આપણે સૌ જાણીએ છીએ કે સમાજમાં જ્યારે કોઈ પણ દીકરા અથવા દીકરી કોઈ પણ સંકટમાં હોય તો તેની માતા હંમેશા તેના પુત્ર સાથે જ હોય છે. માતા પોતાના બાળકો પર કોઈ મુશ્કેલી આવા દેતી નથી પરંતુ આજકાલ માતા પોતાના સ્વાર્થ માટે બાળકો સાથે દુર્વ્યવહાર કરી રહી છે. એવી પણ અનેક ઘટના બની રહી છે.
માતા જ પોતાના પુત્રની હથિયાર બની જાય છે. હવે આવી ઘટનાઓ જોવા મળે છે જે માતા પોતાના બાળકને મારીને પોતે પણ દુઃખ અનુભવતી નથી. અને આવી જ એક ઘટના દિલ્હીમાં બની હતી. આ ઘટનામાં એક માસૂમ બાળકીને તેની માતા નિર્દયતાથી તડપાવી રહી હતી. આ ઘટના દિલ્હીના તૂકમીર પુલ ગલી નંબર 2માં બની હતી.
ગલી નંબર 2માં રહેતા એક પરિવારમાં માતાએ બાળકી ઉપર અનેક અત્યાચારો કર્યા હતા. એક દિવસ બાળકે પોતાની નાની ઉંમર હોવાને કારણે તેનો જીવ રમવામાં રહેતો હતો. અને રમવાની લાલચે બાળકીએ પોતાનો હોમવર્ક કર્યું ન હતું. બાકી રોજે નિયમિત પણે સમયસર હોમવર્ક કરી લેતી હતી.
પરંતુ એક દિવસ બાકી હોમવર્ક કર્યું નહીં. અને તેની માતા તેની સાથે માથાકૂટ કરતી હતી. પરંતુ છેલ્લે માતાને બાળકી ઉપર ગુસ્સો આવતા નિર્ણય માતાએ બાળકીને સજા આપવા માટે તેના ઘરની અગાસી ઉપર લઈ ગઈ અને બાળકીના પગ દોરડા વડે બાંધી દીધા. અને હાથ પણ દોરડા વડે બાંધી દીધા.
ત્યારબાદ બાળકીને ખુલ્લી અગાસીમાં તડકામા સુવડાવી દીધી. અને બાળકીને ખૂબ જ તડકો લાગ્યો હતો અને તડકાને કારણે અગાસી પણ તપી ગઈ હતી. આ તપી ગયેલી અગાસીમાં બાળકને સુવડાવવાને કારણે બાળકી જોર-જોરથી રડવા લાગી હતી. પરંતુ માતા તેને અગાસીમાં આ હાલતમાં મુકીને પોતે નીચે જતી રહી હતી.
અને બાળકીને શરીર બળવાને લીધે બાળકી ખૂબ જ મોટે મોટેથી તડપી તડપીને અવાજ બુમો પાડી રહી હતી. તેને કારણે પડોશીના લોકોએ બાળકીનો રડવાનો અવાજ સાંભળીને બાળકીનો વિડીયો ઉતારી લીધો હતો. બાળકીને પીઠ દાઝવાને કારણે બાળકી કમર ઉપર કરતી હતી. અને સતત ડાબી કે જમણી બાજુ પોતાના પડખાં ફેરવતી હતી.
બાળકીને ખૂબ જ બળતરા થઇ રહી હતી. અને તેની તકલીફને કારણે શરીર પણ દાઝી રહ્યું હતું. અને સોશિયલ મીડિયામાં મૂકી દીધો હતો. ત્યારબાદ આડોશ પાડોશના લોકોએ પોલીસને આ ઘટનાની ફરિયાદ કરી દીધી હતી. અને માતા સામે પોલીસ પૂછપરછ કરી રહી હતી.
લેખન સંપાદન : Infogujarat Team નોંધ:- અમે આ લેખ માત્ર જાણકરી પુરતો આપ સુધી પોહચડીએ છીએ.ભારતીય સંસ્કૃતિના કોઈ પણ ધર્મ કે સમુદાયની લાગણીને ઠેસ પહોચાડવાનો કે અંધશ્રદ્ધા ફેલાવવાનો કોઈ હેતુ નથી..”જય હિન્દ…જય જય ગરવી ગુજરાત”જો અમારા આ લેખો ગમ્યા હોય તો લાઈક, શેર અને કમેન્ટ જરૂર કરજો!