વાંકાનેરમાં સ્વામીશ્રીના મુલાકાતખંડમાં પ્રવેશતાં જ એક યુવાને સ્વામીશ્રીને સંબોધીને પોતાનાં મા-બાપનીફરિયાદોની હારમાળા ખડી કરી દીધી. અને કહ્યું: ‘‘હવે હું એ લોકોને બતાવી આપીશ. દારૂ પીને, અવળા માર્ગે ચાલીને એવો આડો ફાટીશ કે બંનેની આંખ ઊઘડશે.” આ આક્રોશમાં મા-બાપ પ્રત્યેની કેટલી નફરત પ્રગટી છે!
સ્વામીશ્રીએ તરત જ તેને કહ્યું: ‘એ તો મૂર્ખાઈ છે.’ તો શું હું મૂંગે મોઢે અત્યાચાર સહન કરી લઉં?” યુવાનનો ઊભરો હજુ એટલો જ તીવ્ર હતો. ‘તું સમજ, મા-બાપને શિક્ષા કરવાનો તારો અધિકાર શું?”
આ ધારદાર પ્રશ્ન કરી સ્વામીશ્રી અટક્યા. વાક્યની અસર થવા દીધી. પછી કહે, “મા- બાપની આંખ ઊઘડે તે માટે તું દારૂ પીએ, તેમાં ખોટ કોને?
ભોગવવવાનું તો તારે જ છે ને! અને મા-બાપનું જોનારા ભગવાન છે. તને વ્યસન પડયું તો દુ:ખી દુ:ખી તો તું જ થવાનો. માટે જાતે ધંધો કર, બીજું કાંઈક કર, પણ આવા ઉપાયોમાં મા-બાપ સામે, સમાજ સામે તારું સ્થાન શું?”
એ યુવાનને વાતમાં વજૂદ દેખાતું હતું. એને સ્વામીશ્રીની વાત હૃદય સોંસરી ઊતરી ગઈ અને એક કુટુંબ વૈમનસ્યની જલતી જ્વાળામાં હોમાતું બચી ગયું.
વધુ ધાર્મિક લેખો, લેટેસ્ટ મનોરંજન, News અને Videos માટે પેજ લાઈક કરો
જય સ્વામિનારાયણ
લેખન સંપાદન : Infogujarat Team
તમે આ લેખ Infogujarat.club ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવન માં ઉપયોગી હોઈ તેવી જાણવા જેવી માહિતી ,બોલીવુડની મસાલેદાર ખબરો,ધાર્મિક લેખો , તાજા સમાચારો , સ્વાસ્થ્ય ટીપ્સ , ખેતી , સ્પોર્ટ્સ તથા અન્ય રસપ્રદ માહિતી મેળવવા માટે ગુજરાત નું લોકપ્રિય ફેસબુક પેજ વટ થી ગુજરાતી અને infogujaratofficial લાઈક કરી ને અમારી સાથે જોડાઓ.