2 સગા ભાઈઓ કેનાલમાં ડૂબી જવાથી પરિવારમાં હાહાકાર મચી ગયો, એકસાથે 2 અર્થી ઉઠતા માં-બાપના ઉડી ગયા હોશ..!!

0
136

આજના સમયમાં પરિવારમાં બે ભાઈઓ વચ્ચે સારા સંબંધો હોય તેવું ક્યાંક જ જોવા મળે છે. નહિતર ધંધાઓ અને પોતાની જિંદગીને લઈને ભાઈઓ-ભાઈઓ વચ્ચે ઝઘડાઓ તથા મારામારી જોવા મળે છે. સમાજમાં અમુક જગ્યાએ ભાઈઓ-ભાઈઓ વચ્ચે જન્મ-મરણના સંબંધ હોય છે. આવા પરિવારો ખુશ રહે છે.

આવી જ એક ઘટના હાલમાં સુરત શહેરમાં બની છે. સુરત શહેરમાં માંગરોળ તાલુકાના મહુવેજ ગામમાં આ ઘટના બની છે. મહુવેજ ગામમાં એક પરિવાર રહેતું હતું. આ પરિવારમાં માતા-પિતા અને બે પુત્રો રહેતા હતા. આ ભાઈઓ આકાશ અગ્રવાલ અને વિકાસ અગ્રવાલ એમ બન્ને સગા ભાઈઓ રહેતા હતા.

આ બંને સગા ભાઈઓ એક દિવસ મહુવેજ ખાતે આવેલી પાણીની કેનાલમાં પાણી ભરવા માટે ઉતર્યા હતા. આ કેનાલ મહુવેજએ મોટામાં મોટી કેનાલ હતી. આ કેનાલમાંથી બીજી કેનાલો દ્વારા લોકોને પાણી પહોંચાડવામાં આવતું હતું. તે માટે મહુવેજમાં મુખ્ય કેનાલ ગણાતી હોવાનું જણાયું છે. આ કેનાલ માં પાણી સતત વહેતું રહેતું હતું.

અને આ બંને ભાઈઓ અમુક કારણસર કેનાલમાં પાણી ભરવા માટે ગયા હતા. આ કેનાલમાં મોટાભાઈએ પોતે કેનાલમાં પાણી ભરવા માટે ઉતરશે તેવું કહ્યું હતું. અને નાનોભાઈ ત્યાં બહાર ઉભો રહ્યો હતો. તે સમયે મોટાભાઈનો પગ અચાનક લપસી જતાં પાણીમાં તણાઈ ગયો હતો. અને નાનોભાઈ આ જોઈને ખૂબ જ ચિંતિત થઈ ગયો.

અને મોટાભાઈને ડૂબતો જોઈને તેને બચાવવા માટે પોતે પણ પાણીમાં કૂદકો મારી દીધો. અને મોટાભાઈ પાણીના પ્રવાહને કારણે તણાઈ રહ્યો હતો. તેની સાથે-સાથે નાનોભાઇ પણ પાણીમાં તણાઈ ગયો. અને આમ બંને સગા ભાઈઓ એક બીજાને બચાવવામાં ડૂબી ગયા હતા. ત્યારબાદ આસપાસના લોકોએ બંને ભાઈઓને બચવાના ઘણી કોશિશો કરી.

આ જોતાં ફાયર બ્રિગેડને તરત જ જાણ કરી દીધી હતી. તેને કારણે ફાયર બ્રિગેડને કેનાલમાં બંને ભાઈઓને ખુબ જ તપાસ કરી હતી. અને તેમને શોધી કાઢયા હતા. ત્યારે આ બંને ભાઈઓની લાશો જોવા મળી હતી. અને ત્યાર બાદ પોલીસને જાણ કરતાં પોલીસ પણ પહોંચી ગઈ હતી.

પોલીસે આ બંને સગા ભાઇઓના પરિવારવાળાને આ ઘટના અંગે જણાવ્યું હતું. તેના માતા-પિતા ત્યાં પહોંચતા જ પોતાના બંને સગા પુત્રોને સામે મરેલા જોઈને આઘાતમાં બેભાન થઈ ગયા હતા. અને તેમને પણ પોલીસે એમ્બ્યુલન્સ દ્વારા સારવાર માટે મોકલાયા હતા. પોલીસે આ ઘટનાની તપાસ કરી રહી હતી.

લેખન સંપાદન : Infogujarat Team નોંધ:- અમે આ લેખ માત્ર જાણકરી પુરતો આપ સુધી પોહચડીએ છીએ.ભારતીય સંસ્કૃતિના કોઈ પણ ધર્મ કે સમુદાયની લાગણીને ઠેસ પહોચાડવાનો કે અંધશ્રદ્ધા ફેલાવવાનો કોઈ હેતુ નથી..”જય હિન્દ…જય જય ગરવી ગુજરાત”જો અમારા આ લેખો ગમ્યા હોય તો લાઈક, શેર અને કમેન્ટ જરૂર કરજો!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here