આ વર્ષે મેઘરાજાએ થોડીક મોદી એન્ટી કરી છે પણ ક્યારેક ક્યારેક ગજબ બેટિંગ કરી બતાવે છે. ગુજરાતના અમુક જીલ્લામાં સરેરાશ 80 થી 85 ટકા વરસાદ વરસી ચુક્યો છે તો અમુક જીલ્લામાં ઠામુકો દેખાયો પણ નથી.. આ વર્ષનું ચોમાસું એકંદરે નહિવત રેહશે કે શું ?
પાકમા નુકસાન જવાની બીક લાગે છે ? આવા ઘણા બધા પ્રશ્નોનો જવાબ ગુજરાતના હવામાન વિભાગે જણાવ્યા હતા. અને આગામી સમયમાં ક્યાં અને કેટલો વરસાદ પડશે એ પણ જણાવ્યું હતું. તમે પણ જાણી લો શું અનુમાન છે હવામાન વિભાગનું…
રાજ્યના હવામાન વિભાગે ગુજરાતમાં આગામી દિવસોમાં સારો વરસાદ પડવાની સંભાવનાઓ વ્યક્ત કરી છે. હવામાન વિભાગે જણાવ્યું હતું કે, 23 જુલાઈએ બંગાળની ખાડીમાં ફરી એકવાર લો પ્રેશર બની રહ્યું છે. જેને લઈને ગુજરાતમાં સારો વરસાદ પડી શકે છે.
દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની વકી : ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં ચોમાસુ સક્રિય થયું છે. ચોમાસાને લઇ હવામાન વિભાગે કહ્યું, આગામી દિવસોમાં રાજ્યમાં મેઘમહેર રહેશે. દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડશે. જ્યારે ઉત્તર અને મધ્ય ગુજરાતમાં હળવાથી મધ્યમ વરસાદ રહેશે. હવામાન વિભાગની આગાહી મુજબ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં મેઘમહેર રહેશે. સાથે જ ગુજરાતના અન્ય વિસ્તારોમાં પણ મધ્યમ વરસાદ પડતો રહેશે. અમદાવાદ અને ગાંધીનગરમાં પણ વરસાદ પડશે.
આગામી 4 દિવસ માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના : હવામાન વિભાગના કહેવા મુજબ આગામી 23 જૂલાઇએ લો પ્રેશર બનશે. જેના કારણે રાજ્યમાં સાર્વત્રિક વરસાદ રહે તેવી શક્યતા છે અને 4 દિવસ સુધી માછીમારોને દરિયો ન ખેડવા પણ સૂચન કરાયા છે. ઉત્તર ગુજરાતમાં સમાન્ય હળવા વરસાદની આગાહી કરાઇ છે. જેમાં મહેસાણા, મહીસાગર, અરવલ્લી, પાટણ, સાબરકાંઠા, બનાસકાંઠા સહિતમાં હળવો વરસાદ રહેશે. મધ્ય ગુજરાતના ગ્રામ્ય વિસ્તારોમાં મધ્યમ વરસાદ પડશે.
લેખન સંપાદન : Infogujarat Team : નોંધ:- અમે આ લેખ માત્ર જાણકરી પુરતો આપ સુધી પોહચડીએ છીએ.ભારતીય સંસ્કૃતિના કોઈ પણ ધર્મ કે સમુદાયની લાગણીને ઠેસ પહોચાડવાનો કે અંધશ્રદ્ધા ફેલાવવાનો કોઈ હેતુ નથી..”જય હિન્દ…જય જય ગરવી ગુજરાત”જો અમારા આ લેખો ગમ્યા હોય તો લાઈક, શેર અને કમેન્ટ જરૂર કરજો!