આજના સમયમાં લોકો કોઇને કોઇ વાત લઇને બીજા લોકો સાથે ઝગડાઓ કરવાનું ચાલુ કરી દે છે. લોકોને આજકાલ પોતાના કામોમાં દખલગીરી આપે એ ગમતું નથી. કોઈને સાચા કામો કરવા માટે કહેવામાં આવે તો લોકોને તરત ગુસ્સો આવી જાય છે. અને આ ગુસ્સામાં લોકો એકબીજાની સાથે મારામારી અને ઝગડાઓ કરે છે.
આવી એક ઘટના ગુજરાત રાજ્યના વડોદરા શહેરના શેરખી ગામમાં બની છે. આ શેરખી ગામમાં બે પરિવાર વચ્ચે મારામારી થઈ હતી. અને આ બન્ને પરિવાર એક જ ગામના હોવાથી એકબીજાને ખૂબ જ સારી રીતે ઓળખતા હતા. પરંતુ કોઈ નાની એવી વાતમાં બોલાચાલી થઈ ગઈ હતી.
એક દિવસ મોડી સાંજે બંને પાડોશી પરિવાર વચ્ચે કોઈ વાતને કારણે ખુબજ ઝઘડો થયો હતો. બંને પરિવારને ગામના લોકોએ ઘણા સમજાવ્યા છતાં પણ બન્ને પરિવાર વચ્ચે ઝઘડો શાંત થતો નહોતો. બંને પરિવારો આટલા ગુસ્સામાં આવી ગયા હતા. એ બંને પરિવાર વચ્ચે મારામારી પણ થઈ ગઈ હતી. મારામારી એટલી ગંભીર રીતે ચાલી રહી હતી.
લોકોના જીવ જશે અને મૃત્યુ થશે તેની કોઈને ચિંતા નહોતી. અને બંને પરિવાર વચ્ચે આવા ઝઘડાને કારણે ગામલોકો ચિંતિત થઇ ગયા હતા. અને આ બંને પરિવારમાંથી મારા-મારીને કારણે ત્રણ લોકો ઘાયલ થયા હતા. અને ગામના લોકોએ આ બંને પરિવારને છુટા પડાવીને ઘાયલ થયેલા લોકોને તરત જ એમ્બ્યુલન્સને ફોન કર્યો હતો.
અને ઘાયલ યુવકને વડોદરાની સયાજી હોસ્પિટલમાં મોકલાયા હતા. અને આ પરિવારોના ઝઘડા શાંત થયા. અને પોતાના ઇજાગ્રસ્ત થયેલા લોકોને લઈને હોસ્પિટલ સાથે ગયા હતા. પરંતુ મારામારીમાં એક યુવકને માથામાં ખુબ જ વાગી ગયું હતું. તેનું નામ ક્રાંતિ ગોહિલ હતું. આ યુવકનું માથામાં સારું એવું વાગી ગયું હતું.
આ યુવકનું સારવાર દરમિયાન મૃત્યુ થઈ ગયું હતું. તેને બીજા પરિવારના કારણે આ યુવકનું મૃત્યુ થઈ ગયું તેવું યુવકના પરિવારજના લોકોનું કહેવું હતું. મારામારીમાં માર્યું તે માટે મૃત્યુ થયું. આ યુવકના પરિવારવાળાએ બીજા પરિવારના લોકો સામે પોલીસને ફરિયાદ કરી હતી. પોલીસ આ ઘટનાની તપાસ કરી રહી છે.
લેખન સંપાદન : Infogujarat Team નોંધ:- અમે આ લેખ માત્ર જાણકરી પુરતો આપ સુધી પોહચડીએ છીએ.ભારતીય સંસ્કૃતિના કોઈ પણ ધર્મ કે સમુદાયની લાગણીને ઠેસ પહોચાડવાનો કે અંધશ્રદ્ધા ફેલાવવાનો કોઈ હેતુ નથી..”જય હિન્દ…જય જય ગરવી ગુજરાત”જો અમારા આ લેખો ગમ્યા હોય તો લાઈક, શેર અને કમેન્ટ જરૂર કરજો!