સેવાના કરનાર નારાયણ સ્વરૂપદાસ,ખુબ ઓછા લોકો આ વાત જાણતા હશે..

0
623

પ્રસંગ-15 : વિરોધનાં વાવાઝોડાંઓને પોતાના અમોઘ ઐશ્વર્યથી શમાવીને શાસ્ત્રીજી મહારાજઅક્ષર-પુરુષોત્તમ ઉપાસનાના વિજયવાવટા ફરકાવતાં મંદિરો એક પછી એક તૈયાર કરી રહેલા.એ ભવ્ય ઉપાસનાયાત્રાનો ચોથો દિગ્વિજય અટલાદરામાં થવાનો હતો.

તે માટે પ્રતિષ્ઠા પૂર્વે આઠ-દસ મહિના સુધી તો સ્વામીશ્રી અટલાદરા જ રોકાયેલા અને અહીં નિર્માણાધીન મંદિરની વિવિધ સેવાઓમાં તેઓ પરોવાઈ ગયેલા. બાંધકામમાં સરળતા રહે તે હેતુથી, બાંધેલી પાલખો પર તેઓ અત્યંત સ્કૂર્તિપૂર્વક અહીંથી તહીં પહોંચતા. આ સેવાની સ્મૃતિ કરાવતાં તેઓ ઘણી વાર કહેતા :મંદિરની પાલખે હું ફર ફર કરતો. જરાય બીક ન લાગે, છેક ઉપરની પાલખો સુધી ફરતો. જરાય બેલેન્સ ન ચૂકતો.’

ચેઇન કંપી દ્વારા પથ્થરો ચઢાવવામાં પણ સ્વામીશ્રી પરસેવો પાડતા. દેહની કોઈ જ તમા ન રાખતા. તેમાં જ એક દુર્ઘટના ઘટી ગઈ. તેનું વર્ણન કરતાં તેઓ કહેતા :અટલાદરામાં મંદિરનું કામ ચાલુ થયેલું ત્યારે પોરબંદરથી પથ્થરો આવતા. તે દરિયા દ્વારા ભરૂચઆવે. ત્યાં કાલિદાસભાઈ ઠક્કર નૂર ભરીને તે પથ્થર ઉતારી લે. તેને પછી નાની ટ્રેનમાં નાંખે. તે સમયે ભોગીભાઈ ત્રિવેદી રેલવેમાં ડિવિઝનલ ટ્રાફિક સુપરિન્ટેન્ડન્ટ(ડી.ટી.એસ.)ની નોકરી કરતા.

તેઓની ભલામણથી વેગન ઉતારવા માટે અટલાદરામાં એક સાઇડ કરી આપવામાં આવેલી. અહીં પથ્થર વેગનમાંથી નીચે પાડી, તેને ગાડીમાં ચઢાવીને મંદિરે લઈ જતા. તે ઘડીએ મજૂરો બહુ ઓછા; એટલે સંતો-હરિભક્તો પણ સાથે કામ કરતા. મોટી પાટ આવે એ પથ્થર દોઢ ફૂટ જાડો હોય. એક વાર પથ્થર આવેલા. તેને વેગનમાંથી કોશ વડેઉતારવાના હતા. દેવપ્રસાદ(સ્વામી) પથ્થરના મુકાદમ.

તે મને કહે : ‘તમારે પથરા લેવા આવવું પડે.” મેંકહ્યું : “ભ’ઈ! પથ્થરના કામમાં મને ખબર ના પડે.”તોય કહે કે “ના, ચાલો.” એમ કહી મને લઈ ગયા. હું,હરજીવનદાસ, દેવપ્રસાદ ને બીજા બે હતા.વેગન એટલે બંધ નહીં પણ ઓપન (ખુલ્લું). તેવેગનની ધાર આશરે પાંચ-છ ઇંચની હોય. તે બાજુ હુંઊભો હતો. કોશ દ્વારા પથ્થર નીચે ઉતારવાના. ગરેડીમૂકીને પથ્થરને ખસેડવામાં આવે.

