પ્રમુખ પ્રસંગમ્ઃ- 19,સ્વામીશ્રીએ સંસ્થાનું વહીવટી સુકાન સંભાળ્યું….

0
412

શાસ્ત્રીજી મહારાજના સ્વધામગમન બાદ યોગીજી મહારાજની આજ્ઞા અને અનુવૃત્તિ પ્રમાણે પ્રમુખસ્વામી તરીકે સ્વામીશ્રીએ સંસ્થાનું વહીવટી સુકાન સંભાળ્યું હતું. તે દરમ્યાનના કેટલાક પ્રસંગો માણીએ..સને ૧૯૫૨માં બોચાસણમાં

ગુરુપૂર્ણિમા બાદ યોગીજી મહારાજની સાથે જ સ્વામીશ્રી મુંબઈ પધારેલા. અહીં ભુલેશ્વરમાં આવેલી શેઠ ભગવાન કલ્યાણની વાડીમાં સૌનો ઉતારો હતો. સાત દિવસના પારાયણનું આયોજન પણ અહીં જ કરવામાં આવેલું. તેમાં સ્વામીશ્રી રોજ સવાર-સાંજ “સત્સંગિજીવન’ના આધારે કથામૃત પીરસતા અને રાત્રે યોગીજી મહારાજ અમૃતવાણી વરસાવતા.

આ કાર્યક્રમ બે દિવસ સુધી તો બરાબર ચાલ્યો,પરંતુ બીજા દિવસની રાત્રે સ્વામીશ્રીને તાવ ચડ્યો.તેથી ત્રીજા દિવસે તેઓ કથા કરવા શક્તિમાન ન રહ્યા.

એટલે તેઓએ કથાનું સુકાન સનાતન સ્વામીને સોંપ્યું. પરંતુ આ આયોજન પણ ચોથા દિવસે ખોડંગાયું, કારણ કે સનાતન સ્વામી માંદા પડ્યા! હવે કથાકારનો વિકલ્પ શોધવો અઘરો થઈ પડ્યો. સંસ્કૃત ગ્રંથ વાંચીને સવાર-સાંજના ત્રણ-ત્રણ કલાક સુધી કથા કરી શકે તેવા અન્ય કોઈ સંત નહોતા.

 

પરંતુ મુશ્કેલીઓને ફેડવામાં કુશળ સ્વામીશ્રીએ રસ્તો શોધી કાઢ્યો. તેઓએ પોતાની સાથે આવેલા એક નાના સંત કે જેઓએ થોડા સમય પહેલાં જ દીક્ષા લીધેલી તેઓને તૈયાર કર્યા. પોતે સૂતાં-સૂતાં તે સંતને કથા શીખવાડે. તે મુજબ એ સંત પારાયણનું એક સત્ર પૂરું કરે.

ત્યારપછી બીજા સત્રની શીખ અને તેની રજૂઆત! આમ, પારાયણના બાકીના ત્રણ દિવસ સ્વામીશ્રીએ પૂર્ણ કરેલા.
…,68

૨૮ વર્ષનો થનગનતો યુવાન રાજેન્દ્ર જ્યારે કેન્સરની અસાધ્ય બીમારીથી અક્ષરવાસી થયો ત્યારે અંતિમ ઘડીઓમાં તેના મુખમાં ‘સ્વામી, સ્વામી’નામ પુકારો હતા. જ્યારે તેને સારવાર માટે અમેરિકા લઈ જવાયો ત્યારે સ્વામીશ્રીએ પત્ર લખી ત્યાંના યુવકોને તેની સેવામાં પ્રેર્યા. અને લખ્યું: તેને લોહીની જરૂર પડશે. તો તમે આપશો.” અને સાઠ યુવકોએ છત્રીસ બોટલો ભરી લોહી આપ્યું.

પરસ્પર સુહૃદ્ભાવના આ પાઠ હતા. અને રાજેન્દ્ર પ્રત્યેની સ્વામીશ્રીની મમતા હતી. આખરે તે જ્યારે ભગવાનને વહાલો થયો, ત્યારે સ્વામીશ્રી કલકત્તા જ બિરાજતા હતા.એના મૃતદેહનું પોતે પૂજન કર્યું! હજુ હમણાં જ બદરી-કેદારની યાત્રા કરી આવતા હતા, તેથી તેનાં પ્રાસાદિક પુષ્પોથી ફૂલહાર કર્યા. ચારે ધામના પવિત્ર જળથી સ્નાન કરાવ્યું અને કુટુંબીઓને ધીરજ બંધાવી સ્વામીશ્રીએ કહ્યું, ‘અકુ(રાજેન્દ્ર) તો મુક્ત હતો.

ભજન કરતો કરતો ગયો, અમારે મળવાની બહુ ઈચ્છા હતી. પણ દહની રીતે ભલે ન મળ્યા, પણ એનો આત્મા ને અમારી આત્મા એક થઈ ગયો!” એમ કહી યુવક મંડળને અંતિમ વિધિ સુધી સાથે રહેવા આજ્ઞા કરી.આમ, સ્વામીશ્રી યુવાનોના સારા-માઠા દરેક પ્રસંગે તેમના સાચા સ્નેહી થઈને રહ્યા છે. તેમના આવા નિઃસ્વાર્થ સ્નેહથી જ યુવાનોના જીવનમાં આધ્યાત્મિક સંસ્કારોનું સિંચન થયું છે.

આવા સંસ્કારી યુવાનોને નિરખીને ગુજરાત વિદ્યાપીઠના કુલપતિ પ્રો.રામલાલ પરીખ વિસ્મિત બની બોલી ઊઠ્યા હતા: ‘અમે શિક્ષકો વિદ્યાર્થીઓને પ્રેરી શકતા નથી. અહીં પ્રમુખસ્વામી મહારાજ પાસે આવીએ છીએ ત્યારે દેખાય છે કે દરેક કલાકાર પોતાની કળા, પોતાનો હુન્નર બધું સ્વામિનારાયણના ચરણે સમર્પે છે,

ત્યારે વિચાર આવે છે આ શું છે? જે વિદ્યાર્થીઓ શાળાની ગંદકીને હાથ અડાડવાની ના પાડે છે, તે જ વિદ્યાર્થીઓ, યુવાશક્તિ અહીં પોતાનો પરિશ્રમ, પરસેવો, લોહી રેડવા તૈયાર થાય છે. જે તાકાત ધર્મમાં છે, તે શિક્ષણમાં નથી. સ્વામીશ્રીએ તે રાહ બતાવ્યો છે.”

લેખન સંપાદન : Infogujarat Teamતમે આ લેખ Infogujarat.club ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવન માં ઉપયોગી હોઈ તેવી જાણવા જેવી માહિતી ,બોલીવુડની મસાલેદાર ખબરો,ધાર્મિક લેખો , તાજા સમાચારો , સ્વાસ્થ્ય ટીપ્સ , ખેતી , સ્પોર્ટ્સ  તથા અન્ય રસપ્રદ માહિતી મેળવવા માટે ગુજરાત નું લોકપ્રિય ફેસબુક પેજ વટ થી ગુજરાતી અને infogujaratofficial લાઈક કરી ને અમારી સાથે જોડાઓ.વધુ ધાર્મિક લેખો, લેટેસ્ટ મનોરંજન, News અને Videos માટે પેજ લાઈક કરો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here