આજકાલ દિવસેને દિવસે અકસ્માતની ઘટનાઓ વધી રહી છે. વાહનોની હેરફેર વધતા અકસ્માતો પણ વધવા લાગ્યા છે. અકસ્માતો બનતા ઘણા બધા લોકોના જીવ પણ જોખમમાં મુકાઈ ગયા છે. એક દિવસમાં ઘણા બધા અકસ્માતો બનતા આપણે જોઈ રહ્યા છીએ. આજકાલ લોકો સાથે આકસ્મિક રીતે બનતા અકસ્માતોમાં ઘણા બધા લોકોએ જીવ પણ ગુમાવ્યા છે.
આવી જ એક ગંભીર અકસ્માતની ઘટના બની હતી. અકસ્માતની ઘટના હિમાચલ પ્રદેશમાં આવેલા કુલ્લુ વિસ્તારમાં બની હતી. જેમાં ઘણા બધા લોકોએ પોતાના જીવ પણ ગુમાવ્યા હતા. હિમાચલના કુલ્લુમાં એક મોટો રોડ અકસ્માત થયો હતો. ખીણમાં મુસાફરોથી ભરેલી બસ ઊંડી ખીણમાં પડી હતી.
કુલ્લુમાં છેલ્લા બે દિવસથી ભારે વરસાદ પડી રહ્યો છે. હવામાન ખૂબ જ ખરાબ છે. સોમવારે સવારે લગભગ 8 વાગ્યે, કુલ્લુ જિલ્લાના નિઓલી-શાંશેર રોડ પર, ખાનગી બસ કાબૂ બહાર નીકળી ગઈ અને ઘાટીના જંગલ વિસ્તારમાં 200 મીટર ઊંડી ખીણમાં પડી ગઈ. બસમાં વિસ્ફોટ થયો. અકસ્માત સ્થળ જિલ્લા મુખ્યાલયથી લગભગ 65 કિમી દૂર છે.
આ અકસ્માતમાં 16 લોકોના મોત થયા છે અને ઘણા લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. બસમાં બાળકો બેઠા હતા તેમાં ઓછામાં ઓછા 6 શાળાના બાળકોનો સમાવેશ થાય છે. ઘાયલોને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે, જેમાંથી ઘણાની હાલત ગંભીર છે. એક ડઝનથી વધુ લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા.
દુર્ઘટનાની માહિતી મળતાની સાથે જ વહીવટી તંત્રએ રાહત અને બચાવ કાર્ય શરૂ કરી દીધું હતું. ઘાયલોને તાત્કાલિક નજીકની હોસ્પિટલોમાં ખસેડવામાં આવ્યા હતા. કુલ્લુના અકસ્માતની માહિતી મળતા જ ઈમરજન્સી ટીમને ઘટનાસ્થળે મોકલવામાં આવી હતી. રેસ્ક્યુ ટીમના આગમન પહેલા જ સ્થાનિક લોકોએ રાહત અને બચાવ કાર્ય શરૂ કરી દીધું હતું.
દુર્ઘટના પર શોક વ્યક્ત કરતા વહીવટીતંત્ર ઘટનાસ્થળે છે અને ઘાયલોને હોસ્પિટલમાં લઈ જવામાં આવી રહ્યા છે. આ ઘટના ખુબ ગંભીર બનતા ઘણા લોકોના એકસાથે જીવ ગયા હતા. તેને કારણે ઘણા પરિવારમાં શોકનો માહોલ છવાય ગયો હતો. આવા આકસ્મિક બનાવ બનતા લોકોના જીવ જોખ્મમાં મુકાય ગયા છે.
લેખન સંપાદન : Infogujarat Team : નોંધ:- અમે આ લેખ માત્ર જાણકરી પુરતો આપ સુધી પોહચડીએ છીએ.ભારતીય સંસ્કૃતિના કોઈ પણ ધર્મ કે સમુદાયની લાગણીને ઠેસ પહોચાડવાનો કે અંધશ્રદ્ધા ફેલાવવાનો કોઈ હેતુ નથી..”જય હિન્દ…જય જય ગરવી ગુજરાત”જો અમારા આ લેખો ગમ્યા હોય તો લાઈક, શેર અને કમેન્ટ જરૂર કરજો!