આ રીતે બે-ત્રણપથ્થરો તો સારી રીતે ઉતાર્યા, પણ એક પથ્થર નવાફૂટ લાંબો અને અઢી ફૂટ પહોળો હતો. તે ઉતારવા અમે ગયા. પેલી બાજુથી હરજીવનદાસ અને દેવપ્રસાદ કોશ ભરાવે ને પથ્થરને ઊંચો કરે ને મારે “પેકિંગ’ મૂકવાનું, “સપોર્ટ’ આપવાનો, જેથી પથ્થર ખસે નહીં.તે એ લોકોને હું પેકિંગ મૂક્વા જાઉં છું એ ખબર નહીં ને બેઉએ ‘હઈસો’ કહીને પથ્થર ઊંચો કરી દીધો. તે

વેગનની ધાર અને પથ્થર વચ્ચે મારી (જમણા હાથની) ,પહેલી બે આંગળીઓ આવી ગઈ ને ચેપાઈ ગઈ.’
ગયો. તે જોઈ પેલા બે સંતો દોડી આયા ને સારવાર પછી મંદિરે લઈ ગયા. દોઢેક કલાકે તો તમ્મર સેન્ડવિચ થાય એવું થઈ ગયું. પથ્થરનું વજન આયું તેમાં એકદમ મને તમ્મર આવી ગઈ ને બેભાન થઈને પડીકરવા મંડી પડ્યા.

ઊતરી. ડોક્ટરને બોલાવ્યા ને પાટાપિંડી કરી. શાસ્ત્રીજીમહારાજ પણ ત્યાં હતા. તેમની પાસે લઈ ગયા. તેમણે મોઢે, હાથે, આંખે ને જે આંગળીઓ ચેપાઈ ગયેલી ત્યાંબધે હાથ ફેરવ્યો ને કહ્યું : “વાંધો નહીં આવે. આંગળાંસારાં રહેશે. મોટું દુઃખ હતું તે આ થવાથી પત્યું.”એમ આશીર્વાદ આપ્યા. તેથી દોઢેક મહિને મઢ્યું.તેમાં બેય આંગળીના નખ જતા રહેલા. તેમાં બીજીઆંગળી(મધ્યમા)નો નખ બરાબર આવી ગયો, પણ પહેલી આંગળી(તર્જની)નો નખ બરાબર ના આવ્યો.”સ્વામીશ્રીની જીવનગાથામાં રૂંવાડા ખડાં કરી દે

એવાં આવાં તો કંઈ કેટલાંય પ્રકરણો છે કે જેનાઅક્ષરે અક્ષરમાં તેઓની સેવા-ભક્તિના મરોડ ઉપસેલા દેખાય છે. ઉપરોક્ત પ્રસંગની પરાકાષ્ઠા તો હજી ત્યાંઆવે છે કે જ્યારે સ્વામીશ્રી આગળ જણાવે છે :ગુરુને આપણે રાજી કરવા જ છે એ ધ્યેય હતું.સ્વામીનું બળ બહુ હતું કે શાસ્ત્રીજી મહારાજ છે એટલેવાંધો નહીં આવે. બધું આપણું સારું થશે. પછી પાટોબાંધી એના એ જ પથ્થરો ઉતારવાના, લાવવાનાને મંદિર પર ચડાવવાના. બીજો વિચાર ન થયો કે‘ભ’ઈ, ચાલો મૂકી દઈએ…” મને તો આ સામાન્ય થયું(વાગ્યું), પણ મારા કરતાં બીજાને ઘણા (પ્રસંગો) થયાછે, પણ કામની અંદર કોઈ પાછા પડ્યા નથી અને સેવા, સેવા ને સેવા કરતા હતા.”

આમ, સ્વામીશ્રી સેવામાં કદી સલામતીનું છાપરુંશોધતા નહીં. પડ્યા- પછડાયા પછી પણ એ જ માર્ગેધધતા ઉત્સાહ સાથે ધસી જવાની ઝિંદાદિલી તેઓનીરગરગમાં હતી. અને એથીયે વિશેષ, છાશ પર માખણતરી આવે તેમ ટોળાંમાં ટોચે ચઢી આવે તેવી સેવા કર્યા પછી પણ જાતને છેક છેવાડે મૂકીને બીજાને બિરદાવી જાણવાની ખાસિયત પણહતી…

વધુ ધાર્મિક લેખો વાંચવા માટે આજે જ પેજ લાઈક કરો

લેખન સંપાદન : Infogujarat Team તમે આ લેખ Infogujarat.club ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવન માં ઉપયોગી હોઈ તેવી જાણવા જેવી માહિતી ,બોલીવુડની મસાલેદાર ખબરો,ધાર્મિક લેખો , તાજા સમાચારો , સ્વાસ્થ્ય ટીપ્સ , ખેતી , સ્પોર્ટ્સ  તથા અન્ય રસપ્રદ માહિતી મેળવવા માટે ગુજરાત નું લોકપ્રિય ફેસબુક પેજ વટ થી ગુજરાતી અને infogujaratofficial લાઈક કરી ને અમારી સાથે જોડાઓ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here