B.A.P.S સંસ્થા શા માટે ઉચ્ચ કાર્યસિદ્ધિઓ મેળવી રહી…

0
814

સને ૧૯૬૮, તા.૬/૯ થી ૧૧/૯ સુધી સ્વામીશ્રી ગઢડા રોકાયા હતા. આ સમયમાં ગઢડાના મંદિર સંકુલમાં નવો સભામંડપ તૈયાર થઈ ગયેલો.અહીંના રોકાણ દરમ્યાન એક વાર સ્વામીશ્રી તથા ઈશ્વરચરણદાસ સ્વામી તેનું નિરીક્ષણ કરવા નીકળેલા.

તે વખતની એક નોંધ તેઓ પોતાની રોજનીશીમાં આમ લખે છે : ‘…સભામંડપમાં ફોટા શતાબ્દી વખતના મૂકવા ઈશ્વર સ્વામીએ સૂચના કરી..” (શાસ્ત્રીજી મહારાજના શતાબ્દી મહોત્સવમાં પ્રદર્શન માટે તૈયાર થયેલાં શ્રીજી મહારાજના જીવન-કાર્ય સંબંધી ચિત્રો.)

એક નાના સંતનું નાનું સૂચન સ્વામીશ્રી માત્ર સાંભળતા નથી પણ તેને નોંધી લે છે ! તેઓની આનાનકડી નોંધ તેઓના મનની મોકળાશ દર્શાવે છે.

આજે બી.એ.પી.એસ. સંસ્થા ઉચ્ચ કાર્યસિદ્ધિઓ મેળવી રહી. , કારણ કે તેના નેતા સ્વામીશ્રી નાની વ્યક્તિના નાના સૂચનનો પણ આટલો આદર અને અમલ કરી જાણનારા હતા. આ સમયે સ્વામીશ્રીને દીક્ષા લીધે ૨૯ વર્ષ થયેલાં અને ઈશ્વરચરણદાસ સ્વામીને દીક્ષા લીધે ૮ વર્ષ થયેલાં.

લેખન સંપાદન : Infogujarat Team

તમે આ લેખ Infogujarat.club ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવન માં ઉપયોગી હોઈ તેવી જાણવા જેવી માહિતી ,બોલીવુડની મસાલેદાર ખબરો,ધાર્મિક લેખો , તાજા સમાચારો , સ્વાસ્થ્ય ટીપ્સ , ખેતી , સ્પોર્ટ્સ  તથા અન્ય રસપ્રદ માહિતી મેળવવા માટે ગુજરાત નું લોકપ્રિય ફેસબુક પેજ વટ થી ગુજરાતી અને infogujaratofficial લાઈક કરી ને અમારી સાથે જોડાઓ.વધુ ધાર્મિક લેખો, લેટેસ્ટ મનોરંજન, News અને Videos માટે પેજ લાઈક કરો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here