં ધોરણ 12માં અભ્યાસ કરતી વિદ્યાર્થિની ભૈરવી વ્યાસે સમયસૂચકતા સાથે સ્ટિયરિંગ ફેરવી દેતા બસ અન્ય વાહનો સાથે અથડાવાના બદલે વીજપોલ સાથે અથડાઈ હતી. ઉલ્લેખનીય છે કે હાલ હારૂનભાઇ સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે અને તબિયત સુધારા પર હોવાનું શાળાના સંચાલક જતીન ભરાડે જણાવ્યું હતું.રાજકોટના નવાગામ રંગીલામાં રહેતા અને મૂળ ઉતરપ્રદેશના ચંદ્રવાન રામશ્રી ચૌહાણ (ઉં.વ.21), અમીત ફાગુભાઈ ચૌહાણ.

જયંતભાઈ ચૌહાણ ગઇકાલે સાંજના ગ્રીનલેન્ડ ચોકડી પાસે શાકભાજી લેવા માટે જતા હતા. ગ્રીનલેન્ડ ચોકડી પાસે ત્રણેય યુવકો રોડ ક્રોસ કરતા હતા ત્યારે પૂરપાટ ઝડપે આવેલા અજાણ્યા કાર ચાલકે અડફેટે લેતા ત્રણેય યુવકો ફૂટબોલના દડાની માફક ફંગોળાઈને રોડ પર પટકાયા હતા. જેમાં ચંદ્રવાનને ગંભીર ઈજા પહોંચતા તેનું ઘટનાસ્થળે જ મોત નિપજયું હતું.બનાવસ્થળે ટ્રાફિકજામ સર્જાયો હતો. બનાવની જાણ થતા પોલીસ ઘટનાસ્થળે દોડી ગઈ હતી.

અને ટ્રાફિકજામ હળવો કરી ઈજાગ્રસ્તોને સારવારમાં ખસેડ્યા હતા અને જરૂરી કાગળો કરી મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી અજાણ્યા કારચાલક સામે ગુનો નોંધવા તજવીજ હાથ ધરી હતી.રાજકોટના મોરબી રોડ પર બેડી માર્કેટિંગ યાર્ડ પાસે પૂરપાટ ઝડપે આવતી કારે બાઇકને એડફેટે લેતા બાઈક સવાર બે લોકોને ગંભીર ઇજા પહોંચી હતી. ઇજાગ્રસ્ત લોકોને 108 મારફત રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

બાઈક સવાર બન્ને ઈજાગ્રસ્ત વ્યક્તિ માર્કેટિંગ યાર્ડમાં મજૂરી કામ કરે છે. જેમાં એકનું નામ સુદામાભાઈ અને બીજાનું નામ હંસરાજભાઈ છે. જેના બાઇક નંબર જીજે.03.ડીબી.0488 છે.નજરે જોનાર વ્યક્તિઓનું કહેવું છે કે, અકસ્માત સર્જી ચાલક કાર પૂરપાટ ઝડપે હંકારી ભાગી છૂટ્યો હતો. કારમાં નંબર પ્લેટ નહોતી. હાલ પોલીસે સીસીટીવી ફૂટેજ ચકાસી તેના આધારે કાર ચાલકની શોધખોળ હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે હોસ્પિટલમાં ખસેડવામાં આવેલા બેમાંથી એક વ્યક્તિની હાલત ગંભીર હોવાનું માનવામાં આવી રહ્યું છે.

હું ભરાડ સ્કૂલમાં ધોરણ 12માં અભ્યાસ કરું છું, ત્રંબા સ્કૂલ ખાતે પ્રોગ્રામ હોઈ બસમાં ત્રંબા જવાનું હતું, એસ્ટ્રોન ચોકથી બસમાં બેઠી હતી, ડ્રાઇવર પછીની બીજી સીટમાં હું બેસી ગઇ હતી, હું અને બસચાલક હારૂનભાઇ બંને જ બસમાં હતા, ભક્તિનગર સર્કલ સહિતના સ્થળેથી અન્ય વિદ્યાર્થીઓને બસમાં બેસાડવાના હતા, અમે બંને વાત કરતા હતા અને સત્ય વિજય આઇસક્રીમ પાસે પહોંચ્યા ત્યારે હારૂનભાઇનો અવાજ બદલાઇ ગયો હતો.

તેમના શબ્દોમાં ગોટા વળવા લાગ્યા હતા, અને મોઢું એક સાઇડ તરફ ખેંચાવા લાગ્યું હતું, હારૂનભાઇની તબિયત લથડી હોવાનું લાગતાં જ હું મારી સીટ પરથી ઊભી થઇને તેમની નજીક ગઇ હતી, તેમના નાકમાંથી લોહી વહેવા લાગ્યું હતું, મેં હાથ પકડતાં તે એક તરફ ઢળી ગયા હતા, બીજીબાજુ બસ ડિવાઇડર કૂદી ગઇ હતી અને પાર્ક થયેલા બે સ્કૂટર અને કારને ઠોકર મારી હતી, સામેની સાઇડથી અનેક વાહનો આવી રહ્યા હતા.

અનેક વાહનો બસની ઠોકરે ચડશે તે નિશ્ચિત લાગ્યું હતું તે વખતે મને વિચાર આવ્યો કે બસને નજીકમાં રહેલી કોઇ દીવાલ કે તેની સાથે અથડાવી દઉં અને મેં એજ કર્યું.કોઇ ડ્રાઇવરને કાર્ડિયાક પ્રોબ્લેમ હોય તેવું નિદાન થાય તો તેની સારવાર પણ કરાવાય અને ગંભીર સ્થિતિ હોય તો તેમને ડ્રાઇવરની ફરજને બદલે અન્ય ફરજ સોંપવામાં આવે, સ્કૂલોમાં ડ્રાઇવરોનું ત્રણ મહિને ચેકઅપ થવું જોઇએ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here